GSTV

જૈશના ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક માટે આ રીતે ઘડાયો હતો ‘માસ્ટર પ્લાન’, જાણો શરૂઆતથી અંત સુધીની કહાની

પુલવામા હુમલા બાદથી દેશભરમાંથી એક જ માંગ ઉઠી હતી…બદલો…40 શહાદોનો બદલો…26 તારીખે જ્યારે દેશ આખો ભર ઉંઘમાં હતો ત્યારે ભારતીય વાયુસેનાએ પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર હુમલો કર્યો. જ્યાં જૈશ-એ-મોહમ્મદના અનેક ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો.

આ વખતે હુમલાના પુરાવા ખુદ પાકિસ્તાને આપ્યાં છે. એટલે હવે ભારત પાસે કોઇ પુરાવા નહી માંગી શકે. ચાલો અમે તમને જણાવીએ કે આ સ્ટ્રાઇક કેવી રીતે થઇ. કેવી રીતે તેનો પ્લાન બન્યો. પુલવામા હુમલા બાદ આ રીતે હતી આ હુમલાની આખી ટાઇમલાઇન.

14 ફેબ્રુઆરી

પુલવામામાં જૈશનો હુમલો થયો. 40થી વધુ સીઆરપીએફ જવાન થહીદ થયા. દેશભરમાં રોષનો માહોલ હતો.

15 ફેબ્રુઆરી

સવારે 9.30 કલાકે ઇન્ડિયન એરફોર્સના ચીફ ધનોઆએ આ હુમલાના જવાબમાં એક સ્ટ્રાઇક કરવાનો પ્રસ્તાવ મુક્યો. સરકારે તેને લીલી ઝંડી આપી.

16થી 20 ફેબ્રુઆરી

એરફોર્સ અને આર્મીએ હવાઇ સર્વિલાંસ કર્યુ. એલઓસીની આસપાસના ઇલાકાઓને હીરોન ડ્રોન્સની મદદથી શોધી કાઢ્યા. જાણી લીધું આતંકીઓના ઠેકાણાઓ ક્યાં ક્યાં છે.

20થી 22 ફેબ્રુઆરી

ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ટેલિજન્સ સાથે બેઠક કરી. ટાર્ગેટ ટેબલ બનાવવામાં આવ્યું એટલે કે તે ઇલાકાઓ અને અડ્ડાઓ નક્કી કરવામાં આવ્યાં જ્યાં હલ્લા બોલ કરી શકાય.

21 ફેબ્રુઆરી

એનએસએ અજીત ડોભાલ સામે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું કે કયા સ્થળે સ્ટ્રાઇક કરી શકાય.

22 ફેબ્રુઆરી

ઇન્ડિયન એરફોર્સ 1 સ્ક્વોડ્રન ‘ટાઇગર્સ’ અને 7 સ્ક્વોડ્રન ‘બેટલ એક્સેસ’ ને  ‘સ્ટ્રાઇક મિશન’ માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું.

22 ફેબ્રુઆરી

2 મિરાજ સ્ક્વોડ્રન્સે આ મિશન માટે 12 જેટ્સ તૈયાર કર્યા. મિરાજ હુમલો કરવા માટે તૈયાર હતાં.

24 ફેબ્રુઆરી

મધ્ય ભારતના અનેક હિસ્સાઓમાં ટ્રાયલ રન કરવામાં આવ્યા. ભટિંડાના અર્લી વોર્નિંગ જેટ અને આગ્રાના મિડ એર રિફ્યુલરની મદદથી આ ટ્રાયલ રન કરવામાં આવ્યા.

25-26 ફેબ્રુઆરી

સ્ટ્રાઇક મિશનને પૂરી તૈયારી સાથે અંજામ આપવામાં આવ્યો. રાતે 3.20થી 3.30 વચ્ચે 10 મિનિટમાં 12 મિરાજ વિમાનોથી 1000 કિલોથી વધુ બોમ્બ નાંખવામાં આવ્યા.

26 ફેબ્રુઆરી

સવારે NSA ડોભાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમગ્ર ઓપરેશન વિશે જાણકારી આપી. સરકારે માન્યું કે સ્ટ્રાઇક કરવામાં આવી છે.

જણાવી દઇએ કે પુલવામા આતંકી હુમલાના 12 દિવસ બાદ ભારતીય વાયુસેનાના પાકના કબ્જાવાળા કાશ્મીરમાં આતંકી કેમ્પો પર મોટી કાર્યવાહી કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે અડધી રાત્રે વાયુસેના એ મિરાજ વિમાનોએ PoKના બાલાકોટ અને ચાકોટી, અને મુઝફ્ફરાબાદમાં જબરજસ્ત બોમ્બવરસાવી આતંકીઓના કેમ્પને બર્બાદ કરી દીધા છે. આ હુમલામાં કેટલાં આતંકી ઠાર કરાયા છે તેની માહિતી આવી નથી. એવો અંદાજ છે કે ભારતની આ કાર્યવાહીમાં 200થી 300 જેટલા આતંકીને ઠાર માર્યા છે.

Read Also

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!