GSTV
Home » News » ઝડપથી પ્રેગ્નન્સી ઇચ્છતી સ્ત્રીઓ ન ભૂલે આટલી વાત

ઝડપથી પ્રેગ્નન્સી ઇચ્છતી સ્ત્રીઓ ન ભૂલે આટલી વાત

કોઈ પણ સ્ત્રી લગ્ન કરે ત્યારે તેની મહેચ્છા હોય છે કે તેનું બાળક હોય અને તે એક પત્નીની સાથે માતા પણ બને. જોકે આજના સમયમાં  કરિયર સાથે જોડાયેલી યુવતીઓ મોડા લગ્ન કરે છે અને તેમને ફર્ટિલિટી પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. પરંતુ જે યુવતીઓ માતા બનવા માંગે છે તેઓ જો કેટલીક બાબતોનું ધ્યાન રાખે તો જલદીથી  માતા બની શકે છે. જે યુવતીઓ ઝડપથી માતા બનવા માંગે છેતેમણે કેટલીક પ્રાથમિક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે હેલ્ધી ખોરાક અને લાઇફ સ્ટાઇલ

જો તમે ઝડપથી કન્સીવ કરવા માંગતા હો તો સૌ પ્રથમ તો તમારે ડોક્ટરની જ મુલાકાત લેવી જોઈએ મોટા ભાગની સ્ત્રીઓ કંસીવ કરે ત્યારે અથવા તો લાંબા સમય સુધી કન્સીવ ન કરી શકે ત્યારે જ ડોક્ટરની મુલાકાત લે છે, પરંતુ આમ ન કરવું જોઈએ.

તમે કંસીવ કરવા માંગો તે પહેલા જ ડોક્ટરની મુલાકાત  લો અને તમારું શારિરીક સ્વાસ્થય કેવું છે તે અંગે ડોક્ટર પાસેથી માહિતી મેળવી.

ડોક્ટર જો ઓલ વેલનો રિપોર્ટ આપે તો વાત આવે છે હેલ્ધી ખાણીપીણીની

તો તમે રેષાયુક્ત આહારથી શરૂઆત કરો.

કોબી, પાલક ઉપરાંત આખા ધાન્ય મલ્ટિગ્રેઇન બ્રેડ, લીલા શાકભાજી તમામ પ્રકારનો સંતુલિત આહાર લેવાનું શરૂ કરવું જોઈએ.

તેમજ વિટામીન સી યુક્ત આહાર જેમ કે નારંગી, મોસબી, આંબળા નિયમિત લેવા જોઈએ તેનાથી માસિક નિયમિત રહે છે અને પ્રેગ્નન્સી રાખવામાં મદદ થાય છે.

ફણગાવેલા કઠોળને પણ આહારમાં નિયમિત પ્રમાણમાં સામેલ કરો.

સાથે જ હળદર ઉપરાંત સૂકો મવો પણ નિયમિત થોડ઼ો થોડો લેવો જેથી તમારું સ્વાસ્થ્ય જળવાય અને શરીર સ્વસ્થ રહે

આ તમામ નાની નાની બાબતો તમને  કન્સીવ કરવામાં તેમજ સ્ફુર્તિભર્યા રાખવામાં મદદ કરે છે.

Related posts

સ્માર્ટફોનનો વધુ ઉપયોગ નોતરી શકે છે આ ગંભીર બિમારીઓ, થઈ જાવ સાવધાન!

pratik shah

ઘણી બિમારીઓનું રામબાણ ઈલાજ છે આમળા, જાણો તેનાં ગુણકારી ફાયદાઓ

pratik shah

ગરમ-ગરમ દૂધ પીવાના આટલા ફાયદા નહીં જાણતા હોવ, જાણશો તો આજથી જ પીવા લાગશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!