GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

પ્રતિબંધને હજુ 24 કલાક પણ નથી થયા અને TikTokને પડ્યો આટલો મોટો ફટકો, ભારતીયો જ કરાવતા હતા અબજોની કમાણી

TikTok

કેન્દ્ર સરકારે સુરક્ષા અને ગોપનીયતાની વાત કહીને લોકપ્રિય ચીની એપ TikTok, Share it અને Wechat સહિત કુલ 59 ચીની એપ્સ પર બેન લગાવી દીધો છે. ચીનની સાથે તનાણની વચ્ચે આ એપ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી રહી હતી. આ એપ્સની ભારતમાં અબજોની કમાણી છે અને ડાઉનલોડનો મોટો ભાગ ભારતમાં જ છે.

બેન કરવામાં આવી ચુકેલી અન્ય લોકપ્રિય ચીની એપ્સમાં યુસી બ્રાઉઝર, યુસી ન્યૂઝ અને એમઆઈ ક્મ્યુનિટી જેવી ચર્ચિત એપનો પણ સમાવેશ થાય છે. સરકારે એવી ચીની એપ પર રોક લગાવી છે જે મુખ્યત્વે: નોન ફાઈનાન્શિયલ નેચરના છે. ચીનની દિગ્ગજ કંપનીઓ અલીબાબા, બાઈટડાંસ, બાઈડૂ, ટેન્સેન્ટ વગેરેએ આ એપમાં ભારે રોકાણ કર્યું છે. ભારતમાં તેમના ડાઉનલોડનો મોટા ભાગ છે. માટે આ કંપનીઓને આર્થિક રીતે ભારે નુકશાનનો સામનો કરવો પડી શકે છે. તેના વેલ્યુએશન પર પણ અસર પડી શકે છે. ભારતના કુલ એપ ડાઉનલોડનો લગભગ 50 ટકા ભાગ ચીની એપનો જ છે.

TikTok

TikTokના માલિક બાઈટડાંસને ભારે નુકશાન

બેન થઈ રહેલી એપમાં ભારતમાં સૌથી લોકપ્રિય ટિકટોકના 30 ટકા યુઝર ભારતીય છે અને તે લગભગ 10 ટકા કમાણી ભારતમાંથી થાય છે. આ એપનું સંચાલન ચીની કંપની બાઈટડાંસ દ્વારા કરવામાં આવે છે. ટિકટોક માટે ભારત સૌથી મોટુ બજાર છે. ટિકટોકના 20 કરોડ સબ્સક્રાઈબર છે. ગયા વર્ષે ભારતમાં તેના 8.1 કરોડ મંથલી એક્ટિવ યુઝર હતા જેમણે તેના પર 5.5 અરજ કલાક ખર્ચ કર્યા છે.  

મહત્વનું છે કે ચીની કંપની બાઈટડાંસનું માર્કેટ કેપ લગભગ 110 અબજ ડોલર (લગભગ 8,30,547 કરોડ રૂપિયા)નું છે. બાઈટડાંસ ફક્ત ટિકટોક જ નહીં પરંતુ બેન થયેલી લોકપ્રિય એપ હેલોના પણ માલિક છે. ભારતમાં તેનું સંચાલન બાઈટડાંસ ઈન્ડિયા સર્વિસ લિમિટેડના નામે ચાલે છે. આટલું જ નહીં તે વીગો વીડિયો એપના પણ માલિક પણ છે.

ટિકટોકની ભારતમાં છે આટલી કમાણી

બાઈટડાંસે વર્ષ 2018માં Musical.lyને પણ ખરીદી લીધી હતી. ટિકટોકે ઓક્ટોબરથી ડિસેમ્બર 2019 સુધીના ત્રણ મહિનામાં ભારતમાં 25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એપ પર જાહેકાતો દ્વાકા કંપનીની કમાણી સતત વધી રહી હતી. કંપનીએ આ વર્ષે 100 કરોડ રૂપિયા કમાણી કરવાનો લક્ષ્ય રાખ્યો હતો.

એક અરબ ડોલરના રોકાણની યોજના

કંપનીએ આવતા ત્રણ વર્ષમાં ભારતમાં 1 અરબ ડોલર એટલે કે 7550 કરોડના રોકાણની યોજના બનાવી હતી. આટલું જ નહીં કંપનીનું લક્ષ્ય આ વર્ષે ભારતનાં પોતાના કર્મચારીઓની સંખ્યા વધારીને 1,000 સુધી પહોંચાડવાની હતી.

ટિકટોક ઉપરાંત અન્ય પ્રતિબંધીત એપ શેર ઈટ, યુસી બ્રાઉઝર, લાઈકી, વીચેટ, વીગો, કેમ સ્કેનર, ક્લીન માસ્ટર માટે પણ ભારત એક ખૂબ મોટુ બજાર હતું. યુસી બ્રાઉઝર દેશમાં ગુગલ ક્રોમ બાદ સૌથી મોટુ બ્રાઉઝર બની ગયું હતું.

યુસી બ્રાઉઝરને પણ ભારે નુકશાન

ભારતમાં ચીનનું યુસી બ્રાઉઝર પણ ખૂબ લોકપ્રિય બની ગયું હતુ જેના પર હવે બેન લાગી ગયું છે. તેના માલિક ચીનની દિગ્ગજ કંપની અલીબાબા છે. આ દુનિયાના સૌથી મોટા થર્ડ પાર્ટી મોબાઈલ બ્રાઉઝર હોવાનો દાવો કરે છે. દુનિયાભરમાં તેને લગભગ 110 કરોડ લોકોએ ઈન્સ્ટોલ કર્યું છે. જેમાંથી લગભગ અડધો ભાગ ફક્ત ભારતમાં જ છે. તેના 13 કરોડથી વધુ એક્ટિવ યુઝર્સ છે.

TikTok

આ છે બેન ચીની એપ્સની આખી લિસ્ટ

  1. TikTok
  2. Shareit
  3. Kwai
  4. UC Browser
  5. Baidu map
  6. Shein
  7. Clash of Kings
  8. DU battery saver
  9. Helo
  10. Likee
  11. YouCam makeup
  12. Mi Community
  13. CM Browers
  14. Virus Cleaner
  15. APUS Browser
  16. ROMWE
  17. Club Factory
  18. Newsdog
  19. Beutry Plus
  20. WeChat
  21. UC News
  22. QQ Mail
  23. Weibo
  24. Xender
  25. QQ Music
  26. QQ Newsfeed
  27. Bigo Live
  28. SelfieCity
  29. Mail Master
  30. Parallel Space 31. Mi Video Call – Xiaomi
  31. WeSync
  32. ES File Explorer
  33. Viva Video – QU Video Inc
  34. Meitu
  35. Vigo Video
  36. New Video Status
  37. DU Recorder
  38. Vault- Hide
  39. Cache Cleaner DU App studio
  40. DU Cleaner
  41. DU Browser
  42. Hago Play With New Friends
  43. Cam Scanner
  44. Clean Master – Cheetah Mobile
  45. Wonder Camera
  46. Photo Wonder
  47. QQ Player
  48. We Meet
  49. Sweet Selfie
  50. Baidu Translate
  51. Vmate
  52. QQ International
  53. QQ Security Center
  54. QQ Launcher
  55. U Video
  56. V fly Status Video
  57. Mobile Legends
  58. DU Privacy

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!