હવે તમે આ રીતે ફ્રી વાઈ-ફાઈને શોધી શકશો, આ છે ત્રણ પદ્ધતિ

આમ તો ઈન્ટરનેટ પેકની કિંમત હવે વધારે નથી, પરંતુ ફ્રીમાં મળતી ચીજ વસ્તુઓ કોને પસંદ હોતી નથી. હવે વાત ફ્રી વાઈ-ફાઈની જ કેમ ના હોય. આમ તો રેલવે સ્ટેશન જેવા સાર્વજનિક સ્થાનો પર ફ્રી વાઈ-ફાઈની સેવા મળી રહીં છે, પરંતુ કેટલીક વખત આપણે એવી જગ્યાએ હોતા નથી અને આપણને ઈન્ટરનેટની વધારે જરૂરિયાત ઉદ્ભવે છે. એવામાં અમે તમને આજે ફ્રી વાઈ-ફાઈને જાણવાના 3 વિકલ્પો જણાવીએ છીએ.

WeFi

વેફી એક એપ છે, જે તમને તમારી આજુબાજુની રહેલા ફ્રી વાઈ-ફાઈનું એડ્રેસ બતાવે છે. આ એપની સૌથી મહત્વની વાત એ છે કે જો આ એપ તમારા ફોનમાં છે તો તમારો ફોન જાતે જ ફ્રી વાઈ-ફાઈ સાથે કનેક્ટ થઈ જશે, જેના માટે તમારે સર્ચ કરવાની જરૂર નથી. તેને તમે પ્લે-સ્ટોરમાંથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.

ફેસબુક

તમે તમારા ફેસબુક એપ દ્વારા પણ ફ્રી વાઈની ભાળ મેળવી શકો છો. જેના માટે ફેસબુક એપની જમણી બાજુમાં દેખાઈ રહેલા ત્રણ ડૉટ પર ક્લિક કરો. હવે નીચે સ્ક્રૉલ કરવાથી ફાઈન્ડ Wi-Fiનુ ઑપ્શન દેખાશે. તેના પર ક્લિક કરવાથી તમને ફ્રી વાઈ-ફાઈની આખી યાદી દેખાશે.

Instabridge

Instabridge પણ એક એપ છે,  જેની મદદથી તમે પબ્લિક વાઈ-ફાઈ સાથે જોડાઈ શકો છો. આ એપની ખાસિયત છે કે આ સૌથી ફાસ્ટ નેટવર્કને ક્નેક્ટ કરે છે. આ સિવાય જો નેટવર્ક મળતુ નથી તો આ એપ ઑટો મોબાઈલ નેટવર્ક પર આવી જાય છે, જેનાથી કનેક્ટિવિટી જળવાઈ રહે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter