GSTV
Home » News » પ્રદૂષણથી વાળ અને ત્વચાને નુકસાન થઈ શકે છે, રાખો આ રીતે ઘ્યાન

પ્રદૂષણથી વાળ અને ત્વચાને નુકસાન થઈ શકે છે, રાખો આ રીતે ઘ્યાન

આપણી ત્વચા અને વાળને પ્રદૂષણથી બચાવવા ખૂબ જરૂરી છે. ગરમી હોય અથવા શિયાળો, વસંત અથવા ચોમાસુ, આપણી ત્વચા અને વાળને પ્રદૂષણથી બચાવવા જોઈએ, તેનું રક્ષણ કરવું પણ જરૂરી છે. તમે ઘરમાં રહેતાં હોવ અથવા બહાર, પ્રદૂષણ તમારી ત્વચા અને વાળને નુકસાન પહોંચાડે છે માટે તેની દેખભાળ રાખવી જોઈએ. એર કન્ડિશનર, રેફ્રિજરેટર, અને માઈક્રોવેવમાંથી જે ગેસ નીકળતો હોય છે તેનાથી પણ તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે. તેનાથી બચવા માટે કેટલીક ટિપ્સ અપનાવી જોઈએ.


-તમારી સ્કિન અને વાળને ક્લીન્ઝિગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગ કરો. વાળને જરૂરી પોષણ આપો જેથી તે સૂકા અને
બેજાન ન બની જાય.
-બહાર જતી વખતે વાળને નુકસાન ન થાય અને પ્રદૂષણથી બચે શકે તે માટે વિશેષ સ્પ્રેનો ઉપયોગ કરો.


-સ્કિન પર સનસ્ક્રીન, અલોવેરા જેલ અને રક્ષણ આપે તેવા જરૂરી લોશન લગાવવા. જેથી તમારી ત્વચાને 6-7 કલાક પ્રદૂષણથી બચાવી શકાય છે.
-નિયમિત સ્ક્રબનો ઉપયોગ કરો જેથી તમારી સ્કિન કોમળ અને મુલાયમ રહે સાથે ગ્લોઈંગ પણ બને છે. ઘરમાં બનાવેલા પેકનો ઉપયોગ કરવો, જેથી પ્રદૂષણથી તમારી ત્વચાને રક્ષણ આપવામાં મદદરૂપ બનશે.

Read Also

Related posts

આ 7 નેચરલ ડોક્ટર્સની પાસે છે તમારી દરેક બીમારીનો ઈલાજ

Mansi Patel

સવારના નાસ્તામાં ફટાફટ આજે જ બનાવો સ્પાઈસી દાલ પકવાન

Dharika Jansari

ઈન્સ્ટન્ટ નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે ખમણ પૌંઆ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!