GSTV
Home » News » સફેદ વાળથી છો પરેશાન, તો અજમાવી જુઓ આ ટિપ્સ

સફેદ વાળથી છો પરેશાન, તો અજમાવી જુઓ આ ટિપ્સ

એક મોટી ચમચી આમળાના રસ, એક ચમચી બદામનો તેલ કે થોડા ટીંપા નીંબૂનો રસ મિક્સ કરી દર રાત્રે વાળમાં સારી રીતે માલિશ કરો. આ વાળની સફેદી રોકવાનો સારો ઉપાય છે.

અસમય સફેદ થયેલા વાળના ઉપચાર માટે લોખંડના વાસણમાં રાતભર આમળા ચૂર્ણ પલાળો. સવારે તેમાં બકરીનું દૂધ અને લીંબૂનો રસ મિકસ કરી નિયમિત વાળ પર લગાવો.
આમળાનો આ રીતે પ્રયોગ કરવાથી માત્ર 1 અઠવાડિયામાં સફેદ વાળ કાળા થવા લાગે છે, આ ઉપાય સૌથી સારો અને પ્રાકૃતિક છે.

આમળાના ચૂર્ણનો લેપ બનાવો. તેને દરરોજ સવારે માથાના વાળમાં સારી રીતે લગાવો. સાબુનો ઉપયોગ ન કરવો.

આમળાના નાના-નાના ટુકડા કરી તેને છાયામાં સુકવો. હવે તેને નારિયેળના તેલમાં ત્યાર સુધી ઉકાળો, જ્યાં સુધી આમળા કાળા અને કઠોર ન થઈ જાય. આ તેલ વાળની સફેદી રોકવા માટે બહુ ઉપયોગી છે.

100 ગ્રામ આમળાને લોખંડના વાસણમાં ચાર દિવસ સુધી પલાળી નાખો. પછી તેમે વાટી ઘટ્ટ પેસ્ટ બનાવો. બ્રશથી વાળમાં લગાવો. બે કલાક પછી  માથું ધોઈ લો. થોડા દિવસો પછી વાળા કાળા થવા શરૂ થઈ જશે.

આમળાને બીટના રસમાં વાટી માથામાં લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જશે અને વાળ કાળા થવા લાગે છે. બે મહીના સુધી આ ઉપાય અજમાવી જુઓ.

એક કિલો આમળાનો રસ, એક કિલો દેશી ઘી, 250 ગ્રામ મુલેઠી. આ ત્રણને હળવી ઘીમી આંચે ચડવા દો. જયારે પાણી સૂકાઇ જાય અને તેલ ઉપર આવી જાય તો તેને ગાળીને બોટલમાં ભરીલો. હવે તેને તેલની રીતે લગાવો. થોડા જ દિવસોમાં બધા વાળ કાળા થઈ જશે.
 

Related posts

નવરાત્રિ પહેલાં બેન્કોનું કામ પતાવજો ફટાફટ, આ કારણોને લીધે રહેશે બંધ

Dharika Jansari

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari

બ્રિટનમાં દાક્તરની કરવા માગતા લોકો માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!