GSTV
Life Relationship Trending

વર્કિંગ કપલ્સ પોતાની મેરિડ લાઈફને બનાવી શકે છે ખુશહાલ,આ રીતે કરો દરેક કામ મેનેજ

પુરુષો

બદલાતા સમયની સાથે આજે પુરુષો અમે મહિલાઓની જિંદગી બદલાઈ ગઈ છે. પહેલા લગ્ન બાદ માત્ર પુરુષો બહારના કામ સંભાળતા હતા અને મહિલાઓ ઘર-પરિવારની સાર-સંભાળ લેતી હતી, પરંતુ હવે બંને બહારગામ જઈને કામ કરી રહ્યા છે અને સાથે મળીને જ ઘર સંભાળી રહ્યા થે. આ કારણે બંનેની વિચારસરણીમાં ફેરફાર જોવા મળ્યો છે. આજે મહિલાઓ તેમની કારકિર્દી પ્રત્યે સચેત છે અને પુરુષો પણ તેમના પરિવારની સંભાળ રાખવા માટે તૈયાર છે.

આજના સમયમાં મોટાભાગનાં ઘરોમાં પતિ-પત્ની બંને ઓફિસના કામ કરે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં ઘર અને ઓફિસ બંનેને સંભાળવુ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પતિ-પત્ની બંને વર્કિંગ હોવાને કારણે ઘણી વખત તેનો પ્રભાવ પર્સનલ લાઈફ પર પણ પડે છે. તે ચાલો આજે જાણીએ કેટલીક એવી ટીપ્સ વિશે જણાવીએ જેને અપનાવીને વર્કિંગ કપલ પોતાની લાઈફને સરળતાથી સંભાળી શકે છે.

ઝેન્ડર પ્રમાણે કામનું વિતરણ ન કરો

ઘણા લોકોનું માનવુ છે કે, ઘરકામ કરવું મહિલાઓની જવાબદારી છે અને પુરુષોએ બહારનું કામ કરવું જોઈએ, પરંતુ વર્તમાન સમયમાં આ પ્રકારનું બિલકુલ રહ્યુ નથી. છોકરો હોવાનો એ અર્થ એ નથી કે તે ઘરનાં કામો કરી શકે નહી. રસોડામાં રસોઇ ન કરી શકે. તે સિવાય મહિલાઓ પણ બહાર જઇને કામ કરી શકે છે. કામને કામના દ્રષ્ટિકોણથી જોવું જોઈએ, જાતિ અનુસાર નહીં. સાથે કામ કરવાથી કામ પણ ઝડપી થાય છે અને મુશ્કેલીઓ પણ ઓછી થાય છે.

પતિ-પત્ની મળીને રાખે બાળકોની સાર-સંભાળ

જો તમે માત-પિતા છો તો, તમારી જવાબદારી વધારે વધી જાય છે. આ સમયમાં તમારે તમારી જિંદગીને સંભાળવી ખૂબ જ જરૂરી બની જાય છે. કારણ કે, તેની ખરાબ અસર તમારા બાળકો પર પણ પડી શકે છે. તેથી જ કપલ ધ્યાન રાખે તે, ઓફિસથી આવ્યા બાદ કોઈ એક જ વ્યક્તિ બાળકની સાર-સંભાળ રાખે, પરંતુ આ બંનેનુ કામ છે. ઘણી વખત મહિલાઓ જ બાળકોની સાર-સંભાળમાં લાગી જાય છે, જેથી પત્ની અને બાળકો બંને પર ખરાબ અસર પડે છે. પેરેન્ટ્સને મળીને બાળકોનું ધ્યાન રાખવુ જોઈએ અને તેમનું દરેક કામ મળીને કરવું જોઈએ.

પર્સનલ અને પ્રોફેશનલ લાઈને અલગ રાખો

જો પતિ-પત્ની બંને કાર્યરત છે તો એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે, તમે તમારી વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને અલગ રાખવું જોઈએ. ઘર પરિવાર સાથે હોય ત્યારે ઓફિસના કામને લઈને બેસવાનું ટાળો. જ્યારે તમે ઘરે હોવ ત્યારે પરિવારને પ્રાથમિકતા આપો. પરિવારને સમય આપવો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી જીવન સુખી રહે.

READ ALSO

Related posts

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ

Padma Patel

સિકયોરિટી ચેક વિના એરપોર્ટમાં ઘુસવાનો કરણનો પ્રયાસ, સુરક્ષા જવાનો એ પરત આવવાની ફરજ પાડી

Siddhi Sheth

શેરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સમાં છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો

Padma Patel
GSTV