GSTV
Home » News » જ્યારે રિલેશનશિપમાં આવે કડવાહટ તો પ્રેમપૂર્વક આ રીતે કરો સમાધાન

જ્યારે રિલેશનશિપમાં આવે કડવાહટ તો પ્રેમપૂર્વક આ રીતે કરો સમાધાન

Things Your Girl Shouldn't Know

જે વ્યક્તિને તમે પ્રેમ કરો છો તેની સાથે પોતાની લાઇફ શેર કરવાનો અનુભવ જ ખૂબ સુંદર હોય છે. પરંતુ ગાઢ પ્રેમ અને વિશ્વાસ હોવાછતાં ઘણીવાર કપલ્સ વચ્ચે કોઇને કોઇ વાત પર મતભેદ થતી રહે છે. જેના કારણે ધીમે-ધીમે રિલેશનમાં કડવાહટ આવવા લાગે છે. એટલા માટે રિલેશનશિપને તરોતાજા રાખવા માટે કેટલાક એવા પ્રયત્નો કરતા રહો જે તમને બંનેને એકબીજાની નજીક લાવે.

1. તમારી રિલેશનશિપ નવી હોય કે જૂની હોય પોતાના પાર્ટનરને પર્સનલ સ્પેસ જરૂરથી આપો. જે રિલેશનમાં લોકો પોતાના પાર્ટનર પર વધારે રોક લગાવે છે તે રિલેશનશિપ વધારે સમય સુધી નથી ચાલતી. હેલ્ધી રિલેશનશિપ માટે જેટલું જરૂરી પોતાના પાર્ટનરની સાથે ટાઇમ સ્પેન્ડ કરવાનું છે તેટલું જ જરૂરી પોતાની જાતને સમય આપવો અને આ સાથે જ પોતાના પાર્ટનરને પર્સનલ સ્પેસમાં દખલ ન દેવાનો છે.

2. પાર્ટનરની સાથે પોતાના દિવસભરના અનુભવને શેર કરો. તમને તેની કઇ વાત સૌથી વધારે પસંદ છે તેમને જણાવો. પોતાના પાર્ટનરની પસંદ ના પસંદ જાણવાનો પ્રયાસ કરો. તેનાથી બંને વચ્ચેનો વિશ્વાસ વધશે અને ઇમોશનલી તમે એકબીજાની વધારે નજીક આવશો.

3. પોતાના કરિયર પ્લાન અને લક્ષ્ય વિશે પોતાના પાર્ટનરને અવશ્ય જણાવો. કારણ કે જીવનમાં દરેક વ્યક્તિને પોતાના સપના હોય છે, લક્ષ્ય હોય છે. તમારે નવી જોબ માટે શહેરની બહાર પણ જવું પડી શકે છે. એટલા માટે પહેલાથી જ પોતાના પ્લાન વિશે પાર્ટનરને સ્પષ્ટ જણાવી દો. જેથી ભવિષ્યમાં તમારા બંનેની રિલેશનશિપમાં કોઇ સમસ્યા ન આવે.

4. પોતાના રિલેશનશિપની મર્યાદા પણ નક્કી કરો. પોતાના પાર્ટનર સાથે આ બાબત પર ચર્ચા કરો કે તમને બંનેને શું પસંદ છે અને શું નહીં. તમને તમારા પાર્ટનરની કઇ વાતથી સૌથી વધારે દુખ પહોંચી શકે છે. એકબીજા વિશે બધુ સારી રીતે જાણવાથી અને સમજવાથી રિલેશનશિપમાં કોઇ કડવાહટ આવતી નથી અને રિલેશનશિપ વધારે મજબૂત પણ બને છે.

Read Also

Related posts

સવારે ઉઠીને સૌથી પહેલાં ચા પીતાં હોય તો બંધ કરી દેજો, તમે પોતાના જ આરોગ્ય સાથે કરી રહ્યાં છો ચેડાં

Bansari

દુધ પીવાથી થાય છે સ્ટ્રેસ દુર, આ પોષકતત્વો જેના કારણે તમે રહેશો હંમેશા સ્વસ્થ

Kaushik Bavishi

તમને વિશ્વાસ નહીં આવે… પણ પતિ પત્ની વચ્ચે સૌથી વધુ ઝઘડા આ જગ્યાઓ પર થાય છે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!