GSTV

અંગ મચકોડાઇ જાય તો આ રીતે કરો ઇલાજ, જાણો તેના લક્ષણો

મોટા ભાગના  લોકોને  પથારીવશ થઈ ઠાગાઠૈયા કરવા પરવડી શકે એમ નથી, જેથી તેમણે  ડોક્ટરની  સલાહને  અવગણીને પણ પરાણે  કામે ચડવું પડે છે. કોઈ પણ   અસ્થિબંધ જ્યારે વધુપડતો   ખેંચાઈ જાય ત્યારે મચકોડ નિર્માણ થાય છે. મચકોડ અને અસ્થિભંગ વચ્ચેનો તફાવત એ છે કે  મચકોડમાં  સાંધાને  ટેકો આપતું અસ્થિબંધનમાં હાડકામાં  તિરાડ પડે છે અથવા તૂટે છે. આ બંને  એક્સ-રે થી શોધી શકાય છે. મચકોડથી પથારીવશ થવું પડે. પડવાથી, એકદમ ફરી જવાથી કે શરીર પર પ્રહાર થવાથી મચકોડ પેદા થાય છે, જે સાંધાને તેની સામાન્ય સ્થિતિમાંથી સ્થાનભ્રષ્ટ કરે છે. અને અસ્થિબંધનને ફાડી નાખે છે.અથવા વધુ પડતું ખેંચી નાખે છે.

જો કે મચકોડ શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે, તો પણ પગની ઘૂંટીમાં  થતો મચકોડ સર્વ સામાન્ય છે. આવા મરોડ દોડતી વખતે, ફરતી વખતે, પડવાથી અથવા કૂદકો માર્યા પછી જમીન પર પડવાથી પગની પાની અંદરની  બાજુએ વળી જવાથી  થાય છે. આ પ્રકારના મચકોડને ‘વિપરીત ઈજા’ કહેવાય છે.મચકોડ  થવા માટેનું  અન્ય એક સામાન્ય સ્થાન ઘૂંટણ છે. આ માટે પડવું કે ઘૂંટણ પર થતી ઈજા સામાન્ય રીતે કારણભૂત છે, જ્યારે કોઈ વ્યક્તિ  પોતાના હાથ વિસ્તારીને જમીન પર પડે ત્યારે હાથના કાંડામાં પણ મચકોડ થઈ શકે છે. મચકોડ થાય કે તરત જ ડોક્ટર પાસે ચેકઅપ માટે પહોંચી જવું.

મચકોડના લક્ષણો  આ મુજબ છે :

-ઈજા થયા પછી સાંધાની ફરતે દુખાવાનો અનુભવ થાય.

–  સાંધા પર સોજો  જોવામાં આવે.

– ઈજાગ્રસ્ત સાંધો હલાવી ન  શકાય.

– પહેલાં કેટલીક વાર ઈજાગ્રસ્ત થયેલાં સાંધા પર ફરી ઈજા થાય.

વર્ગ-૧ 

આ પ્રકારનો  મચકોડ અસ્થિબંધ વધુપડતું ખેંચાવાથી અથવા ફાટી જવાથી સાંધામાં કોઈપણ પ્રકારની  અસ્થિરતા પેદા થયા વિના થાય છે. આવા મચકોડવળી વ્યક્તિ સૌથી ઓછો દુખાવો તથા  સોજો અનુભવે છે, જેમાં સાંધાની કાર્યક્ષમતામાં  અતિઅલ્પ અથવા જરાપણ ઘટાડો  થતો નથી.

વર્ગ-૨ 

આ પ્રકારના મચકોડ અસ્થિબંધના થોડા વધુ પણ અપૂર્ણ રીતે ફાટવાથી થાય છે, જેમાં ઉઝરડા, મર્યાદિત દુખાવો  તથા સોજો જણાય છે, આવા  મચકોડવાળી   વ્યક્તિને અસરગ્રસ્ત સાંધા પર વજન લાવતાં સામાન્ય રીતે વધુ મુશ્કેલી પડે છે, અને સાંધાની કાર્યક્ષમતામાં  પણ  થોડો ઘટાડો થાય છે.

વર્ગ-૩

મચકોડમાં  અસ્થિબંધ સંપૂર્ણ રીતે તૂટી અથવા ફાટી જાય છે.  આથી સામાન્ય રીતે તીવ્ર દુખાવો, સોજો અથવા ઉઝરડો થાય છે અને સાંધા પર વજન લાવવું અશક્ય બને છે. અસ્થિભંગની શક્યતા ચકાસવા એક્સ-રે લેવામાં આવે છે.જો કે આ માટે કોઈ સંપૂર્ણ મચકોડ પ્રતિશોધક પધ્ધતિ અસ્તિત્ત્વમાં નથી, પરંતુ ડોક્ટરના જણાવ્યા પ્રમાણે કેટલીક સ્નાયુ દ્રઢીકરણ કસરતો મદદરૃપ થઈ શકે છે. આવી  કસરતો દ્વારા આપણા સ્નાયુઓ તથા સાંધાઓને એકીસાથે કેળવીને મરોડ અટકાવી શકાય છે.

 મચકોડનો ઉપચાર

મચકોડ થાય ત્યારે  લોકો ઊંટવૈદુ અજમાવતાં  હોય  છે, જે ફાયદો કરવાને બદલે વધુ નુકસાન કરે છે. લોકો મચકોડવાળા સ્થાન પર ગરમ પાણી નાખતા હોય છે જેથી એ વધુ વકરી જાય છે.  મચકોડના શ્રેષ્ઠ ઉપચાર તરીકે તેઓ આરઆઈસીઆઈ  અર્થાત્   રેસ્ટ (આરામ  કરવો) આઈસ (બરફ ઘસવો) કોમ્પ્રેશન (ં સંકોચન) અને એલિવેશન (ઉંચકવું) પધ્ધતિ અજમાવે  છે. મકચોડનો ઉપચાર તેઓ ત્રણ તબક્કામાં  કરે છે.

પ્રથમ તબક્કો :

આમાં સૌપ્રથમ મચકોડવાળી જગ્યા પર  બરફ ઘસવામાં આવે છે અને એ ભાગ પર પટ્ટો બાંધવામાં આવે છે. વધુ દુખાવો થાય તો પેઈન કિલર લઈ શકાય છે.

દ્વિતીય તબક્કો :

મચકોડ થતા દુખાવાની તીવ્રતા પ્રમાણે  આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. જો મચકોડ સામાન્ય  હોય તો એક સપ્તાહની અને મકચોડની  તીવ્રતા વધુ હોય તો ત્રણ સવ્તાહનો આરામ તથા ‘થેરાબેન્ડ’ જે એક મોટા રબ્બરના  પટ્ટા જેવો દેખાય છે એ બાંધવામાં  આવે છે.  આ બેન્ડ અસરગ્રસ્ત  સ્નાયુ તથા અસ્થિબંધનની મજબૂતાઈથી વધારવા માટે કરવામાં આવે છે.

તૃતીય તબક્કો :

છેલ્લા તબક્કામાં સ્નાયુની  મજબૂતાઈ વધારવા  ફિઝિયોથેરપીસ્ટે ભલામણ કરેલી અમુક કસરતો  કરવામાં આવે છે.

Read Also

Related posts

કોરોના સામે લડવા માટે ભારતમાં 49 દિવસ સંપૂર્ણ રીતે દેશવ્યાપી લોકડાઉન આપો, આ યુનિ.ની સરકારને ભલામણ

pratik shah

લૉકડાઉન ઇફેક્ટ: વધી જશે તમારા પ્રીપેડ પ્લાનની વેલીડીટી, TRAIએ ટેલિકોમ કંપનીઓને લખ્યો પત્ર

Bansari

કોરોના: આગામી 3 દિવસો સુધી સજ્જડ બંધ રહેશે દેશનું આ શહેર, જરૂરિયાતનો સામાન પણ નહીં મળે

Karan
Do NOT follow this link or you will be banned from the site!