GSTV

તમારા કામનું/ પર્સનલ લોન મેળવવામાં થઇ રહી છે મુશ્કેલી? આ પોઇન્ટ્સને રાખો ધ્યાનમાં, ફટાફટ પાસ થઇ જશે લોન

લોન

Personal Loan, Rate of Interest, Credit Score, Bank Deposite:  આર્થિક મુશ્કેલીઓનો સામનો ગમે ત્યારે, ગમે તે વ્યક્તિએ કરવો પડી શકે છે. તેવામાં મોટાભાગના લોકો પર્સનલ લોનનો સરળ વિકલ્પ પસંદ કરે છે જેથી અચાનક સામે આવેલી આર્થિક મુસીબતમાં પૈસાની જરૂરિયાતને પૂરી કરી શકે. તેમા શંકાને કોઇ સ્થાન નથી કે પર્સનલ લોન તાત્કાલિક આર્થિક જરૂરિયાતને પૂરી કરવાનો સરળ વિકલ્પ છે પરંતુ આ લોનને પરત ચુકવવી એટલી સરળ નથી. તમારા દ્વારા પહેલાથી જ દાખવવામાં આવેલી સમજદારી તેને સરળ બનાવી શકે છે.

જો કે આ એક અસુરક્ષિત લોન છે અને તેનો વ્યાજ દર સામાન્ય રીતે 10.50 ટકાથી શરૂ થાય છે પરંતુ આ વ્યાજ દર તમામ માટે એક સમાન નથી. કોઇપણ વ્યક્તિની પર્સનલ લોન અને તેનો વ્યાજ દર માસિક આવક, ક્રેડિટ સ્કોર તથા જૉબ બેકગ્રાઉન્ડ અને લોન પરત કરવાની ક્ષમતાના આધારે સ્વીકાર કરવામાં આવે છે. ચાલો તમને જણાવીએ તમારા વ્યાજ દરને પ્રભાવિત કરતી કેટલીક મહત્વની બાબતો વિશે…

લોન

ક્રેડિટ સ્કોરને મજબૂત રાખો

વ્યક્તિનો ક્રેડિટ સ્કોર તેની પર્સનલ લોન પાસ કરાવવાની સાથે જ તેના વ્યાજ દરને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હકીકતમાં ક્રેડિટ સ્કોર એક 3 અંકોની સંખ્યા છે જે ક્રેડિટ હિસ્ટ્રીના આધારે બને છે. આ સ્કોર તૈયાર થાય છે પહેલા લેવામાં આવેલી લોન તથા ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણીના આધારે. જો તમે ઇએમઆઇની ચુકવણી સમયે કરો છો તો તેના અંક તમારા સ્કોરમાં જોડાઇ જાય છે. જો તમે સમયે ચુકવણી ન કરતાં હોય તો ક્રેડિટ સ્કોર અંક નીચે સરકી જાય છે. તમારો ક્રેડિટ સ્કોર જો 750 અથવા તેથી વધુ છે તો તમારી પાસે મજબૂત ક્રેડિટ સ્કોર છે. તેના માટે તમે સરળતાથી ઓછા વ્યાજ દરે પર્સનલ લોન મેળવી શકો છો.

તમારી આવક પર કરે છે અસર

પર્સનલ લોન અસુરક્ષિત લોન છે અને તેના માટે કોઇપણ પ્રકારની સિક્યોરિટી જમા કરાવવાની નથી હોતી. એવુ માનવામાં આવે છે કે વધુ આવક વાળા અરજદાર કોઇ વિલંબ વિના લોન ચુકવવામાં સક્ષમ હશે, તેથી તેમને ઓછો દર ઑફર કરવામાં આવે છે. આ સાથે જ જો તમે કોઇ પ્રતિષ્ઠિત કંપનીમાં જૉબ કરો છો તો પણ તમને પર્સનલ લોનના વ્યાજ દર પર સારી છૂટ મળી શકે છે.

લોન

બેંક એકાઉન્ટ કરી શકે છે મદદ

તમારુ સેલરી અથવા સેવિંગ્સ એકાઉન્ટ દે બેંકમાં છે, તેમાંથી જો તમે પહેલા કોઇ લોન લીધી છે અને તમારો સમયે ઇએમઆઇ ચુકવવાનો સારો રેકોર્ડ રહ્યો છે તો બેંક તમને ઓછા વ્યાજ દરે અથવા પ્રોસેસિંગ ફીસ સાથે પર્સનલ લોન ચુકવી શકે છે. આ ઉપરાંત તમે શું કામ કરો છો, તે પણ તમારા ક્રેડિટ સ્કોરને પ્રભાવિત કરે છે. એક નોકરિયાત વ્યક્તિને વેપાર કરતા વ્યક્તિની તુલનામાં અલગ વ્યાજ દર મળી શકે છે.

લોન અપાવી શકે છે આ વસ્તુઓ

પર્સનલ લોન બે પ્રકારની હોય છે- સિક્યોર્ડ લોન અને અનસિક્યોર્ડ લોન. અનસિક્યોર્ડ લોન મેળવવા માટે કોઇપણ પ્રકારની સિક્યોરિટી જમા કરાવવાની જરૂર નથી.

લોન

લોન લેતી વખતે કામ આવશે આ ટિપ્સ

  • તમારો ક્રેડિટ સ્કોર વધુ રાખો. સમયે ઇએમઆઇ તથા ક્રેડિટ કાર્ડ બિલ્સની ચુકવણી કરો. 30 ટકાથી ઓછો ક્રેડિટ યુટિલાઇઝેશન, હેલ્ધી ક્રેડિટ મિક્સને મેંટેન કરો.
  • ઇનકમ રેશિયો માટે નિશ્વિત ઓબ્લિગેશનને ઓછો રાખો.
  • તમારુ સેવિંગ એકાઉન્ટ અથવા ફિક્સ ડિપોઝિટ જે બેંકમાં છે, પર્સનલ લોન ત્યાંથી જ લેવાનો પ્રયાસ કરો.
  • એક જ સમયમાં ઘણી બેંકો પાસે પર્સનલ લોન માટે અરજી ન કરો. તેનાથી તમારો ક્રેડિટ સ્કોર પ્રભાવિત થઇ શકે છે.
  • લોન ચુકવવા માટે એવો ટેન્યોર પસંદ કરો, જેની ઇએમઆઇ રિપેમેંટ ઓબ્લેગેશંસ લિમિટની અંદર થાય.

Read Also

Related posts

Mango Pineapple Smoothie Recipe: બદલાતી સિઝનમાં ગરમીમાં ખૂબ જ રાહત આપશે આ અમેરિકન ડ્રિંક્સ

Pravin Makwana

અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીની સરપ્રાઈઝ બેઠક, અચાનક આવેલા ઉદ્યોગપતિ સાથે કરી મુલાકાત

Pritesh Mehta

ICC Test Ranking: ભારતની ધમાકેદાર જીત બાદ અપડેટ થયું રેંકીંગ, આ છે દુનિયાની નંબર 1 ટીમ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!