GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

TikTok : 100 કરોડની કમાણીનો હતો ટાર્ગેટ, 3 મહિનામાં આ ટાર્ગેટ કર્યો હતો પૂરો

TikTok

ભારત સરકારે 59 ચીની એપ્સ પર(tiktok) પ્રતિબંધ મૂકી દીધો છે, જેને ચીન સામે ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક પણ કહેવામાં આવે છે. આ નિર્ણય સાથે સરકારે ચીનને જોરદાર સંદેશ આપ્યો છે, ત્યાં જ ભારતમાં ઘણો નફો રળતા અને યુઝર્સ ડેટા સાથે રમત રમનારી કંપનીઓને જોરદાર ઝટકો આપ્યો છે.

ટિકટોક (tiktok)જેવી એપ્લિકેશન્સ માટે ભારત એક વિશાળ બજાર હતું. જેના સહારે બાઇટ ડાન્સ જેવી કંપનીઓ પણ ફેસબુક જેવી કંપનીઓને ટક્કર આપવાનું સપનું જોતી હતી. થોડા જ વર્ષોમાં ટિકટોકે ભારત પર પોતાની પકડ મજબૂત કરી હતી. કરોડોનાં મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ થવાથી ટિકટોકે પણ કરોડોની કમાણી કરી હતી. ઓક્ટોબરથી ડિસેમ્બર 2019ની વચ્ચે માત્ર ત્રણ મહિનામાં કંપનીને આ એપથી 25 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

TikTok

જ્યારે આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે કંપનીએ 100 કરોડ રૂપિયાની આવકનું લક્ષ્યાંક બનાવ્યું છે. એપ્લિકેશન પર જાહેરાતો દ્વારા કંપનીની આવકમાં સતત વધારો થતો હતો. ટિકટોક (tiktok)લગભગ 47 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. તેના કુલ વપરાશકારોમાંથી 30% ભારતમાં હતા. ભલે આ એપ્લિકેશન આવકના મામલે ફેસબુકથી ઘણી પાછળ હતી, પરંતુ યુઝર બેઝની દ્રષ્ટિએ તે ફેસબુક જેવી મોટી કંપનીઓને પાછળ છોડી દીધી હતી.

આ એપ્સનું પણ મોટું બજાર

TikTok

ટિકટોક (tiktok)ઉપરાંત શેઅર ઈટ, યુસી બ્રાઉઝર, યુસી ન્યૂઝ, હેલો, લાઇકી, વીચેટ, વિગો, કેમ સ્કેનર, ક્લીન માસ્ટર જેવી એપ્સ માટે ભારત એક વિશાળ બજાર હતું. મોટાભાગની એપ્લિકેશનોનો યુઝર બેઝ કરોડોમાં હતો અને તેનાથી ઘણી કમાણી થઇ રહી હતી. યુસી બ્રાઉઝર દેશમાં ગૂગલ ક્રોમ બાદ દેશનું સૌથી મોટું બ્રાઉઝર બન્યું હતું.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!