સતત પાંચ વર્ષ સુધી ટીના દત્તાનાં બોયફ્રેન્ડે તેનાં પર……કર્યો મોટો ખુલાસો

વિખ્યાત અભિનેત્રી ટીના દત્તા કે જેમણે લાખો પ્રેક્ષકોના હૃદય જીત્યા છે. તેમણે પોતાની સાથે ઘરેલું હિંસા થઈ એની વાત સામે મુકી છે. તાજેતરમાં એક મુલાકાતમાં તેણે કહ્યું કે તે પાંચ વર્ષથી ઘરેલુ હિંસાનો ભોગ બની ચૂકી છે. આ નિવેદનની ઘણી ચર્ચા થઈ રહી છે. ટીના દત્તા ટૂંક સમયમાં જ ભયાનક શો ‘ડાયન’માં જોવા મળશે. આ સંદર્ભમાં, તેમણે મીડિયા સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન, તેમણે જાહેર કર્યું કે તે પાંચ વર્ષ સુધી એવા સંબંધમાં રહેલી છે કે જ્યાં તેને ઘરેલું હિંસાનો ભોગ બનવું પડ્યું હતું.

તે તેના બોયફ્રેન્ડ સાથે પાંચ વર્ષથી સંબંધમાં હતી. આ સમય દરમિયાન બોયફ્રેન્ડે ટીના સાથે ગણી વખત ઘરેલુ હિંસા કરી હતી. તેના મુદ્દાને વિગતવાર સમજાવતા કહ્યું કે બોયફ્રેન્ડ સાથેના સંબંધોને બચાવવા માટે દરેક પ્રયાસ કર્યા છે. તેનો માર પણ ખાધો હતો. ટીનાએ કહ્યું કે- હું તેની સાથે રહેવા માંગતી હતી કારણ કે હું તેને પ્રેમ કરતી હતી.

પરંતુ જ્યારે તેના બોયફ્રેન્ડે તેમના મિત્રો સામે મને માર માર્યો ત્યારે મને લાગ્યું કે હવે આ સંબંધને સમાપ્ત કરવો એ જ વધુ સારું છે. ટીનાના હોરર શો ‘ડાયન’ વિશે વાત કરતા કહ્યું હતું કે તે આ શોમાં લાંબા સમય પછી પરત આવી રહી છે. એકતા કપૂર આ શોના નિર્માતા છે. લગભગ 52 એપિસોડ્સ છે. શોમાં સસ્પેન્સ અને થ્રિલર સાથે ડર જોવા મળશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter