GSTV

ટિકટોક બંધ થતા આ એપ્લીકેશનને લાગી લોટરી, પ્લે સ્ટોર ઉપર 1 કરોડથી વધારે ડાઉનલોડ

દેશમાં 59 ચીની એપ્સ ઉપર બેન લગાવવામાં આવી છે. બાદમાં ટિકટોકને ટક્કર દેનારી એપ્સમાં જબરજસ્ત વધારો થયો છે. ચીંગારી એપ્સ પણ ટિકટોકની જેમ વિડિયો શેરીંગ પ્લેટફોર્મ છે. હવે આ એપ્લીકેશને નવી સિદ્ધિ હાંસલ કરી છે. એપના ગૂગલપ્લે સ્ટોર ઉપર 1 કરોડથી વધારે વખત ડાઉન લોડ કરવામાં આવી છે.

ચીંગારી એપના યુઝર્સ 1.10 કરોડે પહોંચ્યા

ચીંગારી એપના કો-ડેવલપર સુમિચ ઘોષે એપ ઉપર વિડિયો પરફોર્મ વિશે જાણકારી આપી હતી. જાણકારી પ્રમાણે, એપ ઉપર અત્યારસુધીમાં 148 મિલિયન વિડિયો જોવાઈ ચુક્યાં છે. 3.6 મિલિયન વિડિયોને લાઈક કરવામાં આવી છે. ચીંગારી એપના યુઝર્સ હવે 1 કરોડ 10 લાખથી વધારે થઈ ગયાં છે. કંપનીનું ઉદ્દેશ આ મહિને 10 કરોડ યુઝર્સ સુધી પહોંચવાનું છે. આ પહેલા એપ ડેવલપર્સે ખુલાસો કર્યો હતો કે, એક કલાકમાં 1 લાખથી વધુ વખત તેને ડાઉનલોડ કરવામાં આવી રહી છે. ચીંગારી એપે માત્ર 72 કલાકમાં જ 5 લાખ ડાઉનલોડ્સ રજીસ્ટર્ડ કર્યાં છે. ડેવલપર્સે ચીની એપ્સ ઉપર સરકારી બૈનના નિર્ણયની તરફેણ કરી હતી અને ટિકટોક યુઝર્સને ચીંગારી એપ જોઈન કરવા માટે કહેવામાં આવ્યું હતું.

પીએમનો આપ્યા ધન્યવાદ

ઘોષે કહ્યું કે, હું નરેન્દ્ર મોદી જીને ધન્યવાદ આપું છું, અમે ટિકટોકના તમામ યુઝર્સનું સ્વાગત કરીએ છીએ, તે ચીંગારી એપનો પ્રયોગ કરે, આ એપ 100 ટકા ભારતીય છે. જેને ખાસકરીને ભારતમાં જ બનાવવામાં આવી છે.

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!