GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

દિવાળીમાં બ્યૂટી પાર્લરના ધક્કા ખાવાની જરૂર નથી, ઘરમાં જ રહેલી આ વસ્તુઓ નિખારશે તમારી ત્વચા

દિવાળીનો તહેવાર નજીક છે અને યુવતીઓ તથા મહિલાઓ બ્યૂટી ટ્રીટમેન્ટ માટે બ્યૂટી પાર્લરના ધક્કા ખાતી થઇ ગઇ છે. બ્યૂટી પાર્લરમાં પણ આજકાલ ભારે ભીડ જોવા મળે છે અને તેમાં પણ ઘણીવાર એવું બનતું હોય છે કે કેટલીક ટ્રીટમેન્ટ આપણા બજેટની બહાર હોય છે. આવી મોંઘીદાટ ટ્રીટમેન્ટ માટે રૂપિયા ખર્ચવા કરતાં તમે ઘરે પણ તમારી ત્વચા અને કેશની માવજત લઇ શકો છો.

ગુલાબી ગાલ કરવા માટે બીટ જેવું ઉત્તમ એક પણ નથી. ત્રણ બીટને બાફી તેને છુંદી નાખવું તેમાં ત્રણ ચમચા પાવડર ભેળવવો આ મિશ્રણને ચહેરા અને ગાલ પર લગાડવું અને ૨૦ મિનીટ બાદ ધોઇ નાખવું.

ચહેરા પર કરચલી પડી હોય કે  ફાઇન લાઇન્સ આવી ગઇ હોય તો, પરેશાન થશો નહીં. આ માટે ાંબળા અને મદનું મિશ્રણ ફાયદાકારક છે. નિયમિત રીતે મધમાં ભીંજવેલા આંબળા એક ચમચો ખાવા. 

ગાજરનો ઉપયોગ

બે-ત્રણ ચમચા ચણાના લોટમાં  એક  ચમચો દૂધનું ક્રિમ અનેેક ચમચો ઘઉનું થૂલું તેમજ દહીં ભેળવવું. આ મિશ્રણને ચહેરા પર લગાડી ૧૫ મિનીટ બાદ ધોઇ નાખવું. જેથી ચહેરાની ત્વચા મુલાયમ થશે.

ત્વચાનો વાન નિખારવા માટે લીંબુના રસને ચહેરા પર લગાડવો. લીંબુના રસમાં ટામેટાનો રસ ભેળવી લગાડવાથી ત્વચા સ્વચ્છ થાય છે તેમ વાન નિખરે છે. 

પ્રોટીનથી ભરપુર તલના તેલમાં ચીકાશ નથી હોતી. તેને વાળમાં લગાડવાથી વાળની ચમક અને મજબૂતી વધે છે. નિયમિત રીતે તલના તેલને વાળમાં લગાડવાથી  વાળ અકાળે સફેદ થતા અટકે છે. 

અખરોટ સફેદ ડાગ માટે ફાયદાકારક સાબિત થયા છે. અખરોટનું નિયમિત સેવન સફેદ થઇ ગયેલી ત્વચાને મૂળ રંગમાં પાછી લાવવા મદદ કરે છે. 

ગુલાબજળ રંગ  નિખારવા માટે લાભદાયી છે. ગુલાબની પાંખડીઓને પાણી સાથે ભેળવી તેને વાટી પેસ્ટ બનાવવી પાણીમાં ભેળવવી. આ મિશ્રણ એક દિવસ રહેવા દેવું. ત્યાર બાદ આ પાણીથી ચહેરો ધોવાથી ત્વચા ગુલાબી થાય છે તેમજ વાન નિખરે છે. 

કાકડી ત્વચા માટે ફાયદાકારક સાબિત થઇ છે. તેના ઉપયોગથી આંખ પાસેના કાળા કુંડાળા અને પફનેસ તેમજ આંખ પાસેના સોજાથી છુટકારો મળે છે. કાકડીના પૈતા  આંખ પર પેડની માફક ૨૦ મિનીટ માટે  મુકવા. 

પપૈયમાં વિટામિન એ ભરપુર માત્રામાં સમાયેલું છે. તેમાં એન્ઝામાઇન હોય છે જે પેપિનના નામે ઓળખાય છે. પપૈયાના ગરને તવ્ચા પર લગાડવાથી  મૃત ત્વચા દૂર થાય છે. તેની છાલને ચહેરા પર ઘસી પાંચ મિનીટ બાદ ચહેરો ધોઇ નાખવાથી ત્વચા મુલાય મ થાય છે.  હળદરનું સોંદર્ય પ્રસાધનમાં મહત્વનું સ્થાન છે. હળદરમાં કાકડી અને  લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડવો  ૧૫ મિનીટ બાદ ચહેરો સ્વચ્છ  કરવો .  નિયમિત કરવાથી ત્વચાના વાનમાં થતા ફરક જોવા મળશે. 

લીંબુ ખીલની સમસ્યા દૂર કરવા માટે જાણીતું છે. તેને  ફેસપેક  તરીકે અથવા તો ચહેરા પર લગાડવાથી ત્વચા માટે  બ્લિચિંગજેવું કામ કરે છે. 

ચણાના લોટનો ફેસપેક ત્વચાને નિખારે છે. ચણાના લોટમાં દહીં, લીંબુનો રસ અને ચપટી હળદર ભેળવી પેસ્ટ બનાવવી. અથવા તો ચણાના લોટમાં બદામનો ભૂકો, લીંબુનો રસ,દૂધ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી ૨૦-૩૦ મિનીટ બાદ ધોઇ નાખવું. ત્વચાનો વાન નિખરે છે, ત્વચા પરનું વધારાનું તેલ શોષી લે છે. 

Read Also

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!