ટિકટૉક (TikTok) ની પેરેન્ટ કંપની બાઇટડાંસ (ByteDance) પણ હવે ભારતમાંથી પોતાના બિસ્તરા પોટલા સમેટવાની તૈયારીમાં છે. ગુડગાંવમાં આવેલી આ કંપની હવે ભારતમાંથી પોતાના વેપારને ખતમ કરવા જઇ રહી છે. મળતી જાણકારી અનુસાર, કંપનીએ પોતાના કર્મચારીઓને 3 મહીનાની એડવાન્સ સેલરી આપી દીધી છે. જેનાથી એવો અંદાજ લગાવી શકાય કે હવે (ByteDance) કંપની ભારતમાં બિઝનેસ નહીં કરે.

તમને જણાવી દઇએ કે, ટિકટૉક પર ભારતે પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે કંપનીને અન્ય કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં ટિકટૉકના પ્રતિબંધ બાદ હવે (ByteDance) કેટલાંક સમયથી ઇન્ડોનેશિયા અને અન્ય જગ્યાએથી ભારતના બિઝનેસને હેન્ડલ કરી રહી હતી. પરંતુ હવે (ByteDance) એ ભારતમાં સંપૂર્ણ રીતે પોતાના વેપારને ખતમ કરવાનો નિર્ણય કરી લીધો છે.
ByteDance કર્મચારીઓને મેઇલ મોકલ્યો
ByteDance દ્વારા કર્મચારીઓને એક ઇમેઇલ પણ મોકલવામાં આવ્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે 29 જૂન, 2020થી ભારત સરકારના આદેશનું પાલન કરવા માટે તેજીથી કામ કરી રહ્યાં છીએ. અમે સતત કોશિશ કરીએ છીએ કે અમારી એપ સ્થાનીય કાયદાઓ અને નિયમોનું પાલન કરે અને જે પણ મુશ્કેલીઓ છે તેને દૂર કરવા માટે સંપૂર્ણ કોશિશ કરીએ. એટલાં માટે આ નિરાશાજનક બાબત છે કે, સાત મહીનામાં અમારા પ્રયાસો ઉપરાંત અમને એ સ્પષ્ટ નિર્દેશ નથી આપવામાં આવ્યો કે, અમારી એપ્સને કેવી રીતે અને ક્યારે માન્ય કરી શકાય. અમારી પાસે અમારી વર્કફોર્સને ઓછી કર્યા સિવાય અન્ય કોઇ જ વિકલ્પ નથી.’
ByteDance એ કેમ આટલો મોટો નિર્ણય કર્યો?
હકીકતમાં ભારત ટિકટૉકની સાથે 58 અન્ય ચીની એપ પર સ્થાયી પ્રતિબંઘ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે, ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયએ ભારતમાં આ એપ પર સ્થાયી પ્રતિબંધ (Ban) લગાવવા માટે નવી જ રીતે નોટિસ રજૂ કરી છે. જે એપ પર પ્રતિબંધ લગાવવામાં આવશે તેમાં ટિકટૉકની સાથે 58 અન્ય એપ પણ શામેલ છે. આ જ કારણ છે કે, હવે ByteDance પણ ભારતમાંથી પોતાનું ઓપરેશન ખતમ કરી રહી છે.

સરકાર આ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા રિસ્પોન્સ અને સ્પષ્ટીકરણથી સંતુષ્ટ નથી
જાણકારોનું કહેવું છે કે, સરકાર આ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા રિસ્પોન્સ અને સ્પષ્ટીકરણથી સંતુષ્ટ નથી. એટલાં માટે આ 59 એપ્સ પર સ્થાયી રૂપથી પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. પ્રતિબંધ માટે ગયા સપ્તાહે જ કંપનીઓને નોટીસ રજૂ કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જૂનમાં 59 એપ પર પ્રતિબંધ લગાવી દીધો હતો જેમાં ByteDance નું ટિકટૉક, અલીબાબનું UC Browser અને ટેનસેંટના વીચૈટ પણ શામેલ છે. એપ પર પ્રતિબંધ કરતા જણાવવામાં આવ્યું હતું કે, ‘આને આધારે ભારતની સંપ્રભુતા અને અખંડતા વિરૂદ્ધ ગતિવિધિઓ કરવામાં આવી રહી છે.”
માહિતી ટેકનોલોજીના અધિનિયમની કલમ 69 A અંતર્ગત 59 એપ પર પ્રતિબંધ લગાવાયો હતો
સરકારે આ કંપનીઓને સ્થાયી પ્રતિબંધ લગાવતા પહેલા સુરક્ષા અને ગોપનીયતાના અનુપાલન વિશે પોતાનો પ્રસ્તાવ મૂકવાનો મોકો આપ્યો હતો. કંપનીઓને આને વિશે મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા સવાલોનો જવાબ આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું. માહિતી ટેકનોલોજીના અધિનિયમની કલમ 69 A અંતર્ગત 59 એપ પર પ્રતિબંધ લગાવાયો હતો.
છેલ્લાં 6 મહીનામાં ભારત સરકાર 208 અન્ય ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી ચૂકી છે. ભારત અને ચીનની વચ્ચે સીમા પર તણાવ વચ્ચે પ્રતિબંઘની જાહેરાત કરવામાં આવી હતી. રાજદ્વારી અને સૈન્ય સ્તરો પર અનેક મુલાકાતની વાતચીત છતાં ચીન પોતાની હરકતોથી બાજ નથી આવતું.
READ ALSO :
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી