GSTV

Beauty/ સ્કિન ટાઈપ પ્રમાણે જાણો કયા છે હોમ મેડ સ્ક્રબ બેસ્ટ, માત્ર થોડા જ સમયમાં તમારા ચહેરા પર આવી જશે ચમક

સ્ક્રબ

ધૂળ-માટી અને પ્રદુષણના કારણે આપણી સ્કિનના પોર્સમાં ગંદકી જામી જાય છે અને ધીરે-ધીરે ચહેરા પર ડેડ સ્કિનની લેયર બની જાય છે અને આપણો ચહેરો નેચરલ ગ્લો ગુમાવી બેસે છે. એવામાં ત્વચાની ડેડ સ્કિનને હટાવવા માટે સ્ક્રબ કરવું ખુબ જરૂરી છે. ત્વચા ડેડ સ્કિનને હટાવવાથી આપણો ચહેરો નેચરલ ગ્લો મેળવી લે છે. જો તમે સ્ક્રબિંગ કરવાનું વિચારી રહ્યા છે તો સ્કિન ટાઈપ હિસાબો સ્ક્રબ કરો. તમે ઈચ્છો તો ઘરે પણ સ્ક્રબિંગ કરી શકો છો. અમે તમને ટાઈપના હિસાબે સ્ક્રબ રેસીપી જણાવીશુ જેને તમે ઘરે બેઠા સરળતાથી ટ્રાય કરી શકો છો. આવો જાણીએ હોમ મેડ સ્ક્રબ અંગે.

ડ્રાય સ્કિન હોમ મેડ સ્ક્રબ

જો તમારી સ્ક્રીન ડ્રાય છે તો એવી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ જે તમારા ચહેરાના મોશ્ચરાઇઝ કરી શકે. એને બનાવવા માટે એક ટેબલસ્પૂન કોફી પાવડરમાં અડધી ચમચી મધ, દેશી ઘી અને પાણી ભેળવી ગરગરુ પેસ્ટ બનાવો. આ પેસ્ટને લગાવ્યા પછી હળવા હાથે 4થી પાંચ મિનિટ સુધી મસાજ કરો અને પછી પાણીથી ધોઈ નાખો.

નોર્મલ સ્કિન

જો તમારી નોર્મલ સ્કિન છે તો તમે કોઈ પણ પ્રકારના સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. તમારા ચહેરાનો ગ્લો વધારવા માટે બ્રાઉન સુગર અને ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. આ સ્ક્રબ તમારી સ્કિન ટાઈપના હિસાબે એકદમ બેસ્ટ છે. આ બંને વસ્તુને ભેળવી પેસ્ટ બનાવો અને ચહેરા પર હળવા હાથે મસાજ કરો. એમાં સુગર ત્વચાના પોર્સને સદ્ કરશે અને તેલ ચારહેરાની ચમક પરત લાવશે. થોડા સમય પછી ગરમ પાણીથી ધોઈ નાખો.

ઓઈલી સ્કિન

જે લોકોની ઓઈલી સ્કિન છે તેઓએ વધુ સ્ક્રબ કરવાની જરૂરત નથી. પરંતુ ચેહરા પર ડેડ સ્કિન હટાવવા માટે સ્ક્રબિંગ ફાયદાકારક હોય છે. જો તમારી ઓઈલી સ્કિન છે તો દહીં, ઓટમીલ્સ અને મધનું પેસ્ટ તૈયાર કરો જે ચહેરા અને ગળા પર 10 મિનિટ લગાવી રાખો. ત્યાર પછી આંગળીઓ ફેરવી હળવા હાથે સ્ક્રબ કરો અને ઠંડા પાણીમાં ધોઈ નાખો.

સેન્સિટિવ સ્કિન

સેન્સિટિવ સ્કિનનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કારણ કે એવી સ્કીનને વધુ કેરની જરૂરત હોય છે. જેમાં લોકોની સ્કિન સેન્સિટિવ હોય છે. તેઓ સ્ક્રબ કરવાથી બચે છે. જો તમારી ત્વચા પર ડેડ સ્કિન છે તો એને હટાવવું માટે માઈલ્ડ સ્ક્રબ કરી શકાય છે. માઈલ્ડ સ્ક્રબ માટે લોટના ચોકરમાં એલોવેરા જેલ અને મધ નાખી પેસ્ટ તૈયાર કરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર લગાવ્યા પછી હળવા હાથે મસાજ કરો. થોડા સમય પછી ઠંડા પાણીએ ધોઈ નાખો.

Read Also

Related posts

તામિલનાડુ : ભાજપને નથી રસ કારણ કે નથી વાગતો ગજ, આ પાર્ટીનો છે અહીં રહે છે દબદબો

Karan

વેપારીઓનું ભારત બંધ: શશિ થરૂરે દોરડા વડે ઓટો રીક્ષા ખેંચી વિરોધ નોંધાવ્યો, કેરલમાં વિરોધનો છે આવો નજારો

Pravin Makwana

ખાસ વાંચો / હવે જનમતાની સાથે જ બની જશે નવજાતનું આધાર કાર્ડ, જાણો સમગ્ર પ્રક્રિયા…

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!