GSTV

Tinder / ‘એ સમયે તો હું શરમાઈને ટમેટા જેવી થઈ ગઈ હતી!’: વિશ્વની સૌથી પોપ્યુલર ડેટિંગ એપ પર ગુજરાતીઓને થઈ રહ્યા છે કેવા અનુભવો?

Last Updated on July 14, 2021 by Lalit Khambhayata

ટિન્ડર (Tinder) જગતની સૌથી પોપ્યુલર ડેટિંગ એપ છે. અહીં યુવક-યુવતીઓ પોતાની પસંદના સાથીદારો શોધવા પ્રયાસ કરતા રહે છે. એ પછી યુવક-યુવતીઓ પોતાના સબંધો ભવિષ્યમાં આગળ લઈ જઈ શકે છે. હજારો ગુજરાતી યુવક-યુવતીઓ પણ આ એપ વાપરે છે. તેમાંથી બે અનુભવો અહીં રજૂ કર્યા છે.

પલક અને ધૈર્યાહ : ધૈર્યાહ મારા જીવનમાં આવ્યો ત્યારથી મારી પ્રાથમિકતા બદલાઈ ગઈ

“પાંચ વર્ષ પહેલા, હું એક અત્યંત દુઃખદ બ્રેકઅપમાંથી પસાર થઈ હતી અને એક નવી શરૂઆત ઇચ્છતી હતી. એક મિત્રએ મને ટિન્ડર પર પ્રયત્ન કરવા સુચવ્યું, તો એક દિવસ હોસ્પિટલમાં રાતની શિફ્ટ દરમિયાન મેં એપ ડાઉનલોડ કરી. ઘણા બધા લેફ્ટ સ્વિપ્સ બાદ, મારી સામે ધૈર્યાહનું પ્રોફાઈલ આવ્યું: તેના બાયોડેટાએ મારી નજર ખેંચી અને ‘બાઝિંગા’!- બિગ બેંગ થીઅરીનો એક મસ્તીભર્યો રેફન્સ યાદ આવ્યો! તુરંત જ મેં તેના પર રાઈટ સ્વિપ કર્યું અને અમારું મેચ થયું. રાતના 2 વાગ્યા હતા, તો મને હતું કે, તેના મેસેજ માટે મારે સવાર સુધી રાહ જોવી પડશે, પણ થોડી જ મિનિટમાં મારા મોબાઈલની સ્ક્રીન ફ્લેશ થઈ- ‘અપ સો લેટ?’ એ હતો! અમે લગભગ 1 કલાક સુધી ચેટ કરી, તેને મને કહ્યું કે, તે એક નાઈટ આઉટ પર છે અને એ થોડો નશામાં છે. બીજા દિવસે સવારે તેને મને ટેક્સ્ટ કર્યું કે, ‘ગત રાત્રે હું કંઈ વધુ બોલી ગયો હોત તો, મને માફ કરી દેજે!”

ત્યાથી જ અમારી શરૂઆત થઈ! અમારી બંને વચ્ચે સમાનતાનું લિસ્ટ એટલું લાંબું હતું કે, અમારી વાતો ક્યારેય ઓછી થઈ જ નહીં. અમારો ગેમિંગ માટેનો પ્રેમ, માર્વેલ અને ચા. એ જાણીને આનંદ થયો કે, હું કોઈ એવા વ્યક્તિને ઓળખું છું, જેને બધી જ બાબત મારા જેવી જ ગમે છે! એક સપ્તાહની ટેક્સ્ટિંગ બાદ, તેને મને ચા માટે મળવાનું કહ્યું.

ધૈર્યાહની સાથેની મુલાકાતમાં મને એવું લાગ્યું કે, હું ઘણા સમયથી ખોવાયેલા કોઈ મિત્રને મળી છું, અમે તુરંત જ એકબીજાને પસંદ આવી ગયા! તે ખૂબ જ સુંદર હતો કે, હું મારા સ્મિતને રોકી ના શકી!

ચા પછી અમે એક ડ્રાઈવ પર ગયા. તેને મારા માટે તૈયાર કરેલું જૂના હિન્દી ગીતોના એક પ્લે લિસ્ટમાંથી મારા પસંદગીના ગીતો વગાડ્યા. એ સમયે તો હું શરમાઈને ટમેટા જેવી થઈ ગઈ હતી! અમે સમજીએ એ પહેલા જ, ચાની ડેટ્સએ ડિનરમાં બદલાઈ ગઈ, મિત્રોની સાથે ફરવા જવું, શોપિંગ ટ્રિપ્સ પર અને બીજું ઘણું! દરરોજ એકબીજાને મળવા માટે અમને કોઈને કોઈ કારણ જોઈતું હતું- પછી તે લેટ નાઈટ મૂવી હોય કે, કોઈ તુરંત નક્કી કરેલું આર્કેડ ગેમિંગ કોન્ટેસ્ટ હોય. તેની સાથે હું મારી જાતને ખૂબ જ જીવંત અનુભવતી હતી. મારા ભૂતકાળના તૂટેલા દિલ વિશે તેને મને ભૂલાવી દીધું હતું!

દોઢ વર્ષના ડેટિંગ દરમિયાન અમે એકબીજાને ચાહવા લાગ્યા, પણ બંનેમાંથી કોઈએ સ્વિકાર ન’તો કર્યો. તેની સાથે સંબંધ બગડવાનો ડર હતો, હું પણ તેને મિત્રતાથી વધુ કંઈ માનતી ન હતી.

હું હંમેશા ઇચ્છતી હતી કે, મારું માસ્ટર હું વિદેશમાં જઈને કરું, પણ જ્યારથી ધૈર્યાહ મારા જીવનમાં આવ્યો હતો, મારી પ્રાથમિક્તા બદલાઈ ગઈ હતી. તેને મારા પ્લાનને દિલથી સહકાર આપ્યો, પણ ક્યાંક છાને ખૂણે હું પણ જાણતી હતી કે, આ વાત તેને ખૂંચે છે. ત્યારે જ અમને એકબીજાના પ્રેમની અનુભૂતિ થઈ. એક રાતે, મેં તેને કહ્યું કે, હું તેની સાથે રહીને ભારતમાં જ અભ્યાસ કરવાનું પસંદ કરીશ. તેને પણ ચિંતા હતી, તેથી તેને પૂછ્યું પણ ખરા કે, ‘તું કરી શકીશ?’ અને મેં કહ્યું કે, ‘મારા માટે તું મહત્વનો છે’

એ મારો શ્રેષ્ઠ નિર્ણય હતો. ધૈર્યાહ અને મારી એક વર્ષથી સગાઈ થઈ ગઈ છે અને હવે આગામી મહિને લગ્ન કરવાના પ્રયત્ન છે! દિવસેને દિવસે અમારો પ્રેમ વધી રહ્યો છે. એ અમારા નસીબ હતા કે, અમે મળ્યા. કોણ જાણતું હતું કે, મારો પ્રથમ જ મેચ મારા ભવિષ્યનો પતિ બનશે!’

વનિતા અને પ્રશાંત : તેણે અમારી પ્રથમ ડેટ પર ટ્રેક પેન્ટ અને ટી-શર્ટ પહેર્યું હતું!

“બે વર્ષ પહેલા મારા જીવનનો સૌથી નબળો તબક્કો હતો. હું બે નોકરીની વચ્ચે દોડાદોડી કરી રહી હતી, જેમાં સામાજિક જીવન કંઈ જ ન હતું, હું તેમાંથી નિકળવા ઇચ્છતી હતી. હું ટિન્ડર પર હતી, પણ પ્રશાંતને મળ્યા પહેલા એક વર્ષ પહેલા તેમાંથી નિકળી ગઈ હતી. તેનો પ્રોફાઈલ ટ્રાવેલના ફોટાથી ભરેલો હતો અને બાયોડેટામાં વાંચ્યું કે, ‘મારા દાદા-દાદી ટિન્ડર પર મળ્યા હતા!’મેં વાંચ્યું અને રાઈટ સ્વિપ કર્યું. મેચ થઈ ગયું અને અમે પૂરો દિવસ વાત કરી! અમે ટ્રાવેલિંગ પ્રત્યેના અમારા પ્રેમથી જોડાયા, તેને મને દેહરાદૂનની તેની ટ્રીપની વાતો કરી અને મેં તેની સાથે મારી ટ્રાવેલિંગની વાતો કરી.

પ્રશાંતનું જીવન ખૂબ મજાનું હતું: એક એન્જિનિયર તરીકે તેનું પોસ્ટિંગ ત્રિપુરામાં થયું હતું અને તેને દર બીજા મહિને અમદાવાદથી ત્યાં મુસાફરી કરવાની હતી. અમે જ્યારે મળ્યા ત્યારે તે શહેરમાં જ હતો, તો 4 દિવસ બાદ, મારી ઓફિસની શિફ્ટ અડધી રાત્રે પૂરી થઈ ત્યાંથી તે મને લેવા આવ્યો. તે એક ડેટ હતી, પણ તે તેની સાથે તેના એક ફ્રેન્ડ અને તેના ફ્રેન્ડની ગર્લફ્રેન્ડને લાવ્યો હતો! તે મને થોડો સામાન્ય અનુભવ કરાવવા ઇચ્છતો હતો, પણ હું ત્રાસી ગઈ! ઉપરાંત મને એ વાત પણ થોડી ખૂંચી કે, તેને અમારી પ્રથમ ડેટ પર ટ્રેક પેન્ટ અને ટી-શર્ટ પહેર્યું હતું! તો મને એવું જ લાગ્યું કે, ઓનલાઈન જે અજીબ છોકરાઓ હોય તેમાંનો એક છે અને તેથી જ મેં તેને ફરીથી ક્યારેય નહીં મળવાનું નક્કી કર્યું.

તેમ છતા તે સતત મને મારા દિવસની નિયમિતતા વિશે પૂછતો. હું તેના ફોન અને ટેક્સ્ટને નહીં જોવા માટે કોઈને કોઈ બહાનું કાઢતી, પણ તે અટક્યો નહીં. તેની આ જ બાબતે મને તેના તરફ ખેંચી અને પછી લગભગ સપ્તાહના સમયમાં જ હું તેની સાથે જોડાઈ. તે મારા આખા દિવસના કામની નાનામાં નાની બાબતોને શાંતિથી સાંભળતો અને મારા જીવનની દરેક નાનામાં નાની બાબતોમાં રસ લેતો. મારા ખરાબ દિવસોમાં પણ તેને મને હસાવી છે. એક વખત તેને મને કહ્યું કે, ‘આ પહેલા મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી’ અને તેથી જ તેને ખબર ન હતી કે પ્રથમ ડેટ પર છોકરીની સાથે કઈ રીતે વર્તન કરવું જોઈએ! તેની પ્રમાણિક્તા મને સ્પર્શી ગઈ. અને મને લાગ્યું કે, મેં બહું જલ્દી તેના વિશે કોઈ અભિપ્રાય બાંધી લીધો હતો.

પણ જ્યારે તે ત્રિપુરા પાછો ગયો. મેં તેને ખૂબ જ યાદ કર્યો, તો મેં જ તેને પૂછ્યું કે, શું આપણે એક બીજી ડેટ પર મળી શકીએ. થોડા અઠવાડિયા બાદ અમે ચૂપચાપ દિલ્હીમાં મળ્યા. જે સમયે અમે એકબીજાને જોયા ત્યાં જ કામદેવના બાણ વાગ્યા!ત્યારપછીના 10 દિવસ, અમે સમગ્ર ઉત્તરાખંડ ફર્યા, અને મારું લિસ્ટ પૂરું કર્યું. અમારી પ્રથમ ડેટ વિશેની સ્થિતિ પર હસ્યા અને એ વખતે તેને મને તેના માટે ખરીદી કરવાનો મોકો આપ્યો!

એ જ સમયે મારા માતા-પિતા પણ મારા માટે છોકરો શોધી રહ્યા હતા. પ્રશાંતે સ્વિકાર્યું કે, ‘એ મને નહીં છોડે’ અને અંતે તેને મને ફોન કોલ પર જ પ્રપોઝ કર્યું!અમને એકબીજાની સાથે ફક્ત 6 મહિના જ થયા હતા, તો, મેં અમારા ભવિષ્ય માટે મેં કંઈ વધુ વિચાર્યું પણ ન હતું, પણ હું તેને જાણતી હતી- તોં મેં હા કહી!

એક વર્ષથી અમારા ખુશાલ લગ્ન જીવનને અમે માણી રહ્યા છીએ!અમારા લગ્નએ લાંબા અંતરના પણ બની ગયા છે, એ એક મહિના કામના લીધે ત્રિપુરા હોય છે અને ત્યારબાદ પછીનો મહિનો મારી સાથે અહીં અમદાવાદમાં વિતાવે છે. પણ તે અમારા જીવનને થોડું વધુ ખાસ પણ બનાવે છે. ક્યારેક આ વિચારીને જ ખૂબ હાસ્યાસ્પદ લાગે છે કે, જેને પ્રથમ ડેટ પછી ક્યારેય જોવા પણ ન’તી ઇચ્છતી એ આજે મારા પતિ છે. તે પ્રથમ વખતમાં જ સારા દેખાવ અંગે નથી વિચારતો, પણ તે લાંબાગાળાના સંબંધમાં માને છે!”

Read Also

Related posts

Travel Diary-7 / આગળ હવે ઊંચાઈ પર જવાનું હોવાથી બાઈકના કાર્બોરેટરમાં એર સેટિંગ કરાવવાનું જરૂરી હતું

Lalit Khambhayata

મોટર ઇન્શ્યોરન્સ / શું કુદરતી આફતના કારણે કારને થતા નુકશાન પર મળે છે ક્લેમ? જો નથી તો આ આર્ટિકલ તમારા માટે જ છે

Zainul Ansari

વાહનચાલકોને સરકારે આપી મોટી રાહત: ડ્રાઈવીંગ લાયસન્સ, આરસી, ફિટનેસ સર્ટિફિકેટ સહિતના આ નિયમોમાં આપી સપ્ટેમ્બર સુધીની છૂટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!