GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ભારતમાં બૅન થયા બાદ ચીનથી ચિડાયુ TikTok, ડ્રેગનથી બનાવી દૂરી

ભારતમાં ૫૯ ચીની મોબાઈલ એપના પ્રતિબંધ બાદ ટિકટોકે બેઈજિંગ સાથેથી પોતાને દૂર કરી દીધું છે. ૨૮ જૂનના રોજ ભારત સરકારને લખેલા પત્રમાં ટિકટોકના ચીન એક્ઝીક્યુટીવ કેવિન મેયરે લખ્યું હતું કે, ચીની સરકારે ક્યારેય પણ ડેટાની માંગણી કરી નથી અને જો ક્યારેય પણ ડેટા માંગવામાં આવશે તો પણ કંપની આવી કોઈપણ પ્રકારની જાણકારી આપશે નહિ.

TikTok

ચીની કંપની બાઈટડાન્સના માલિકી હેઠળનું ટિકટોક મોબાઈલ વિડીયો એપ ચીનમાં ઉપલબ્ધ નથી. કંપની ગ્લોબલ ઓડિયન્સને અપીલ કરવા માટે ચીની રૂટ્સથી દૂર જવા માટે ઈચ્છી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં દેશમાં ચીન સાથે સરહદી વિવાદ બાદ ટિકટોક સિવાય ૫૯ ચીની મોબાઈલ એપને બાન કરી દીધી હતી.

મેયરે સરકારને લખેલા પત્રમાં કહ્યું હતું કે, હું આ કન્ફર્મ કરું છું કે ચીની સરકારે અમારી પાસે ક્યારેય ભારતીય યુઝર્સના ડેટાની માંગણી કરી નથી. તેમણે લખ્યું હતું કે, ભારતીય યુઝર્સના ડેટા સિંગાપુર સ્થિત સર્વરમાં સ્ટોર થાય છે. જો તેઓ ભવિષ્યમાં પણ આવી કોઈપણ પ્રકારની માંગણી કરશે તો અમે તેને પૂર્ણ કરીશું નહિ.

ન્યુઝ એજન્સીને એક સરકારી સૂત્ર દ્વારા જાણકારી મળી છે કે, આ પ્રતિબંધ જલ્દી હટાવાય તેમ નથી. વકીલોનું કહેવું છે કે, કાયદાકીય રૂપે કેસ જીતવો ખૂબ જ મુશ્કેલ છે. ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને ગોપનીયતાને લઈને એપ્સના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે.

READ ALSO

Related posts

તમે આટલી સરળતાથી બની શકો છો સાયબર મની ફ્રોડનો શિકાર, જાણો ઠગો અજમાવે છે કેવી ટ્રિક્સ

Bansari

શ્રાવણમાં વીરપુરના ખેડૂતોની આંખોમાં અષાઢી અશ્રુ, પ્રભુ ચરણે ધરવાના પુષ્પો ઉકરડે ફેંકવા થયા મજબૂર

pratik shah

સુરતમાં 200 કેસનો સિલસિલો યથાવત, જાણો રવિવારે કયા ઝોનમાં આવ્યાં કેટલા કેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!