GSTV

ટીપ્સ / ઈલેક્ટ્રિકલ વાહન ખરીદતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી?

Last Updated on July 6, 2021 by Vishvesh Dave

ગુજરાત સરકારે હમણાં જ ઈલેક્ટ્રિકલ વાહનોનો વપરાશ વધે એ માટે નવી પ્રોત્સાહક પોલિસી જાહેર કરી છે. સમગ્ર જગતમાં ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધી રહ્યો છે. એટલે એ ખરીદી કરવા મન લલચાય એ સ્વાભાવિક છે. પરંતુ ખરીદતા પહેલા શું ધ્યાનમાં રાખવું એ મુદ્દા મહત્વના છે. બિગ બોય ટોય્ઝ (Big Boy Toyz)ના સીઈઓ જતિન અહુઝા ભારતમાં ઈલેક્ટ્રિકલ વાહનોના એક્સપર્ટ છે. તેઓ મુંબઈ-હૈદરાબાદ સહિતના શહેરોમાં જૂની પણ લક્ઝરી કારની લે-વેચ પણ કરે છે. ઈલેક્ટ્રિકલ વ્હિકલ્સ (EV) શોપિંગ અંગે તેમણે મહત્વની ટીપ્સ આપી હતી

શોપિંગ વખતે શું ધ્યાન રાખવું

  1. બેટરી – ઈલેક્ટ્રિકલ વાહનો બેટરી પર ચાલે છે, એટલે બેટરી કેટલી ચાલે છે, તેનું આયુષ્ય કેવું છે એ સૌથી પહેલા જોવું જોઈએ.
  2. રેન્જ- એક વખત ચાર્જ કર્યા પછી કેટલા કિલોમીટર ચાલે એ મુદ્દો મહત્વનો છે, કેમ કે વાહન બીજું ચાર્જિંગ સ્ટેશન આવે ત્યાં સુધી ચાલવુ જોઈએ.
  3. અન્ય ખર્ચ- વાહનનો વીમો, ગેસ, મેન્ટેનન્સ વગેરેના ખર્ચને ધ્યાનમાં લેવો જોઈએ. રિપેરિંગની સગવડ ક્યાં અને કેવી છે એ જોવું પડે.
  4. વપરાશ- વાહનનો વપરાશ કેવો કરવાનો છે, રોજ વાપરવી છે, કેટલા લોકોને સમાડવા છે.. વગેરે વિચાર કરી મોડેલ પસંદ કરવું જોઈએ.

ભારતમાં EVનું ભાવિ કેવું છે?


ભારત સહિત સમગ્ર દેશમાં ઈવીનું ભાવિ ઉજ્જવળ છે કેમ કે પર્યાવરણ સંરક્ષણ માટે આજે નહીં તો કાલે ઈલેક્ટ્રિકલ વાહનો પર ધ્યાન આપવું જ પડશે. સરકારે આ દિશામાં જોશપૂર્વક કામગીરી ચાલુ કરી છે. પરંતુ ચાર્જિંગ સ્ટેશન, રિપેરિંગ કેન્દ્રો વગેરે પ્રાથમિક સુવિધાઓ ઉભી થાય તો જ ઈલેકેટ્રિકલ વાહનોનો વપરાશ વધે. અમદાવાદ જેવા શહેરોમાં પણ હવે ઈવી વધવા લાગ્યા છે. આ વાહનો માટે સરકારે ખાસ ગ્રીન કલરની નંબર પ્લેટ નક્કી કરી છે. કોઈ કારમાં નંબર પ્લેટ લીલા કલરની જોવા મળે તો સમજી લેવાનું કે એ ઈલેક્ટ્રિકલ વ્હિકલ છે.

ચાર્જિંગ સ્ટેશનનો મોટો પ્રશ્ન


અનેક લોકો ઈલેક્ટ્રેકિલ વાહનો લેવા માંગે છે, પણ ખાટલે મોટી ખોટ ચાર્જિંગ સ્ટેશનની છે. પેટ્રોલપંપ જ ન હોય તો ગાડી કેમ ચલાવવી? એમ ચાર્જિંગ સ્ટેશન ન હોય ચો ચાર્જિંગ કરવા ક્યાં જવું? અત્યારે તો સરકાર પેટ્રોલપંપોને જ ચાર્જિંગ સ્ટેશનમાં ફેરવવામાં લાગી ગઈ છે. બીજી તરફ હવેના મકાનોમાં પણ પાર્કિંગ પ્લોટમાં ચાર્જિંગ પોઈન્ટ મુકવાની શરૃઆત થઈ ગઈ છે. કોઈ વ્યક્તિ ઘારે તો પોતાના ઘરે ચાર્જ કરી શકે એવી સિસ્ટમ ધીમે ધીમે ઉભી થશે. એટલે આગામી પાંચ-દસ વર્ષમાં વપરાશ વધશે એ નક્કી છે.

મોટી કંપનીઓનું રોકાણ


નાની-નાની વાહન ઉત્પાદક કંપનીઓ તો ઠીક, જગવિખ્યાત ઓટોમોબાઈલ કંપનીઓ હવે ઈવી પર વધારે ધ્યાન આપી રહી છે. અબજો ડોલરનું રોકાણ પણ તેમાં થાય છે. મર્સિડિસ, જેગુઆર, ઔડી, બીએમડબલ્યુ, એમજી, ટાટા, મહિન્દ્રા, રેવા, હ્યુન્ડાઈ વગેરેએ ઈલેક્ટ્રિકલ મોડેલ માર્કેટમાં ઉતાર્યા છે અથવા ઉતારી દેવાની તૈયારીમાં છે.

આર્થિક-પર્યાવરણીય ફાયદો


અત્યારે કેટલીક કંપનીની ઈલેક્ટ્રિકલ ગાડીઓ મોંઘી આવે છે, જ્યારે અમુક કંપનીના વાહનો ખાસ મોંઘા નથી. બજેટમાં થોડો ફેરફાર કરી ખરીદી શકાય એવા છે. પરંતુ પેટ્રોલ-ડીઝલનો ભાવ સતત વધતો રહેવાનો છે, જ્યારે ભવિષ્યમાં ઈલેક્ટ્રિકલ વ્હિલ સસ્તાં થતાં જશે.
બીજો ફાયદો પર્યાવરણનો છે, કેમ કે તેનાથી પ્રદૂષણ ઓછું થશે. ખાસ તો હવામાં ભળતા કાર્બનના પ્રમાણમાં ખાસ્સો ઘટાડો આવશે. જોકે ઈલેક્ટ્રિકલ વાહનો માટે ઈલેક્ટ્રિસિટી જોઈશે. એ વીજળી કોલસાના પ્લાન્ટને બદલે પવન-સૌર-થર્મલ ઊર્જામાંથી મળે એવી વ્યવસ્થા સરકારે કરવી પડશે.

વૈશ્વિક ટ્રેન્ડ


અત્યારે તમામ અગ્રણી દેશો ઈવી તરફ ઢળી રહ્યા છે. ચીન આખા દેશમાં ચાર્જિંગ સ્ટેશન ઉભા કરી રહ્યું છે. બ્રિટને પાંચ હજાર સ્ટેશનો ઉભા કરવાનો નિર્ધાર જાહેર કર્યો છે. યુરોપના દેશો અને અમેરિકામાં પણ એ માટે સતત કામગીરી થઈ રહી છે.

ALSO READ

Related posts

BJP-AIMIM ભાઈ ભાઈ/ અમદાવાદના મેયરે ઔવેસીના પાર્ટીના કોર્પોરેટર સાથે રાઉન્ડ લેતા કોંગ્રેસ ધૂંઆપુઆ થઈ

Pravin Makwana

દુર્ઘટના/ કોલસાની ખાણમાં સર્જાયેલ દુર્ઘટનામાં 52 લોકોનાં ગુંગળાઇ જવાથી મોત, ત્રણ જવાનોનો પણ ભોગ બન્યા

Damini Patel

મલ્ટીલેયર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા HCનું સખ્ત વલણ, GPCBને કર્યો આ આદેશ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!