GSTV

ટૉયલેટ સીટ ચાટીને ‘Corona ચેલેન્જ’ આપવી આ યુવકને ભારે પડી ગઇ, આવી ગયો ઝપેટમાં

corona

Corona વાયરસે દુનિયાભરમાં કોહરામ મચાવ્યો છે. હજારો લોકોએ આ વાયરસની ઝપેટમાં આવીને પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યાં હજુ પણ એવા ઘણાં લોકો છે જે Corona વાયરસને ગંભીરતાથી નથી લઇ રહ્યાં. Corona વાયરસ કોઇ મજાક નથી અને નિશ્વિત રૂપે એક ઇન્ટરનેટ ચેલેન્જ તો બિલકુલ નથી. આ વાત કદાચ અત્યાર સુધીમાં એક ટિકટૉક ઇંફ્લૂએંસરને તો સમજાઇ જ ગઇ હશે. ગેશૉનમેંડસ નામના એક શખ્સે તાજેતરમાં જ એક  Corona વાયરસ ચેલેન્જમાં ભાગ લીધો, જેમાં ટૉયલેટ સીટની કિનારીને ચાટવાની હતી. હવે જાણકારી મળી રહી છે કે આ શખ્સનો પણ Corona રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

ટિકટૉક પર શરૂ થયેલી આ ઇન્ટરનેટ ચેલેન્જને આ બિમારીની મજાક ઉડાવવા અને તે સાબિત કરવાના રૂપમાં જોવા મળી કે આ બિમારી ફેલાતી નથી. COVID-19 રિસ્પાયટરી ડ્રોપલેટ્સ દ્વારા ફેલાય છે અને દુનિયાભરમાં અત્યાર સુધી Coronaના કારણે 20 હજારથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. આ પહેલાં એક મહિલાનો ટિકટૉક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પ્લેનમાં ટૉયલેટ સીટ ચાટતી નજરે આવી હતી.

ટિકટૉક ઇંફ્લૂએંસર ગેવશવમેંડેસે પણ આ ઇન્ટરનેટ ચેલેન્જમાં ભાગ લીધો. ટિકટૉક ઇંફ્લૂએંસરે કથિત રૂપે ટ્વિટર પર પોતાની હોસ્પિટલ વાળી તસવીર સાથે લખ્યું, હું Corona પોઝીટીવ છું. જો કે અત્યાર સુધી આ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

વિશ્વમાં કોરોનાવાયરસનો કહેર: ઈટાલી પછી સૌથી વધુ મોત સ્પેનમાં

કોરોનાવાયરસ (corona)ની જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાં ચીનમાં મૃત્યુઆંકની બાબતમાં ત્રીજા ક્રમે ધકેલાઈ ગયું છે. સૌથી વધુ મોત ઈટાલીમાં થયા છે, ત્યાર પછીના ક્રમે સ્પેનમાં મૃત્યુનાં આંકડા નોંધાયા છે. 25મી તારીખ સુધીમાં સ્પેનમાં 47 હજારથી વધારે કેસ અને 3400થી વધારે મોત નોંધાયા હતા. ઈટાલીમાં મૃત્યુ સંખ્યા 7500થી વધારે અને કેસની સંખ્યા 75 હજાર નજીક પહોંચી છે. દરમિયાન બ્રિટનમાં એલિઝાબેથના દીકરા પ્રિન્સ ચાર્લ્સને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. માટે તેઓ સ્કોટલેન્ડ ખાતેના નિવાસસ્થાને ક્વૉરન્ટાઈનમાં ચાલ્યા ગયા છે. આખા જગતમાં 40 ટકા વસ્તી એટલે કે અંદાજે 3 અબજથી વધારે લોકો ઘરમાં બંધ છે.

કોરોનાવાયરસથી સૌથી વધુ મોત ઈટાલીમાં થયા છે, ત્યાર પછીના ક્રમે સ્પેનમાં મૃત્યુનાં આંકડા નોંધાયા

જ્યારે સમગ્ર જગતમાં કોરોનાવાયરસનાં કુલ કેસ 4.40 લાખથી વધારે થયા છે. જ્યારે મૃત્યુઆંક વીસ હજાર નજીક પહોંચ્યો છે. ત્યારે 1 લાખ, બાર હજારથી વધારે કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા પણ થયા છે. જર્મન સરકારે નાગરિકો માટે 1 લાખ કરોડ યુરો ડૉલરનું પેકેજ મંજૂર કર્યું છે. તેનો ઉપયોગ નાગરિકોમાં વહેંચણી માટે થવાની શક્યતા છે. બીજી તરફ ચીને પોતાનો વુહાન પ્રાંત આજથી લોકડાઉન મુક્ત કરી દીધો છે. કોરોનાની શરૂઆત ડિસેમ્બરમાં ચીનના વુહાન અને હુબેઈ પ્રાંતથી થઈ હતી. એ પ્રાંતને મહિનાઓ સુધી લોકડાઉન રાખ્યા પછી હવે સલામત જણાતા ચીને વિસ્તાર ખૂલ્લો મુકી દીધો છે. તેનાથી અન્ય દેશોને પણ કોરોના સામે લડવાનું પ્રોત્સાહન મળશે.

કોરોનાવાયરસનાં કુલ કેસ 4.40 લાખથી વધારે થયા છે. જ્યારે મૃત્યુઆંક વીસ હજાર નજીક

ભારતમાં જેમ લોકો ટોળે વળે છે અને રાજનેતાઓ કાર્યક્રમો ચાલુ રાખી રહ્યા છે, એવી સ્થિતિ અમેરિકામાં પણ છે. અહીં કેટલાક સાંસદો હજુ પણ કોરોનાવાયરસથી સાવધાન રહેવામાં ગફલત કરી રહ્યા છે. પરદેશ પ્રવાસ અટકાવવાની સૂચના હોવા છતાં આ અઠવાડિયે જ વિદેશ મંત્રી માઈક પોમ્પેઓ અફઘાનિસ્તાનથી પ્રવાસ કરી અમેરિકા આવ્યા હતા. એ રીતે કેટલાક સેનેટરો પણ સ્થિર રહેવાને બદલે આમ-તેમ ફરી રહ્યા છે. દરમિયાન સ્પેને કોરોના સામે લડવા ચીન પાસેથી 46.7 કરોડ ડૉલરની મેડિકલ સામગ્રી ખરીદી છે, જેમાં 55 કરોડ માસ્ક અને 55 લાખ ટેસ્ટ કિટ સહિતની સામગ્રીનો સમાવેશ થાય છે. 26મી માર્ચે સાઉદી અરબની આગેવાનીમાં જી-20 દેશોની ઇમર્જન્સી મિટિંગ મળશે. આ મિટિંગ માટે જોકે નેતાઓ એકઠા નહીં થાય, ઓનલાઈન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ મિટિંગ કરવામાં આવશે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં ભાગ લેશે.

Read Also

Related posts

AIIMSના ડોક્ટરોની ગંભીર ચેતવણી, દેશના કેટલાક વિસ્તારોમાં કોરોના ત્રીજા સ્ટેજે પહોંચ્યો, સચેત રહો

Bansari

સેક્સ વર્કર્સ માટે આફત બનીને આવ્યો corona : ગ્રાહકો ન મળતાં ખાવાના ફાંફા, હાલત કફોડી

Bansari

ખેડુતો આનંદો! કેન્દ્ર સરકારનો લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે લીધો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!