GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

વિચારી પણ નહીં શકો ભારતમાંથી એટલી કમાણી કરતું હતું TikTok, આંકડો જોઇને આંખો પહોળી થઇ જશે

TikTok

ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેને ચીન સામે ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક પણ કહેવામાં આવે છે. આ નિર્ણય સાથે સરકારે ચીનને જોરદાર સંદેશ આપ્યો છે, ત્યાંજ ભારતમાં ઘણો નફો રળતા અને યુઝર્સ ડેટા સાથે રમત રમનારી કંપનીઓને જોરદાર ઝટકો આપ્યો છે.ટિકટોક (TikTok) જેવી એપ્લિકેશન્સ માટે ભારત એક વિશાળ બજાર હતું. જેના સહારે બાઇટ ડાન્સ જેવી કંપનીઓ પણ ફેસબુક જેવી કંપનીઓને ટક્કર આપવાનું સપનું જોતી હતી.

TikTok

ત્રણ જ મહિનામાં અધધ કમાણી

થોડા જ વર્ષોમાં ટિકટોકએ (TikTok) ભારત પર પોતાની પકડ મજબૂત કરી હતી. કરોડોનાં મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ થવાથી ટિકટોકએ (TikTok) પણ કરોડોની કમાણી કરી હતી. ઓક્ટોબરથી ડિસેમ્બર 2019 ની વચ્ચે માત્ર ત્રણ મહિનામાં કંપનીને આ એપથી 25 કરોડ રૂપિયાની આવક થઈ હતી.જ્યારે આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે કંપનીએ 100 કરોડ રૂપિયાની આવકનું લક્ષ્યાંક બનાવ્યું છે. એપ્લિકેશન પર જાહેરાતો દ્વારા કંપનીની આવકમાં સતત વધારો થતો હતો.

ટિકટોક (TikTok) ભારતમાં લગભગ 47 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. તેના કુલ વપરાશકારોમાંથી 30% ભારતમાં હતા. ભલે આ એપ્લિકેશન આવકના મામલે ફેસબુકથી ઘણી પાછળ હતી, પરંતુ યુઝર બેઝની દ્રષ્ટિએ તે ફેસબુક જેવી મોટી કંપનીઓને પાછળ છોડી દીધી હતી.

આ એપ્સનું પણ મોટું બજાર

ટિકટોક (TikTok) ઉપરાંત શેઅર ઈટ, યુસી બ્રાઉઝર, યુસી ન્યૂઝ, હેલો, લાઇકી, વીચેટ, વિગો, કેમ સ્કેનર, ક્લીન માસ્ટર જેવી એપ્સ માટે ભારત એક વિશાળ બજાર હતું. મોટાભાગની એપ્લિકેશનોનો યુઝર બેઝ કરોડોમાં હતો અને તેનાથી ઘણી કમાણી થઇ રહી હતી. યુસી બ્રાઉઝર દેશમાં ગૂગલ ક્રોમ બાદ દેશનું સૌથી મોટું બ્રાઉઝર બન્યું હતું.

Read Also

Related posts

રાજસ્થાનમાં BTPનો મહત્વનો નિર્ણય, ફલોર ટેસ્ટમાં કોંગ્રેસ અને ભાજપ કોઇને નહી આપે મત

pratik shah

સારા અલી ખાનના ઘરે પણ કોરોનાની દસ્તક, નજીકના આ વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Bansari

ચાર ગુનેગારોની ‘અનોખી’ દોસ્તીની કહાની છે યારા, જુઓ વિદ્યુત જામવાની આ ફિલ્મનું દમદાર ટ્રેલર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!