GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

મોટા સમાચાર: ભારતમાં જલ્દી Tik Tok પાછુ આવી શકે છે, માઈક્રોસોફ્ટ સાથે થયો મોટો કરાર

ભારતમાં ટિક ટોક બેન થતાં કેટલાય તરવરીયા યુવાન અને યુવતીઓને એવુ ઘેલુ લાગ્યુ હતું કે, હજૂ પણ તેઓ ટિક ટોકને ભૂલી શકતા નથી. જો કે, હાલ તો તેમને માટે સારા સમાચાર આવ્યા છે. ભારત બાદ અમેરિકામાં પણ ટિક ટોક બેન થવાનું હતું. પણ કંપનીએ અમેરિકાની આગળ ઘૂંટણીયા ટેકવી દીધા છે. હવે અમેરિકામાં ટિક ટોક બેન નહીં થાય. અમેરિકા બાદ ટિક ટોક ટૂંક સમયમાં જ ભારતમાં વાપસી માટે તૈયાર છે. આવો જાણીએ કઈ રીતે….

ટિક ટોક હવે માઈક્રોસોફટનું થયું

સૌથી પહેલા આપને જણાવી દઈએ કે, ટિક ટોક હવે માઈક્રોસોફ્ટનું થઈ ગયુ છે. એટલે કે અમેરિકામાં હવે ટિકટોકનો બિઝનેસ માઈક્રોસોફ્ટ સંભાળશે. અને માઈક્રોસોફ્ટના સર્વર પર ટિક ટોક યુઝર્સ ડેટા સ્ટોર થશે. અમેરિકી ટિક ટોક યુઝર્સના ડેટાની સંપૂર્ણ જવાબદારી માઈક્રોસોફ્ટની રહેશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે માઈક્રોસોફ્ટે ટિક ટોકને પાંચ બિલિયન ડોલર્સમાં ખરીદી શકે છે.

હાલ તો અમેરિકામાં સંભાળશે બિઝનેસ

શરૂઆતના સમયમાં માઈક્રોસોફ્ટ ટિકટોકને ફક્ત અમેરિકી બિઝનેસ હૈંડલ કરશે. જો કે, તે સંભવ છે કે, તેને ભારતીય બજારમાં માઈક્રોસોફ્ટને જવાબદારી આપવામાં આવે. જો આવુ થશે તો, ભારતમાં ફરી એક વાર ટિક ટોક આવી શકે છે. કારણ કે, સરકારને ચીની સરકાર પાસે યુઝર્સનો ડેટા જવાનો ડર હતો, જો કે,માઈક્રોસોફ્ટ સાથે થોડી રાહત અનુભવી શકાય.

ભારતમાં માઈક્રોસોફ્ટની ઈમેજ સારી

માઈક્રોસોફ્ટના કોઈ પણ એપ પર અત્યાર સુધીમાં ક્યારેય વિવાદ થયો નથી.ટિક ટોક સાથે થયેલી આ ડિલ બાદ માઈક્રોસોફ્ટ પોતાના દમ પર ભારતમાં ટિકટોકની વાપસી કરી શકે છે. જો ટિક ટોક વાપસી કરશે તો ભારતીય વીડિયો એપને મુસિબતો આવી શકે છે.

READ ALSO

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન, કેજરીવાલે જાહેર કરી 10 લાખની સહાય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!