GSTV
Home » News » પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

પગ દુખે ત્યારે ડૉક્ટર્સ તમને હૉટપૅક લગાવવાની કે શેક કરવાની સલાહ આપતા હોય છે.  પરંતુ શું તમે જાણો છો કે ગરમ શેક જેટલો ફાયદાકારક છે તેટલી જ અસર કોલ્ડ પૅકની પણ થાય છે. કોલ્ડપૅક એટલે કે બરફનો શેક, એનાથી સોજા ઝડપથી ઉતરી જાય છે. આવો શેક લેવા માટે બજારમાંથી કોલ્ડ પેક લાવીને લગાવી શકાય. એવું શક્ય ના હોય તો  બરફના ટુકડાને પાતળા કાપડમા કે ટોવેલમાં લપેટીને પણ શેક લઇ શકો છો. દુખાવો વધારે હોય તો દિવસમાં બે વાર આ શેક લો.

– મસાજ માટે સીઝનપ્રમાણે તેલ પસંદ કરો. જો સોજા હોય તો ત્યાં મસાજ કરવાની ના પાડવામાં આવે છે. દુખાવો થતો હોય તે જગ્યાની આસપાસ હળદરથી હળવા હાથે મસાજ કરી શકાય, શિયાળો આવી રહ્યો છે ત્યારે ગરમ એટલે કે સરસિયાના તેલથી શેક કરશો તો લોહીનો પ્રવાહ સરખો થઇ જશે.

– હળદરવાળું દૂધ પીવો. એમાં રહેલા દર્દ નિવારક ગુણોથી લાભ થશે. હળદર એન્ટી ઓક્સીડન્ડ પણ છે.

– ડાયેટમાં મેગ્નેશિયમયુક્ત એટલે કે કેળા, અખરોટ, લીલાં શાકભાજીનું સેવન અવશ્ય કરો.

Read Also

Related posts

વાસ્તુ ટિપ્સ: બેડરૂમમાં લગાવો આ તસવીરો, પતિ-પત્ની વચ્ચે વધશે પ્રેમ અને હૂંફ

Bansari

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!