GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

શોર્ટ્સ પહેરીને વીડિયો પોસ્ટ કર્યો તો બોલી ન શકાય તેટલી ગંદી કમેન્ટ આવી, TikTok સ્ટાર્સે જણાવી આપવીતી

tiktok

એક્ટર સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યાના શોકમાંથી લોકો બહાર નથી આવી શક્યા ત્યારે જાણીતી ટિકટોકર સિયા કક્કરે માત્ર 16 વર્ષની ઉંમરે ઘરે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું જેને કારણે અન્ય ટિકટોક સ્ટાર્સ અને ટિકટોક વ્યુઅર્સ ફરી એક વખત શોકમાં છે. સિયાના ટિકટોક પર ૧૧ લાખ ફોલોઅર્સ હતા તપાસને આધારે જાણવા મળ્યું છે કે તેને ધમકીઓ મળતી હતી અને કેટલાક અંશે તેને મળતી કમેન્ટ્સથી તે પરેશાન હતી. યંગસ્ટર્સ ટિકટોકને વધારે ફોલો કરી રહ્યા છે કારણ કે, તેઓનું માનવું છે કે સોશિયલ મીડિયા પર આ એક સૌથી સારું મનોરંજનનું સાધન છે જે લિપ્સિંગ અને વીડિયો ફિલ્ટર ઉમેરી તમે કઇ પણ ક્રિએટિવિટી કરી શકો છો અને એક વીડિયોમાં પણ ફેમસ થઇ શકો છે. માત્ર ૧૫ સેકન્ડનો વીડિયો બનાવી ફેમસ થવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ પ્લેટફોર્મના ગ્લેમર વર્લ્ડની ડાર્ક સાઇડ પણ છે જેનાથી મોટેભાગે લોકો અજાણ છે ત્યારે અમદાવાદના જાણીતા ટિકટોક સ્ટાર્સ આ વર્લ્ડની અજાણી વાતો પર હકીકત રજૂ કરી રહ્યા છે.

સિયા કક્કર વિશે…

16 વર્ષની સિયા કક્કડ દિલ્હીની ગીતા કોલોનીમાં રહેતી હતી. આત્મહત્યા બાદ સિયાના સોશિયલ મીડિયા પર 11 લાખ ફોલોવર્સ હતા જે વધીને 21 લાખ થઇ ગયા છે. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક દિવસથી સિયાને સોશિયલ મીડિયા પર ધમકી મળી રહી હતી.તેના પરિવારમાં માતા-પિતા અને ભાઇ-બહેન છે. સિયા ડીયૂની એક કોલેજમાં ડિગ્રી કરી રહી હતી.

90%ટિકટોકર્સનું કહેવું છે કે 70 ટકા લોકો અમારા કામની કદર કરે છે, અમારા કામમાંથી મનોરંજન મેળવે છે અને અમારા કોન્ટેન્ટને પ્રોત્સાહન આપે છે પરંતુ દરેક ટિકટોકર્સને એવા 30 ટકા લોકોનો સામનો તો કરવો જ પડે છે કે જેઓને કોઇની મહેનત કોઇની લાગણીની કિંમત હોતી નથી તેઓ માત્ર નેગેટિવિટી ફેલાવવા માટે ગમે ત્યા અને ગમે તેવી કમેન્ટ કરતા જ રહે છે.

વિશ્વભરમાં 50 કરોડ ટિકટોક યુઝર્સ, 12 કરોડ ભારતમાં

TikTok

અત્યારે 15 સેકન્ડનો વીડિયો બનાવી ફેમલ થવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તેના માટેનું બેસ્ટ પ્લેટફોર્મ બન્યુ છે ટિકટોક. ટિકટોકએ એક શોર્ટ વીડિયો એપ્લિકેશન છે જે યુટયુબ, સ્નેપચેટ અને ટ્વિટર કરતા વધુ ડાઉનલોડ થયેલ ટિકટોક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. વિશ્વભરમાં 50 કરોડ ટિકટોક યુઝર્સ છે જેમાંથી 12 કરોડ યુઝર્સ ભારતમાં છે. સર્વે મુજબ યુઝર્સ ટિકટોક પર લોકો દિવસમાં બાવન મિનિટથી વધારે અને ઇન્સ્ટાગ્રામ પર 32 મિનિટથી વધારે સમય વિતાવે છે.

ટિકટોક સ્ટાર્સને અપાય છે ચેલેન્જ, સ્ટીકર્સ અને હેશટેગનો ટાસ્ક

જે ટિકટોક સ્ટાર્સને ટિકટોક મંથલી કે યરલી તેમના કન્ટેન્ટ માટે પેમેન્ટ કરે છે તેમાં દર મહિને તેમને ૧૫ જેટલા ચેલેન્જ, સ્ટીકર્સ અને હેશટેગનો ટાસ્ક આપવામાં આવે છે આ ટિકટોકર્સ બે-ત્રણ દિવસની મહેનત પછી આપેલા હેશટેગ અને ચેલેન્જ પર ક્રિએટિવ આઇડિયા સાથે વિવિધ કન્ટેન્ટ ઊભા કરે છે અત્યારે કોરોના વાઇરસને કારણે વિવિધ કેમ્પેઇન પર બહાર પડાય છે જેમાં ટિકટોક સ્ટાર્સ ‘ઘરે બેઠો ઇન્ડિયા’, ‘હેન્ડ શેક મત કરો’ અને કોરોનાની પરિસ્થિતિ પર સંદેશો આપતા વીડિયો તૈયાર કરે છે

ભારતીય પોશાકમાં વીડિયો પોસ્ટ કર્યો છતાં બોલી ન શકાય તેટલી ગંદી કમેન્ટ આવી

ડેન્ટીસ્ટના સેકન્ડ યરમાં અભ્યાસ કરતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સારો અભિનય કરતી આંચલ શાહ ટિકટોક સ્ટાર પણ છે. છેલ્લાં દોઢ વર્ષથી ટિકટોક પર વીડિયો બનાવે છે અને ૧૦ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી આંચલે એક હજાર કરતા વધારે વીડિયો પોસ્ટ કરી છે. તે કહે કે, ટિકટોક એક ફન એપ છે પણ તેની બીજી તરફ જોઇએ તો તમે જેવા ફેમસ થાવ એટલે લોકો તમારા પર નેગેટિવ કમેન્ટનો મારો ચલાવે છે. શરૃઆતમાં જ્યારે વીડિયો બનાવવાનું ચાલુ કર્યું ત્યારે એક વીડિયો શોર્ટ્સ પહેરીને કર્યો હતો તે વીડિયોને ૨૪ કલાકમાં જ ૧૫ મિલિયન વ્યૂઝ આવ્યા હતા હવે તે વીડિયોમાં ઘણા લોકોેેેએ મારા પહેરવેશને લઇને કમેન્ટ કરવાની શરૃ કરી દીધી હતી. તે વાંચીને ખૂબ નર્વસ ફિલ કરતી અને શરૃઆતમાં આવી કમેન્ટ કોઇ વાંચે નહીં તે માટે ડિલિટ પણ કરતી હતી. હમણાં થોડા સમય પહેલા ઇન્ડિયન વેર લહેંગા-ચોલીમાં વીડિયો પોસ્ટ કર્યો હતો છતા ઘણા લોકોએ બોલી ન શકાય તેટલી ગંદી કમેન્ટ કરી. હવે હું આ બાબતને ખૂબ સહજતાથી લઉ છું કારણ કે ઘણા લોકો કશું જ જોયા વગર માત્ર આડેધડ લખતા હોય છે.-આંચલ શાહ

વધારે ફોલોવર્સ હોય ત્યારે નેગેટિવ કમેન્ટ વધારે ખરાબ અસર કરે છે

છેલ્લાં બે વર્ષથી વીડિયો ક્રિએટ કરતી અને છ લાખ ફોલોવર્સ ધરાવતી ટિકટોક સ્ટાર આરતી રાજપૂતે કહ્યું કે, ટિકટોકર્સને વધારેને વધારે લોકો જાણે તે માટે લાઇવ સ્ટ્રિમિંગનો ઓપ્શન આપતી હોય છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે જેમાં એવા લોકો પણ જોડાય છે કે જેને કોઇની મહેનત કે સારા કોન્ટેન્ટથી કોઇ જ મતલબ નથી હોતો તેમને માત્ર ન્યુસન્સ ફેલાવું હોય છે. ખાસ કરીને લાઇવ સ્ટ્રિમિંગમાં જ્યારે આપણે દરેકની કમેન્ટ વાંચીને તેમના પ્રશ્નોના જવાબ પણ આપતા હોઇએ ત્યારે વચ્ચે કોઇ અભદ્ર ટીપ્પણી આવે છે ત્યારે બે મિનિટ માટે મગજ બંધ થઇ જાય છે પરંતુ ચલાવી લેવું પડે છે અને ઘણી વખત તેમને તેમના શબ્દોમાં જવાબ આપવો પડે છે.- આરતી રાજપુત

ફેમસ થયા પછી આપણે કોઇ૫ણ મુદ્દે પોતાનો અભિપ્રાય આપીએ તો ટ્રોલ કરાય છે

મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરતા અને સાથે ટિકટોક પર ૯૨ હજાર ફોલોવર્સ ધરાવતા મનન દવેએ કહ્યું કે, ટિકટોકમાં એક વીડિયો વાઇરલ થાય એટલે લોકો ડેસ્પરેટ થઇ જાય છે કે વધારેને વધારે લાઇક આવે, કમેન્ટ આવે અને ફોલોવર્સ વધે અને તે ફેમલ થઇ જાય. ફેમસ થઇ ગયા પછી તમે જ્યારે કોઇ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપો તો લોકો તેનો સ્વીકાર નથી કરતા અને ટ્રોલ કરે છે. મલ્હાર ઠાકર મારો જૂનો મિત્ર છે જ્યારે મેં શરૃઆતમાં તેની ફિલ્મના ડાયલોગ પર કે તેની સાથે એકાદ વીડિયો પોસ્ટ કર્યો ત્યારે બધા મને કહેતા કે ‘સ્ટાર ફ્રેન્ડ સાથે વીડિયો બનાવવાથી કોઇ સ્ટાર ન થઇ જાય’ પરંતુ તે સ્ટાર પછી બન્યો પહેલાં તો તે મારો મિત્ર છે તો હું તેની સાથે ફોટો કે વીડિયો મૂકું તેમાં કોઇને વાંધો ન હોવો જોઇએ. ટીનએજર્સને નેગેટિવ કમેન્ટ વધારે અફેક્ટ કરે છે તેઓ આનાથી ડિમોટીવેટ થઇ જાય છે આ પ્રકારની કમેન્ટને ટેકલ કરતા આવડવું ખૂબ જરૃરી છે.-મનન દવે

લોકો કમેન્ટ્સમાં ગાળો બોલી ધમકી આપી ટિકટોક ડિલીટ કરવાનું કહે છે

જ્યારે ટિકટોકમાં વીડિયો બનાવવાનું શરૃ કર્યું ત્યારે લોકો કહેતા કે શું છોકરીઓ જેવા કામ કરે છે પહેલાં ગુજરાતીમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂકમાં કન્ટેન્ટ ક્રિએટ કરતા વિશાલે ૩ વર્ષ પહેલાં મ્યુઝિકલીમાં કન્ટેન્ટ ક્રિએટ કરવાનું ચાલુ કર્યું હતું આજે તે ટિકટોકમાં ૧૬ લાખ ફોલોઅર સાથે ગુજરાતમાં ટોચનો ટિકટોક સ્ટાર અને થિયેટર આર્ટિસ્ટ છે. આ અંગે વાત કરતા વિશાલે કહ્યું કે, એક્ટિંગ કરવા માટે મેં મ્યુઝિકલીમાં વીડિયો બનાવવાના શરૃ કર્યા હતા જ્યારે મેં શરૃ કર્યું ત્યારે બહુ ઓછા કન્ટેન્ટ મેકર હતા ત્યારે મને લોકો કહેતા કે શું છોકરીઓ જેવા કામ કરે છે. હું કોઇ ગીતો કે ડાયલોગ પર લિપ્સિંગ કરવાને બદલે બે-ત્રણ દિવસની મહેનત પછી મારી પોતાની કન્ટેન્ટ ઊભી કરું છું અત્યારે ચીન-ભારત વચ્ચે તણાવનો માહોલ છે ત્યારે લોકો કમેન્ટમાં ગાળો લખીને ધમકી આપે છે કે ટિકટોક ડિલિટ કરો હવે મેં એક વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો છે તે પુરો ન થાય ત્યાં સુધી મારે મારું કામ ચાલુ જ રાખવું પડે. ‘તમે ફાલતુ સ્ટાર્સ છો’, ‘તમે જ દેશદ્રોહી છો’ તેવી કમેન્ટ કરે છે. મોટાભાગે બધા ટિકટોક સ્ટાર્સ નાની ઉંમરના છે તેની સાથે વાત કરવાની એક રીત હોય, મારા પિતાની ઉંમરના લોકો મને મેસેજ કરે છે કે ‘ટિકટોક બંધ કર તમે જ દેશની જનરેશન બગાડવાનું કામ કરો છો’ આવું વાંચીને મેન્ટલી સ્ટ્રેસ તો રહેવાનો જ છે.-વિશાલ ૫ારેખ

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!