GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

જળ સંકટ લાવી શકે છે બેંકો માટે સંકટ

પાણીની સમસ્યા બેંકોની એનપીએ વધારી શકે છે. પાણીની અછતને કારણે તેના પર આધારિત સેક્ટરને આપેલી લોન ભરપાઇ થવામાં મુશ્કેલી પડી શકે છે. ઘણી બેંકોએ એવા સેકટર્સની કંપનીઓને લોન આપી છે જે પાણી પર આધારિત છે. આ વાત તાજેતરના એક અહેવાલમાં જણાવવામાં આવી છે. 

એનપીએમાં વૃદ્ધિને કારણે બેન્કિંગ સેક્ટર દબાણ હેઠળ છે. આ દરમિયાન વન્ય જીવોના સંરક્ષણ પર કાર્ય કરનાર વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ(ડબ્લ્યુડબ્લ્યુએફ)એ બુધવારે જારી પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે જળ સંક્ટ બેંકોની બેલેન્સ શીટમાં તરલતા ઘટાડી શકે છે. 

ઇન્ડિયન બેંક એસોસિએશન(આઇબીએ)ના સહકારથી જારી ડબ્લ્યુડબ્લ્યુેફ ઇન્ડિયાના અહેવાલ ‘હિડન રિસ્ક્સ એન્ડ અનટ્રેપ્ડ ઓપોરચ્યુનિટિસ : વોટર એન્ડ ધ ઇન્ડિયન બેંકિંગ સેક્ટર’માં જણાવવામાં આવ્યું છે કે કઇ રીતે જળ સંકટથી બેંકો માટે જોખમ ઉભું થઇ શકે છે.

જળ સંક્ટને કારણે વીજળી અને કૃષિ સેક્ટરની સંપત્તિઓ કઇ રીતે બેકાર પડી રહી શકે છે. ઉલ્લેખનીય છે કે આ બંને સેક્ટરમાં ભારતીય બેંકોએ સૌથી વધુ લોન આપી છે.

રિપોર્ટ અનુસાર ભારતીય બેંકોએ આપેલી કુલ લોન પૈકી ૪૦ ટકા લોન એવા સેક્ટરને આપી છે જેમાં પાણીનું જોખમ રહેલું છે. 

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય બેંકોએ આપેલી કુલ લોન પૈકી ૧૦ ટકા લોન અગાઉથી જ એનપીએ બની ચૂકી છે. બેેંકો સામે લોન લઇને તેને ભરપાઇ ન કરનારાઓનું જોખમ રહેલું છે. આ સમસ્યાઓને કારણે બેંકોને તરલતાનો સામનો કરવો પડશે. બીજી તરફ દેશમાં પાણીની અછત ગંભીર સ્તરે પહોંચી ગઇ છે. 

Related posts

યોગીરાજમાં ઉત્તરપ્રદેશમાં જંગલરાજ, વિપક્ષના સરકાર ઉપર આકરા પ્રહાર

Mansi Patel

દેશના આ રૂટ પર ચાલશે પ્રાઈવેટ ટ્રેન, કન્ફર્મ જ મળશે ટીકિટ અને આ રહેશે નિયમો

Mansi Patel

NEET, JEE પરીક્ષા ફરીથી સ્થગિત થવાની સંભાવના! ભલામણો બાદ થઈ શકે છે મોટી જાહેરાત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!