ટ્રુ કૉલરનો દાવો, માર્ચ 2019 સુધી Truecaller Payની પાસે હશે આટલા કરોડ યૂઝર્સ

ભારતમાં ટ્રુ કૉલરનું પેમેન્ટ પ્લેટફોર્મ Truecaller આજકાલ ઘણુ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ટ્રુ કૉલરની મુખ્ય એપમાં એક ઑપ્શન તરીકે આપવામાં આવે છે. કારણકે આજે દેશમાં લોકો કેશથી વધારે ડિજીટલ પેમેન્ટ કરી રહ્યાં છે, તેથી હવે કંપની પોતાની પેમેન્ટ સર્વિસ પર વધારે ધ્યાન આપી રહી છે.

પેમેન્ટ પ્લેટફોર્મને કરશે મજબૂત

ટ્રુ કૉલર પેના વાઇસ પ્રેસિડેન્ટ સોની જૉયનું કહેવુ છે કે, જ્યારથી અમે ટ્રુ કૉલર પે લૉન્ચ કરી છે, અમારી પાસે યૂઝર્સના પોઝીટીવ રિસ્પૉન્સ આવી રહ્યાં છે. જેને કારણે અમે પોતાના પેમેન્ટ પ્લેટફોર્મને મજબૂત કરવા માટે વધારે પ્રતિબદ્ધ છે અને એપમાં વધારે ફીચર લાવવા માટે આક્રમક થઇને કામ કરી રહ્યાં છે. કંપનીનું કહેવુ છે કે માર્ચ 2019 સુધી કંપનીની પાસે 2.5 કરોડ યૂઝર્સ હશે. કંપનીએ જણાવ્યું કે દરરોજ લગભગ 1 લાખ લોકો પોતાનું બેંક એકાઉન્ટ લિંક કરાવી રહ્યાં છે, જેમાંથી 50 ટકા યૂપીઆઈના નવા યૂઝર્સ છે.

બીજી પેમેન્ટ એપ્સને મળશે ટક્કર

દુનિયાભરમાં ફોન નંબરની ડિટેઇલ્સ જાણવા માટે ટ્રુ કૉલરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ હવે ભારતમાં કંપનીએ પેમેન્ટ સર્વિસ શરૂ કરી દીધી છે અને કંપનીના દાવા મુજબ આવનારા સમયમાં બીજી પેમેન્ટ એપ્સ માટે ટક્કર વધી શકે છે. સપ્ટેમ્બરમાં ગૂગલે જણાવ્યુ હતું કે Google Payની પાસે 2.5 કરોડ માસિક એક્ટિવ યૂઝર્સ છે. ઉલ્લેખનીય છે કે ટ્રુ કૉલર સ્વીડનની એક કંપની ટ્રુ સૉફ્ટવેરનો હિસ્સો છે, જેણે 2009માં શરૂ કર્યુ હતું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter