GSTV
Home » News » TikTok એ ડિલિટ કર્યા 60 લાખ કરતાં પણ વધારે વીડિયો, આ કારણે ઉઠાવ્યું આ પગલું

TikTok એ ડિલિટ કર્યા 60 લાખ કરતાં પણ વધારે વીડિયો, આ કારણે ઉઠાવ્યું આ પગલું

TikTok એ તેમના પ્લેટફોર્મ પરથી 60 લાખ વીડિયો ડિલિટ કરી નાખ્યા છે. કંપનીના એક ઉપરી અધિકારીએ જણાવ્યું કે, આ વીડિયોમાં ભારતીય ગાઇડલાઇનનું ઉલ્લંઘન થયેલું હતું. TikTok ના પ્લેટફોર્મ પરથી ગેરકાયદેસર અને અશ્લીલ કંટેન્ટ કાઢી નાખવાની કવાયત અંતર્ગત આ કદમ ઉઠાવવામાં આવ્યું છે.

TikTok ભારતીય એજન્સીઓના નિશાન પર છે. સરકારે પણ તેને નોટિસ મોકલી બે ડઝન સવાલોના જવાબ માંગ્યા છે. જેમાં બાળકો દ્વારા એપનો અવૈધ ઉપયોગ અને અશ્લીલ અને કથિત રૂપે એન્ટી-નેશનલ કંટેન્ટ સાથે જોડાયેલ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

TikTok ની પેરેન્ટ કંપની Beijing Bytedance Technology Co. એ જણાવ્યું છે કે, તેમના ભારતમાં 20 કરોડથી વધારે યૂઝર્સ છે. TikTok ઇન્ડિયાના ડિરેક્ટર સચિન શર્માએ કહ્યું છે કે, કંપની પોતાની કમ્યૂનિટી ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરતા કંટેન્ટનું કોઇપણ રીતે સમર્થન કે પ્રમોશન નથી કરતી.

TikTok પર યૂઝર્સ મીમ્સ અને નાના-નાના મ્યૂઝિક વીડિયોઝ શેર થાય છે.

Related posts

પૃથ્વીની અનેરી સુંદરતાના દર્શન કરાવશે હવે ગૂગલનો આ પ્રોજેક્ટ, આ વેબસાઈટ પર ક્લિક કરો અને જુઓ

Arohi

ટેક્નોલોજીનો ઈતિહાસ : જાણો ફેબ્રુઆરીના આ અઠવાડિયે શું શું બન્યું હતું ?

Bansari

ઈન્સ્ટાગ્રામ પર હવે કોને કોને અનફોલો કરવા જરૂરી છે તે હવે આ રીતે જાણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!