GSTV
Home » News » જીવનવીમો અને હેલ્થ વીમો લેતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો પસ્તાવાનો વારો આવશે

જીવનવીમો અને હેલ્થ વીમો લેતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો પસ્તાવાનો વારો આવશે

જો તમે વીમો કરાવી રહ્યાં હોય તો પ્રીમીયમ અને સેટલમેન્ટ રેશિયો ઉપરાંત કેટલીક મહત્વની વાતો ધ્યાનમાં રાખવી જોઇએ જેથી યોગ્ય કંપનીની ઓળખ કરી શકાય. ઘણીવાર લોકો ઓછા પ્રિમિયમવાળી કંપનીને પ્રાથમિકતા આપે છે પરંતુ યોગ્ય ઇન્શ્યોરન્સ કંપનીની પસંદગીની આ યોગ્ય રીત નથી. ચાલો તમને જણાવીએ કે ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં કંપનીઓની કઇ-કઇ બાબતો ચેક કરવી જરૂરી છે.

લાઇફ ઇન્શ્યોરન્સ

જો તમે જીવન વીમો લેવા માંગતા હોય તો તે કંપની પસંદ કરવી જોઇએ જેના ગ્રાહકોએ સૌથી ઓછી ફરિયાદ કરી હોય. સાથે જ જે કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેકોર્ડ સારો હોય. આ ઉપરાંત કસ્ટમર રિટેંશન વધુ હોય, તેનું જ લાઇફ ઇન્શ્યોરન્સ લો. હકીકતમાં કોઇ કંપનીના ગ્રાહક જો વારંવાર પોતાનું ઇન્શ્યોરન્સ રીન્યુ કરાવી રહ્યાં હોય તો સમજી લો કે કંપનીની સર્વિસ સારી છે.

જાન્યુઆરી 2019માં ઇંડિવિઝુઅલ, રેગ્યુલર પ્રિમીયમ પોલીસીઝ વાળા લાઇફ ઇન્શ્યોરન્સના માર્કેટ શેર (પ્રથમ વર્ષના પ્રિમિયમ) અનુસાર ટૉપ-5 કંપનીઓ

ફરિયાદ ઓછી એટલે કંપની સારી

ક્લેમની સાથે સાથે અન્ય ફરિયાદ જેટલી ઓછી હોય, કંપની એટલી સારી. જો કે ઇન્શ્યોરન્સ કંપનીની પસંદગીનો આ એકમાત્ર આધાર ન હોઇ શકે.

આંકડા પ્રતિ 10 હજાર પોલીસીઝ/ક્લેમ પ્રમાણે. SBI લાઇફના હાલના જ્યારે અન્ય કંપનીઓના આ વર્ષના આંકડા.

સ્ત્રોત : 31 ડિસેમ્બર, 2018ના રોજ જારી સંબંધિત કંપનીઓના આંકડા

ક્લેમ સેટલમેન્ટમાં જેટલો ઓછો સમય એટલુ સારુ

તે જ ઇન્શ્યોરન્સ કંપની સારી માનવામાં આવે છે જે ઓછામાં ઓછા 80 ટકા ક્લેમ 30 દિવસની અંદર સેટલ કરી દે છે.

2017-18માં ઇન્ડીવિઝુઅલ ડેથ ક્લેમ્સના આંકડા

હેલ્થ ઇન્શ્યોરન્સ

હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે કંપનીઓની ઉંડાણથી તપાસ કરવાની જરૂર છે. ફક્ત ઓછુ પ્રિમિયમ જોઇને કોઇપણ કંપનીનું ઇન્શ્યોરન્સ ન ખરીદો.

ઉંમરની સાથે સાથે પ્રિમિયમ પણ વધે

તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી લો તો તેને રિન્યૂ કરાવતા રહેવુ. તેથી ઇન્શ્યોરન્સ કંપનીની પસંદગી કરતી વખતે તેના અગાઉના 10 વર્ષના પ્રિમિયમની તુલના કરો. ત્યારે તમને સાચી જાણકારી મળશે કે વધુ સસ્તુ શું પડે છે.

રેગ્યુલર બેઝિક પોલીસી માટે **41થી 45 વર્ષ માટે.

ક્લેમ્સ પર પ્રિમિયમનો કેટલો હિસ્સો આપવામા આવે છે?

આદર્શ ક્લેમ રેશિયો 75થી 85 ટકા છે. ઓછા રેશિયો વીમાધારકો માટે યોગ્ય નથી. 100 ટકા અથવા તેનાથી વધુ રેશિયો દર્શાવે છે કે કંપનીના પ્રિમિયમથી જેટલા પૈસા એકઠા કર્યા હતાં તે કે તેનાથી વધુ તેણે ચુકવવા પડે છે.

કંપનીની આર્થિક સ્થિતી સારી છે કે નહી તે સુનિશ્વિત કરો

ઇન્શ્યોરન્સ કંપનીઓને ઓછામા ઓછા 150 ટકા સોલ્વેન્સી રેશિયો અથવા 1.5 સોલ્વેન્સી મેન્ટેન કરવો પડે છે. જે કંપનીનો જેટલો વધુ સોલ્વેન્સી રેશિયો હશે તે આર્થિક રીતે વધુ મજબૂત હશે. તેનો અર્થ એ છે કે કંપની પાસેથી પેમેન્ટ મળવાના ચાન્સ વધુ છે.

જો કે ફક્ત સોલ્વન્સી રેશિયો જોવો પૂરતો નથી. પરિણામે LICનો સોલ્વન્સી રેશિયો 1.58 ગણો છે પરંતુ તેનો અર્થ એ નથી કે કંપની નાણાકીય સંકટમાંથી પસાર થઇ રહી છે. 31 ડિસેમ્બર 2018ના સોલ્વન્સી રેશિયોના આંકડા.

Read Also

Related posts

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah

પ્રિયંકાને મોદી સામે ચૂંટણી ન લડાવાના આ છે કારણો, કોંગ્રેસ આ ટ્રમ્પકાર્ડનો કરશે અહીં ઉપયોગ

Nilesh Jethva