GSTV
Home » News » હોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ

હોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ

હોળી એક એવો ખૂબસુરત તહેવાર છે કે સૌકોઇ આ તહેવારની તસવીરો લઇને આ દિવસને યાદગાર બનાવવા માંગે છે. આજકાલ બધા જ પાસે સ્માર્ટફોન છે અને ઘણા ફોનમાં સારા કેમેરા પણ હોય છે. જો કે સ્માર્ટફોનમાં સારા ફોટોઝ લેતાં પહેલાં કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે. આજે અમે તમને એવી જ કેટલીક ટ્રિક્સ જણાવીશું જેની મદદથી તમે હોળીના તહેવાર પર પોતાના પ્રિયજનો સાથે ખૂબસુરત તસવીરો લઇને દિવસ યાદગાર બનાવી શકો છો.

આ Tricksથી લો શાનદાર Photos

આજના મોટાભાગના સ્માર્ટફોન્સમાં પોટ્રેટ મોડ હોય છે. તેમાં સબ્જેક્ટ ઉપર ફોકસ થઇ જાય છે જ્યારે બેકગ્રાઉન્ડ બ્લર થઇ જાય છે. ગૂગલ પિક્સલ 2, એપ્પલનો iPhone X જેવા સ્માર્ટફોન્સથી આ મોડ પર ઘણી સારી તસવીરો લઇ શકાય છે.

હોળી પર સ્લો-મોશન વીડિયો પર ઘણા સુંદર લાગે છે. રંગો અને પાણીની છોળોનો તમે સ્લો મોશનમાં વીડિયો બનાવી શકો છો. પછીથી તેને GIFમાં પણ બદલી શકાય છે અને સોશિયલ મીડિયા પર શેર કરી શકાય છે.

બર્સ્ટ મોડમાં કેમેરા એક સેકેન્ડમાં ઓછામાં ઓછા 10 ફોટોઝ લે છે. પછી તમે તેમાથી સારા ફોટોઝ સિલેક્ટ કરી શકો છો. એપ્પલ iPhone X, iPhone 8, ગૂગલ પિક્સલ 2, સેમસંગ ગેલેક્સી S8 જેવા પ્રિમિયમ સ્માર્ટફોન્સમાં બર્સ્ટ મોડ આવે છે.

સ્માર્ટફોન્સના કેમેરામાં હવે વધારે ઝૂમ કરવાની સુવિધા આપવામાં આવે છે પરંતુ તમે સારા ફોટોઝ લેવા માંગતા હોય તો ઝૂમ ન કરો કારણ કે સ્માર્ટફોન્સના કેમેરામાં ડિજિટલ ઝૂમ આવે છે જે ફોટોની ક્વોલીટી ખરાબ કરી નાંખે છે.

હંમેશા સ્માર્ટફોનના લેન્સને સાફ રાખોય હોળી પર લેન્સ સાફ રાખવાનું ખાસ ધ્યાન રાખો કારણ કે તેના પર પાણી કે રંગ પડવાથી તમારી તસવીર ખરાબ થઇ જશે.

તમે સારા પોઝમાં ફોટો લેવા માટે ટાઇમરનો યુઝ પણ કરી શકો છો. તમે 3 સેકેન્ડથી લઇને 10 સેકેન્ડ સુધી ટાઇમર સેટ કરી શકો છો.

સ્માર્ટફોનની ગેલેરીમાં ફોટો એડિટ કરતી વખતે તમે ઓટો કરેક્ટ ઓપ્શનને પણ યુઝ કરી શકો છો. આ ફંક્શનમાં તમે તસવીરને એક્સપોઝર,કોન્ટ્રાસ્ટસ, સેચુરેશન, લાઇટ જેવી ફિચર્સ આપમેળે પરફેક્ટ લેવલ પર આવી જાય છે.

સ્માર્ટફોનમાં ફોટો એડિટ કરવા માટે તમે Enlight, Snapseed,VSCO જેવી એપ્સ અને વીડિયો એડિટ કરવા માટે Clips,iMovie અને Plotaverse જેવી એપ્સ યુઝ કરી શકો છો.

Read Also

Related posts

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

Bansari