GSTV
Home » News » ટિક ટોક સ્ટાર ગણાતી કિર્તી પટેલ હવે ભરાઈ, આ વીડિયો 25 હજારમાં પડશે

ટિક ટોક સ્ટાર ગણાતી કિર્તી પટેલ હવે ભરાઈ, આ વીડિયો 25 હજારમાં પડશે

સોશિયલ મીડિયાના નવા માધ્યમ તરીકે Tik Tokનો ઘણા યુવાનો ઉપયોગ કરતા હોય છે અને ફેમસ બનતા હોય છે. જેમાંથી જ એક Tik Tok સ્ટાર કિર્તી પટેલ છે જે અવાર નવાર પોતાના વીડિયોના કારણે ચર્ચામાં રહેતી હોય છે. પોતાના ઘૂવડ સાથેના વીડિયોના કારણે સમગ્ર ગુજરાતમાં કિર્તી પટેલ વિવાદનું કેન્દ્ર બની હતી. જે વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થયો હતો.

રમત રમતમાં મુકવામાં આવેલા આ વીડિયોએ Tik Tok સ્ટાર કિર્તી પટેલને મુશ્કેલીમાં મુકી દીધી હતી. જે પછી હવે કિર્તી પટેલને ઘુવડ સાથેનો વીડિયો બનાવવો મોંઘો પડી ગયો છે. ઘુવડ પકડવા બદલ વન વિભાગ દ્રારા કિર્તી પટેલને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઘુવડ વનવિભાગના એક્ટ હેઠળ આવે છે

નિયમ પ્રમાણે ગુજરાતમાં ઘુવડ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આવે છે. જેથી તેની સાથે કોઈ પણ પ્રકારની પ્રવૃતિ ન કરી શકાય. જો આમ કરવામાં આવે તો કાયદાકીય રીતે ગુનો સાબિત થાય છે અને હવે એ જ કિર્તી પટેલની સાથે થયું છે. વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગ દ્રારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી અને તેને દંડ પણ ફટકારવામાં આવ્યો.

વિવાદમાં રહી ચૂકી છે કિર્તી પટેલ

કિર્તી પટેલ વીડિયોના કારણે ઘણી વાર વિવાદ પણ સર્જાઈ ચૂક્યો છે. આ પહેલા તેણે એક વીડિયો બનાવી કહ્યું હતું કે 2020ના વર્ષમાં મને કોઈએ ધમકી આપવી નહીં. એક છોકરીના શું કામે ટાંટીયા ખેંચો છો ? આપણા રાજા રજવાડા આમ જ લૂંટાઈ ગયા. જો કે કિર્તીના વિવાદિત વીડિયો બાદ યુવાનોએ ફરી તેને ધમકી આપી હતી. અને ફરીથી રાજા રજવાડા વિરૂદ્ધ આપત્તિજનક ટીપ્પણી કરવી નહીં તેવું રજપૂતોએ જણાવ્યું હતું.

છે કોઈ મરદ

આ અગાઊ પણ Tiktok સ્ટાર કિર્તી પટેલે ઘોડા પર બેસીને એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ‘ગુજરાતમાં છે કોઈ મરદનો દીકરો જે હાથી પર બેસીને આવે’ આ વીડિયો બાદ કિર્તી પટેલને ધમકીઓ મળી હતી. જણાવી દઈએ કે ફેશન ડિઝાઈનર કિર્તી પટેલ હંમેશાં તેના વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. અત્યાર સુધીમાં ટીક ટોકમાં તેણે 900થી વધારે વીડિયો બનાવ્યા છે.

Read Also

Related posts

‘નમસ્તે’થી કરી ભાષણની શરૂઆત, જાણો 28 મિનિટની સ્પીચમાં ટ્રમ્પે શું કહ્યું

Bansari

ટ્રમ્પની ભારત મુલાકાતથી ભારત અને અમેરિકાના ઐતિહાસિક સંબંધોમાં ‘નવો અધ્યાય’ શરૂ: પીએમ મોદી

Bansari

ગુજરાતના આદર-સત્કારથી ધન્ય થયા ટ્રમ્પ, મહાસત્તાઓના મિલનનો એક અદભુત ઐતિહાસિક નજારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!