GSTV
Home » News » હોટેલની છત પર ચઢી TikTok સ્ટારે આપી સ્યુસાઇડની ધમકી, પોલીસ અને ફાયરટીમને લગાવી ધંધે!

હોટેલની છત પર ચઢી TikTok સ્ટારે આપી સ્યુસાઇડની ધમકી, પોલીસ અને ફાયરટીમને લગાવી ધંધે!

દિલ્હીના હરિ નગર વિસ્તારમાં રવિવારે એક વ્યક્તિ હોટેલની છત પર ચઢી ગયો અને સ્યુસાઇડ કરવાની ધમકી આપવા લાગ્યો. આ વ્યક્તિનું નામ સંદીપ ઉર્ફ અરમાન મલિક છે. છત પર ચઢી અરમાને સ્યુસાઇડની ધમકીનો વીડિયો ટિકટૉક પર પણ નાખ્યો. અરમાનનો આ વીડિયો ખૂબજ વાયરલ બની રહ્યો છે. મળેલી માહિતી અનુસાર, વીડિયો અપલોડ કર્યા બાદ અરમાનના ફોલોઅર્સની સંખ્યા પણ બહુ વધી ગઈ છે.

અરમાન ટિકટોક પર ખૂબજ ફેમસ છે. તેના લગભગ 50 લાખ ફોલોર્સ છે. અરમાને સ્યુસાઇડની ધમકીના 3 વીડિયો અપલોડ કર્યા. એક વીડિયોમાં અરમાને કહ્યું કે, મારી પત્ની પાયલ અને તેનાં ઘરવાળાંએ મળીને મારા પર રેપનો કેસ કરાવ્યો. વીડિયોમાં અરમાન પોતાની નોકરાણી અને કોઇ નીરજ નામની વ્યક્તિનો પણ ઉલ્લેખ કરે છે. બીજા એક વીડિયોમાં અરમાને સ્યુસાઇડ નોટ પણ ટિકટૉક પર અપલોડ કર્યો.

અરમાને આ પત્રમાં પાયલની બંને બહેનોને જવાબદાર ઠેરવી. નીરજે કહ્યું કે, તેને બદનામ કરવા માટે તેના પર રેપ કેસ કરવામાં આવ્યો છે. મળેલી માહિતી અનુસાર, પાયલ અરમાનની પહેલી પત્ની છે અને તેનાં એ જ હોટેલમાં બીજાં લગ્ન થયાં છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અરમાન તેની સાથે અમદાવાદથી આ જ હોટેલમાં આવ્યો અને અચાનક બંને વચ્ચે કઈંક થયું અને તે છત પર જતો રહ્યો. પોલીસ અને ફાયરની ટીમ બપોર બાદથી જ અરમાનને છત પરથી ઉતારવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ આખી રાત તે હોટેલના છઠ્ઠા માળે જ બેસી રહ્યો.

Related posts

વડોદરામાં સમાજને સ્પર્શતા વિવિધ વિષયો પર યોજાઈ રંગોળી સ્પર્ધા

Nilesh Jethva

કિમ શર્માએ મોડી રાત્રે શેર કરી એવી ફોટોઝ, થોડા જ કલાકોમાં થઈ ગઈ વાયરલ

Kaushik Bavishi

ફુલ ફેમિલી સાથે તહેવારની મજા લઈ શકશો, આ કંપનીએ તમને પોસાય તેવી 7 સીટર કાર કરી લોન્ચ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!