GSTV

Tiktok પર વધુ એક ચેલેન્જ વાયરલ, સ્કૂલ્સ અને પેરેન્ટ્સ માટે માથાનો દુખાવો બની

સોશિયલ મીડિયા પર અવાર-નવાર કોઈને કોઈ ચેલેન્જ સામે આવતી જ રહે છે, ત્યારે આ વખતે વિશ્વમાં પ્રખ્યાત વીડિયો શેરીંગ એપ TikTok એપ પર ‘Tripping Jump’ અને ‘Skull Breaker’ નામની ચેલેન્જ વાયરલ થઈ રહી છે. જે અજીબ હોવાની સાથે ખતરનાક પણ છે. દુનિયાના ઘણા ભાગમાં આ વાયરલ ચેલેન્જ સ્કૂલ્સ અને પેરેન્ટ્સ માટે માથાનો દુખાવો બની ગયો છે.

યૂરોપ અને સાઉથ અમેરિકાના કેટલીક શાળાઓમાં આ ખતરનાક ચેલેન્જ કરી રહેલા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થયો છે. આ ચેલેન્જમાં ત્રણ લોકો એકસાથે ઊભા હોય છે. ત્યારબાદ વચ્ચેવાળા વ્યક્તિને જંપ કરવાનુ કહેવામાં આવે છે અને તેના જંપ કરતાની સાથે જ આજ-બાજુવાળા લોકો તેના પગ પર સાઈડ-કિક મારે છે, જેથી તે વ્યક્તિના માથના વાળ જમીન પર પડી જાય છે. આ જ કારણે તેને ‘Skull Breaker’ નામ આપવામાં આવ્યુ છે અને આ થકી ખરેખર જાનલેવા ઈજા થઈ શકે છે. આ પ્રકારના એક બીજા વીડિયોમાં બે છોકરીઓ પોતાની ક્લાસમેટને પછડાવા માટે સ્વેટરની મદદ લેતી જોવા મળી રહી છે.

જીવલેણ નુકસાન શક્ય છે

શાળાઓમાં આ ચેલેન્જના કારણે ખતરનાક ઘટનાઓ ન બને, તે માટે જરૂરી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. યૂરોપ અને સાઉથ અમેરિકાની ઘણી સ્કૂલોમાં આ ચેલેન્જને રોકવા માટે જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે અને પ્રિંસિપલ્સ તરફથી એક એડવાઈજરી પણ જાહેર કરવામાં આવી છે. સાથે જ કેટલાક દેશમાં પોલીસ તરફથી એવા કેસની તપાસ કરવામા આવી રહી છે, જેથી જાણી શકાય કે, આ ખતરનાક ચેલેન્જની શરૂઆત ક્યાંથી થઈ છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, આ પ્રકારની પ્રેંક અથવા ચેલેન્જ ન કરવુ જોઈએ. કારણે કે, આથી શરીરના દરેક મોડમાં ફેક્ચર થવાની શક્યતા વધીજાય છે. આ ચેલેન્જ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર પણ ખૂબ જ શેર કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!