ટાઈમ મેગેઝીને વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની વાર્ષિક યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, સુપ્રીમ કોર્ટના વકીલ કરુણા નંદી અને કાશ્મીરી કાર્યકર્તા ખુર્રમ પરવેઝના નામ પણ સામેલ છે. TIME 100ની યાદીમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકી, મિશેલ ઓબામા, Apple CEO ટિમ કુકનું નામ પણ છે. યુએસ પ્રમુખ જો બિડેન ઉપરાંત કેવિન મેકકાર્થી, રોન ડીસેન્ટિસ, કર્સ્ટન સિનેમા, કેતનજી બ્રાઉન જેક્સન આ યાદીમાં અમેરિકન રાજકીય હસ્તીઓ છે. 18 વર્ષીય ઈલીન ગુ પણ 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ છે, જ્યારે સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે ફેઈથ રિંગગોલ્ડનું નામ છે, જે 91 વર્ષના છે.

ટાઈમના 100 પ્રભાવશાળી લોકોમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સામેલ છે, જેમને 13મી વખત આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમના સિવાય ઓપ્રાહ વિન્ફ્રે (10), વ્લાદિમીર પુતિન (7), જો બિડેન (5), ક્રિસ્ટીન લેગાર્ડ (5), ટિમ કૂક (5), એડેલે (3), રાફેલ નડાલ (2), એલેક્સ મોર્ગન (2), અબી અહેમદ (2), ઇસા રાય (2), મેગન રેપિનો (2) અને ઉર્સુલા વોન ડેર લેયેન (2) ટાઇમની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ સિવાય આ યાદીમાં સૌથી નાની વ્યક્તિ ઈલીન ગુ છે, જેની ઉંમર 18 વર્ષ છે, જ્યારે સૌથી મોટી વ્યક્તિ ફેઈથ રિંગગોલ્ડ છે, જે 91 વર્ષની છે.

ટાઈમ 100 એ એન્ટરટેઈનમેન્ટ સ્ટાર્સ ચેનિંગ ટાટમ, પીટ ડેવિડસન, અમાન્ડા સેફ્રીડ, ઝેન્ડાયા, એડેલે, સિમુ લિયુ, મિલા કુનિસ, ઓપ્રાહ વિન્ફ્રે, અહમીર “ક્વેસ્ટલોવ” થોમ્પસન, મેરી જે બ્લિજ, મિરાન્ડા લેમ્બર્ટ, જોન બેટીસ્ટ અને કીનુ રીવ્સ જેવી હસ્તીઓના લીસ્ટમાં નામ સામેલ છે. અન્ય એથ્લેટ્સમાં નાથન ચેન, એલેક્સ મોર્ગન, ઈલીન ગુ, કેન્ડેસ પાર્કર, એલેક્સ મોર્ગન, મેગન રેપિનો અને બેકી સોઅરબ્રુન અને રાફેલ નડાલનો સમાવેશ થાય છે.