GSTV

ઓ..હો..TikTokની ભારતમાં થઇ શકે છે ફરીથી એન્ટ્રી, આ કંપનીઓ કરી રહી છે ખરીદવાની તૈયારી

tiktok

Last Updated on September 5, 2020 by Bansari

ભારતમાં ફરીથી TikTokની વાપસી થઇ શકે છે. TikTokની ભારતીય એસેટને જાપાની કંપની સોફ્ટબેન્ક ખરીદવાની તૈયારી કરી રહી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર તેથી તે ભારતીય એસેટને જાપાની કંપની સોફ્ટબેન્ક ખરીદવાની તૈયારી કરી રહી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર તે ભારતીય પાર્ટનર પણ શોધી રહી છે અને તેની રિલાયન્સ જિયો તથા ભારતી એરટેલ સાથે વાતચીત પણ ચાલી રહી છે.

જુલાઇમાં મુકાયો હતો પ્રતિબંધ

જણાવી દઇએ કે જુલાઇમાં ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને ગોપનીયતાનો હલાવો આપીને TikTok સહિત 58 ચીની એપ પર બૅન લગાવી દીધો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કંપની યુઝર્સનો ડેટા ચીનની સરકાર સાથે શેર કરી રહી છે. TikTok પર અમેરિકામાં પણ બૅન છે અને ત્યાં પણ તેના બિઝનેસને ખરીદવાનો પ્રયાસ અનેક ટેક કંપનીઓ કરી રહી છે.

આ કંપનીઓમાં ચાલી રહી છે વાતચીત

TikTokની ચીની પેરેન્ટ કંપની બાઇટડાન્સમાં જાપાની સમૂહ સોફ્ટબેન્કની પહેલાથી પાર્ટનરશિપ છે. બ્લૂમબર્ગ અનુસાર તેણે TikTokનો ભારતીય બિઝનેસ ખરીદવા માટે પ્રયાસો શરૂ કર્યા છે અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમ તથા ભારતી એરટેલને પણ પાર્ટનર બનાવવા માટે વાતચીત કરી રહી છે. જો કે જિયો અને એરટેલે આ અંગે કોઇ ટિપ્પણી કરવાથી ઇનકાર કર્યો છે. સોફ્ટબેન્ક બીજા વિકલ્પને તલાશી રહી છે.

TikTok

જાપાની કંપની સોફ્ટબેન્કે ભારતમાં ઓલા કેબ્સ, સ્નેપડીલ, ઓયો રૂમ્સ જેવા અનેક સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યુ છે તેની પહેલા ઓગસ્ટમાં એવી ચર્ચા પણ શરૂ થઇ હતી કે TikTokના ભારતી. બિઝનેસને રિલાયન્સ ખરીદી શકે છે.

ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે TikTok

બૅન સમયે TikTokના આશરે 30 ટકા યુઝર્સ ભારતીય હતા અને તેની આશરે 10 ટકા કમાણી ભારતમાંથી થતી હતી. એપ્રિલ 2020 સુધી ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી TikTokના 2 અબજ ડાઉનલોડ કરવામાં આવ્યા હતા. તેમાંથી આશરે 30.3 ટકા અથવા 61.1 કરોડ ડાઉનલોડ ભારતથી હતા.

મોબાઇલ ઇંટેલીજન્સ ફર્મ સેંસર ટાવર અનુસાર TikTokના ડાઉનલોડ ભારતમાં ચીન કરતાં પણ વધુ હતાં. ચીનમાં TikTokના ડાઉનલોડ ફક્ત 19.66 કરોડ છે જે તેના કુલ ડાઉનલોડના ફક્ત 9.7 ટકા હિસ્સો છે.

Read Also

Related posts

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

હેલ્થ ટિપ્સ / ડાયબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે આ યોગાસન, જાણવા માટે કરો ક્લિક

Zainul Ansari

Indian Railway / રેલવેએ ચાલતી ટ્રેનોમાંથી દૂર કરી આ સુવિધા, સરકારે આપી માહિતી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!