GSTV
Auto & Tech Trending

કામની વાત/ Electric Vehicle ખરીદતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, તમારા માટે ફાયદાકારક સાબિત થશે

વાહન

Tips Before Buying a Electric Vehicle: ઇલેક્ટ્રિક વ્હીકલની ડિમાન્ડ દિવસેને દિવસે વધી રહી છે. ઑટો મોબાઇલ મેન્યુફેક્ચર કંપનીઓ પણ આ સેગમેન્ટ પર ખાસુ ધ્યાન આપી રહી છે. કંપનીઓને પણ લાગે છે કે આવનારુ ભવિષ્ય ઇલેક્ટ્રિક કારોનું જ છે.

ઇલેક્ટ્રિક વ્હીકલના ફાયદા

સરકાર પણ પ્રદૂષણથી બચવા માટે ઇલેક્ટ્રિક વાહનો લાવવા ઇચ્છે છે. ઇલેક્ટ્રિક કારની સૌથી મોટી ખાસિયત એ છે કે ગ્રાહકોએ વારંવાર ઇંધણ ભરાવાથી છુટકારો મળી જાય છે. ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન પર થોડી જ વારમાં કાર ચાર્જ થઇ જાય છે અને આ ઇંધણના મુકાબલે ઘણુ સસ્તુ પણ પડે છે.

ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

જો તમે પણ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો તેની પહેલા કેટલીક વાતોનું ધ્યાન આપવુ જરૂરી છે. સૌપ્રથમ તમને તે વાતની જાણકારી હોવી જોઇએ કે જે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું તમે વિચારી રહ્યાં છો તેની બેટરી કેપેસિટી શું છે. બેટરી જેટલા વધુ વૉટની હશે તેટલો જ વધુ ફાયદો મળશે.

બેટરી સ્ટ્રોંગ હોય તો કિલોમીટર રેન્જ પર ધ્યાન આપવુ જરૂરી છે. એટલે કે એકવાર ફુલ ચાર્જ કરવા પર કેટલી માઇલેજ આપે છે. 60થી 120 કિલો મીટરની માઇલેજ આપતા ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં ઉપલબ્ધ છે. તમે તમારા બજેટ અનુસાર વાહનનું સિલેક્શન કરી શકો છો.

તમે ટુ વ્હીલર ખરીદી રહ્યાં હોય કે ફોર વ્હીલર તેવામાં ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદતી વખતે ફીચર્સ પર પણ ધ્યાન આપો. વાહનમાં આ તમામ વસ્તુઓને પરખ્યા બાદ કંપનીની તમામ સર્વિસ, પોલીસી અને તેની વોરન્ટીનું ધ્યાન જરૂર રાખો. પરિણામે કાર સર્વિસ માટે કંપનીનું સર્વિસ સેન્ટર છે કે નહી.

Read Also

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV