GSTV

HIVથી બચી ઇતિહાસ સર્જનારને આ રોગ ભરખી ગયો, 54 વર્ષે જ થઈ ગયું મોત

HIV સંક્રમિત અને ત્યાર પછી સાજો થઇ ઇતિહાસ રચનાર વિશ્વનો પ્રથમ પુરૂષ ટિમોથી રે બ્રાઉન આજે 54 વર્ષની વયે ગુજરી ગયો હતો. કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ ખાતે આવેલા તેના મકાનમાં જ એ ગુજરી ગયેલો. એના મોતનું કારણ કેન્સરની વાપસી કહેવામાં આવી હતી. 2007માં ટિમોથીને બોન મેરો અને સ્ટેમ સેલ પ્રત્યારપિત કર્યા હતા. એમ લાગતું હતું કે આના કારણે એઇડ્ઝ ફેલાવનાર લ્યુકેમિયા અને HIV મરી ગયા હતા.

HIV + CANCER

ટિમોથી શક્યતાનો પ્રતિક હતો

‘ટિમોથી શક્યતાનો પ્રતિક હતો, એચઆઇવીને નિયંત્રણ કરવામાં ખાસ સંજોગોમાં એ કામ આવે છે.આ એક એવી વાત છે જે અંગે અનેક વૈજ્ઞાનિકોએ શંકા વ્યક્ત કરી હતી કે શું આ શક્ય છે? ‘એમ બ્રાઉનની ઐતિહાસિક સારવાર અને સાજા કરનાર ટીમના નેતા બર્લિનના ડોકટર ગેરો હ્યુટરે કહ્યું હતું.

HIV થી બચ્યો તો કેન્સરથી થયું મોત

‘ખુબ દુખદ વાત છે કે ટિમોથીને ફરી કેન્સર થયો અને તેનો જીવ ગયો. એવું લાગતું હતું કે હવે તે HIV મૂક્ત છે’ એમ  હાલમાં જર્મનીમાં સ્ટેમ સેલ કંપનીના ડાયરેકટર પદ કાર્યરત હ્યુટરે કહ્યું હતું. સફળ સારવાર પછી એક એઇડ્ઝ કોન્ફરન્સમાં બોલતાં બ્રાઉનને મદદ કરનાર ઇન્ટરનેશનલ એઇડ્ઝ સોસાયટીએ એક નિવેદન જારી કરી તેના મોત અંગે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે બ્રાઉન અને હ્યુટરે એઇડ્ઝની સારવારમાં વિક્રમ સર્જ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!