GSTV

શું તમારો સ્માર્ટ ફોન પણ થઈ જાય છે ઓવરહીટ? આ 5 ટીપ્સ અપનાવશો તો ફોન નહીં થાય બ્લાસ્ટ

Last Updated on June 24, 2021 by pratik shah

આપણે તમામ લોકો સ્માર્ટફોન વગર રહી નથી શકતા, કોઈને કોલ કરવો હોય અથવા તો મેલ, ઈન્ટરનેટનો વપરાશ કરવાનો હોય અથવા તો કોઈને ડિજીટલ પેમેન્ટ કરવાનું હોય, સ્માર્ટફોન ઘણું ઉપયોગી છે, સ્માર્ટફોનનો વપરાશ ઘણી વખત એટલો વધારે થઈ જાય છે કે ફોન ઓવર હીટ થઈ જાય છે, ઉલ્લેખનીય છે કે ગરમીની ઋતુમાં આ થાય છે, આ દરમ્યાન યૂઝર્સને ફોન શટડાઉન, બેટરી ડ્રેન જેવી સમસ્યાઓથી ઝઝૂમવું પડે છે. પરંતુ આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખીશું તો આપણને આ મુશ્કેલીમાંથી જલ્દી છુટકારો મેળવી શકીશું.

જેમકે આપણે જાણીએ છીએ કે ફોન ઓવરહીટ થવાથી ફોનની બેટરી બ્લાટ પણ થઈ શકે છે. આવી ઘણી ઘટનાઓ સામે આવી છે, જ્યારે ફોન બ્લાસ્ટ થઈ ગયો હોય છે, ત્યારે તેવામાં કેટલીક ટીપ્સ જરૂરી છે કે જેનાથી ફોનને ઓવરહીટ થતા બચાવી શકાય છે, તો ચાલો જાણીએ આ રીતો વીશે,

ફોનને ડાયરેક્ટ સનલાઈટથી રાખો દુર:

ક્યારેક ક્યારેક ફોનને સીધા તડકામાં ના રાખવો જોઈએ જો આવું કરવાથી ફોન ઓવરહીટ થાય તેવી શક્યતાઓ રહેલી છે, તેનાથી ફોન અચાનક શટડાઉન પણ થઈ શકે છે, સાથે સાથે ફોનની બેટરી પર પણ અસર પડે છે.

બ્રાઈટનેસ ના વધારો

આપણાં માંથી કેટલાકને બ્રાઈટનેસ વધારીને કાર્ય કરવાની ટેવ છે, પરંતુ આ ટેવ સારી નથી. જો તમે તમારા ફોનની બ્રાઈટનેસ વધારી દો છો તો તેનાથી ફોનની બેટરીને પ્રોસેસરથી વધુ કામ કરવું પડે છે. તેનાથી ફોન ઓવર હીટ થાય છે.

બેકગ્રાઉન્ડ એપ્સને બંધ કરી દો

જો તમે કોઈપણ એપ પર કામ નથી કહી રહ્યા તો તમને અમે સલાહ આપીશું કે તેને બેકગ્રાઉન્ડમાંથી પણ બંધ કરી દો જો તમે તે નહીં કરો તો આ એપ્સ બેકગ્રાઉન્ડમાં કામ કરચી રહેશે અને ફોન હીટ થી જશે.

ફોન ઓવર હીટ થવા પર બેક કવર નિકાળી દો

જેવી રીતે આપણે જીવવા માટે શ્વાસ લઈએ છે, તેવી જ રીતે ફોનને પણ કેટલીક રાહત જરૂરી છે. હંમેશા ફોન કવર લગાવીને રાખવાથી પણ હીટ થાય છે, જો આવું થાય તો થોડાક સમય માટે ફોનનું કવર નિકાળી દો તેનાથી ફોન જલ્દી ઠંડો થઈ જશે.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!