GSTV

પતિ કરવા લાગે ઈગ્નોર, તો આ રીતે કરો રોમાન્સ અને સાચવો સંબંધ

લગ્નના થોડા સમય પછી પત્નીઓની ફરિયાદ રહે છે કે તેમના પતિ ઈગ્નોર કરવ લાગ્યા છે. તેના તરફ હવે ધ્યાન પણ નથી આપી રહ્યા. જો તમારી પણ આજ ફરિયાદ હોય તો પહેલા એ કારણ શોધો. અને વિચારો કે કયા કારણોથી તમને ઈગ્નોર કરે છે. તમને પણ તમારા પતિ ઈગ્નોર કરી રહ્યા છે તો અપનાવો આ ટિપ્સ.


ક્વોલિટી ટાઈમ આપો
મોટાભાગના પતિ એટલા માટે પત્નીને ઈગ્નોર કરવાનું શરૂ કરી દે છે કેમકે તે આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે. તેમના પતિને ટાઈમ નથી આપી શકતી. તમારી સાથે પણ આ રીતે થતું હોય તો પતિ ઘરે આવે તે પહેલા બધા કામ પૂરા કરી લો. જેથી તમે તેમને ટાઈમ આપી શકો. એ ઉપરાંત અઠવાડિયામાં 2-3 વાર ફરવા જાવ.


સ્વાદિષ્ટ જમવાનું બનાવો
કહેવાય છે કે પતિના દિલનો રસ્તો તેના પેટથી જાય છે. તેના માટે તમારા પતિનું ધ્યાન તમારી તરફ ખેંચવા તેના લંચ બોક્સમાં મનપસંદ જમવાનું પેક કરો. જો તમે સમય ન હોવાથી સવારે ન બનાવી શકો તો સાંજે ડિનરમાં મનપસંદ જમવાનું બનાવો.
તેમના વખાણ કરો
પત્નીઓની જેમ પતિને પણ હક બને છે કે તે વખાણ સાંભળે. માટે સવારે ઊઠતી વખતે અને રાત્રે સૂતા સમયે તેમના વખાણ કરો. પ્રેમનો એકરાર કરો. તેમને જણાવો કે તેમના લીધે લાઈફ કેટલી સારી બની ગઈ છે.


રોમેન્ટિક બની જાવ
ઘરની જવાબદારી અને ઓફિસના વર્કને કારણે મોટાભાગના પતિ-પત્ની વચ્ચે તનાવ વધી જાય છે. તેના માટે રોમાન્સ જરૂરી છે. જો રોમાન્સની શરૂઆત પતિના કરે તો તમે પોતે કરી શકો.

Read Also

Related posts

ઘરમાંથી બહાર નીકળતા પહેલાં અજમાવો આ ઉપાયો, જરૂર મળશે સફળતા

Mansi Patel

પેટની ચરબી 10 જ દિવસમાં ઘટાડશે આ હોમમેડ ડ્રિન્ક, કમર થઇ જશે એકદમ સ્લિમ-ટ્રીમ

Bansari

શિયાળામાં દરરોજ કરો એક નારંગીનું સેવન, વજન ઘટાડવાથી લઈને આ સમસ્યાઓ માટે પણ છે ફાયદાકારક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!