GSTV
Home » News » લોકરક્ષક દળની પરીક્ષાનો બદલાયો સમય : હવે 2500 સેન્ટર પર આ સમયે લેવાશે પરીક્ષા

લોકરક્ષક દળની પરીક્ષાનો બદલાયો સમય : હવે 2500 સેન્ટર પર આ સમયે લેવાશે પરીક્ષા

લોકરક્ષક દળની પરીક્ષાની રાજ્યના વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તેને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. 6 જાન્યુઆરીએ યોજાનારી લોકરક્ષક દળની પરીક્ષાનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે 6 જાન્યુઆરીએ લેવાનાર લોકરક્ષક દળની પરીક્ષાનો સમય પહેલા 3થી 4 વાગ્યાના હતા, જે હવે બદલાઇને બપોરે 11 વાગ્યાનો કરવામાં આવ્યો છે.

આ પરીક્ષા હવે 2500 સેન્ટર પરથી લેવામાં આવશે.લોકરક્ષક દળની પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા ભરતી બોર્ડે અચાનક પરીક્ષાના સમયમાં ફેરફાર કર્યો છે. જેને પગલે અનેક છાત્રો મુશ્કેલીમાં મુકાય જાય તેવી શક્યતા છે.

કુલ 2500 સેન્ટરો ફાળવવામાં આવ્યા

આ વિશે વાત કરતા લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયએ જણાવ્યું કે, 6 જાન્યુઆરીએ લેવાનાર પરીક્ષા માટે કુલ 2500 સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના સેન્ટરોને યથાવત રાખવામાં આવ્યા છે, અને બીજા નવા સેન્ટરોને મંજૂરી આપવામાં આવી છે. 6 જાન્યુઆરીએ લોકરક્ષક દળની પરીક્ષાની સાથે રેલવે ભરતી બોર્ડની પણ પરીક્ષા યોજાનાર છે. જેથી તેમાંથી મોટા ભાગના કેટલાક સેન્ટરો ફાળવી દેવામાં આવ્યા હોવાથી તે સેન્ટરો કેન્સલ કરી ઉમેદવારોને નવા સેન્ટરો ફાળવવામાં આવ્યા છે.

9,713 જગ્યા માટે રવિવારે 29 સેન્ટરો ઉપર પરીક્ષાનું આયોજન થયું હતું

તમને જણાવી દઇએ કે, અગાઉ ગુજરાત પોલીસમાં લોકરક્ષકની 9,713 જગ્યા માટે રવિવારે 29 સેન્ટરો ઉપર પરીક્ષાનું આયોજન થયું હતું અને પેપર લીક થતાં સમગ્ર પરીક્ષા રદ કરી દેવામાં આવતાં રાજ્યના યુવા ઉમેદવારો ધૂંઆપૂંઆ થયા હતા. દૂર-દૂરથી વહેલી સવારથી પરીક્ષા કેન્દ્રો ઉપર નીકળેલા ઉમેદવારો ભારે હૈયે પરત ફર્યા હતા. હાલ રાજ્યના યુવા ઉમેદવારો માટે આવનારી 6 જાન્યુઆરી કેવી રહેશે તે આવનારો સમય બતાવશે.

સરકારે 144ની કલમ લાગુ કરી

પરીક્ષા પહેલા અધિક કલેકટર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. 6 જાન્યુઆરીના રોજ સવારે 7થી બપોરના 4 વાગ્યા સુધી 100 મીટરની ત્રિજિયામાં ચાર કે તેથી વધુ વ્યિક્તએ ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજકોટમાં કુલ 52 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. જ્યારે કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કલમ 188 મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં 350 બસોનો ઉપયોગ કરાશે

લોક રક્ષકદળની પરીક્ષામાં ઉમેદવારો માટે એસટી ડિવિઝન દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાંથી મોરબી અને પોરબંદર માટે બસ સેવા શરૂ કરવામાં આવશે..  પરીક્ષા દરમ્યાન 350 જેટલી બસોનો ઉપયોગ કરવામાં આવશે. રાજકોટ ડિવિઝન પાસે કુલ 500 બસ તે પૈકી 350 બસ પરીક્ષામાં ઉપયોગમાં લેવામાં આવશે. અત્યાર સુધીમાં 25 હજાર જેટલા ઉમેદવારોએ બસ ટિકિટનું રજિસ્ટ્રેશન કરાવાયું છે. જેમાં રાજકોટથી મોરબી જતા  ઉમેદવારોની સંખ્યા બે હજાર 238 અને રાજકોટથી જામનગર જતા ઉમેદવારોની સંખ્યા 25 હજાર 553 છે. જ્યારે રાજકોટથી પોરબંદર જતા ઉમેદવારોની સંખ્યા 6 હજાર 307 છે.

3 જણા હતા પેપરકાંડના સૂત્રધાર

રાજયભરમાં ચકચાર જગાવનારા લોકરક્ષક દળની ભરતી કાંડના પેપર લીક કાંડમાં પકડાયેલા ત્રણ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. વિનય અરોરા, મહાદેવ અસ્તુરે અને વિનોદ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓની દિલ્હી બોર્ડરથી ધરપકડ કરાઇ છે. હરિયાણાની ભરતીનુ પેપર ચોરવા ગયેલી ગેંગના હાથે ગુજરાતની એલઆરડીનુ પેપર હાથ લાગી જતા તેને લીક કરાયુ હતુ. આ આખા પેપરકાંડમાં સૂત્રધાર મનાતા દિલ્હીનો વિનોદ છીકારાની ધરપકડ હજુ બાકી છે. આ ઉપરાંત મહેમૂદ નામનો અન્ય એક આરોપીની ફરાર છે. આ બંને આરોપીઓને પકડવા તેમજ પકડાયેલા આરોપીઓએ કોને કોને અને કઇ રીતે પેપર પહોંચાડયા તેની માહિતી મેળવવા માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મહત્વનુ છે કે એલઆરડી કાંડમાં પોલીસે અત્યાર સુધી ચૌદ આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે.

Related posts

Diwali 2019- દિવાળી પહેલાં ઘરે લઈ આવો કોડી, શ્રીયંત્ર સહિત આ 7 ચીજો, ક્યારેય નહિ થાય ધનની કમી

Mansi Patel

Hyundaiએ લોન્ચ કરી નવી સ્પેશલ Santro,ફિચર્સ અને કિંમતમાં આવ્યો બદલાવ

pratik shah

તહેવારો દરમ્યાન વજન ન વધે અને ફીટ રહેવાં માંગો છો તો આ 6 ટિપ્સ અજમાવો, સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!