GSTV

ભારતમાંથી બોરિયા બિસ્તારા બાંધવાની તૈયારી કરી રહ્યુ છે ટિકટોક, હજારો કર્મચારીઓને છુટ્ટા કરી દીધા

TikTok

ભારતમાં પ્રતિબંધનો સામનો કરી રહેલી ચીનની શોર્ટ વીડિયો શેરિંગ એપ ટીકટોક પર પ્રતિબંધ લાગ્યાના લગભગ સાત મહિના બાદ બુધવારે કહ્યું કે, તે દેશમાંથી લગભગ 2 હજારથી વધારે કર્મચારીઓની છટણી કરશે.

ટીકટોકના એક પ્રવક્તાએ કહ્યું કે, અમે 29 જૂન 2020ના ભારત સરકારના આદેશનું પાલન કરાવવા માટે ઝડપથી કામ કર્યું છે. અમે સતત પ્રયાસ કરીએ છીએ કે, અમારી એપ સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરે અને જે કંઈ પણ ચિંતાઓ છે તેમને દૂર કરવા માટે પુરો પ્રયાસ કરીએ.

પ્રવક્તાએ જણાવ્યું કે, એ નિરાશાજનક છે કે સાત મહિનાના પ્રયાસો છતાં તે સ્પષ્ટ નિર્દેશ નહીં દેવામાં આવ્યો કે અમારી એપ કેવી રીતે અને ક્યારે ફરીથી શરૂ કરવામાં આવી શકે છે. તે અફસોસજનક છે કે ભારતમાં લગભગ 6 મહિના પોતાના 2 હજાર કર્મચારીઓને સપોર્ટ કર્યાં બાદ અમારી પાસે છટણી કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

ચાઈનીઝ યૂનિકોર્ન બાઈટડાંસના માલિકીવાળા ટીકટોકે કહ્યું કે તે ટીકટોકને ફરીથી લોન્ચ કરવા અને ભારતમાં લાખો યૂઝર્સ, આર્ટિસ્ટ, સ્ટોરીટેલર્સ, એજ્યુકેટર્સ અને પરફોર્મસને સપોર્ટ કરવાની તક મેળવવા માટે તત્પર છે. બાઈટડાંસના ટોપ એપ્સમાં ટીકટોક અને હેલો સામેલ છે.

READ ALSO

Related posts

વ્હાઇટ હાઉસને ફરીથી કબ્જે કરવાનો ટ્રમ્પનો હુંકાર: મોદીના દોસ્તે હાર બાદ પ્રથમવાર જ જાહેરમાં ભારતને ઉતારી પાડ્યું

Mansi Patel

રસીકરણ/ જે લોકો સક્ષમ છે તેમણે પૈસા આપીને કોરોના વેક્સિન લેવી જોઇએ : મોદી સરકારે કરી અપીલ

Bansari

ગજબ/ વિમાનના કોકપિટમાં ઘુસી બિલાડીએ કરી ધમાલ, કરાવવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!