ભારત સરકારે ચાઇનીઝ એપ TikTok પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ એપના ભારતમાં સૌથી વધુ યુઝર્સ હતાં અને ડાઉનલોડ્સ તથા રેવન્યૂના મામલે પણ ભારત જ નંબર-1 પર હતું. હવે રિપોર્ટ સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ ચાઇનીઝ કંપનીએ ભારતીયોના જ 1.65 કરોડ વીડિયોઝ હટાવી દીધાં હતા. એક રિપોર્ટ અનુસાર, આ સંખ્યા કોઇપણ અન્ય દેશમાં TikTok તરફથી હટાવવામાં આવેલા વીડિયોઝની સરખામણીમાં ચાર ગણાં સુધી વધુ છે.

સાથે જ પાકિસ્તાનમાં 37 લાખ વીડિયો કંપનીએ હટાવ્યાં હતાં જે ત્રીજી પોઝીશન પર રહ્યુ છે. બીજા નંબર પર રહેલા અમેરિકામાં 46 લાખના આશરે વીડિયોઝ એપ હટાવવામાં આવ્યાં હતા. આ ઉપરાંત ચોથા નંબર પર 20 લાખ વીડિયોઝની સાથે યુકે અને પાંચમા નંબર પર 13 લાખ વીડિયોઝ સાથે રશિયા રહ્યું છે.
આ કારણે હટાવવામાં આવ્યાં હતાં વીડિયોઝ

એક રિપોર્ટમાં TikTokનું કહેવું છે કે આ ડેટા હટાવવાનું મુખ્ય કારણ ‘એડલ્ટ ન્યૂડિટી અને સેક્સુઅલ એક્ટિવિટી’ વીડિયોઝમાં દેખાડવાનું હતુ. આ ઉપરાંત આલ્કોહોલ, ડ્રગ લેવા અને નુકસાન પહોંચાડનાર હિંસક અથવા સુસાઇડલ વીડિયોઝને પણ પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે આવા વીડિયોઝમાં ભારત નંબર 1 પર રહ્યું છે. તેનાથી લોકોની માનસિકતા છતી થાય છે.
સરકાર સાથે શેર કરવામાં આવ્યો હતો ડેટા

એક અહેવાલ અનુસાર, સરકાર અને લૉ એજન્સીઓ તરફથી પણ TikTokની પેરેન્ટ કંપની બાઇટડાન્સને આશરે 500 રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. તેમાં વીડિયોઝ હટાવવાની માગ કરવામાં આવી હતી. તેમાં 302 રિકવેસ્ટ ભારતથી આવી હતી એટલે કે આમા પણ ભારત ટૉપ પર જ રહ્યું છે. TikTokએ કહ્યું છે કે જરૂરિયાત સમજતાં આવા 90 ટકા કેસમાં ભારત સરકાર સાથે ડેટા તેમણે શેર કર્યો છે.
Read Also
- કામના સમાચાર/ મોદી બજેટમાં મધ્યમ વર્ગને આપશે ત્રણ રાહત, કોમનમેનને થશે મોટો ફાયદો
- ડિજિટલ બદલાવ પર વધુ ધ્યાન આપી રહેલી કંપનીઓ કરી રહી છે વધુ રોજગારનું સર્જન, રિસર્ચમાં સામે આવી આ મોટી વાત
- ચેતવણી /23 વર્ષમાં પૃથ્વીએ ગુમાવ્યો આટલો ખરબ ટન બરફ, બની શકે છે મોટી આફત
- ભાજપ ભીંસમાં/ દિલ્હી હિંસા મામલે પીએમઓ સામે ચિંધાઈ આંગળી, ભાજપના સાંસદે જ કર્યો ધડાકો
- લાલ કિલ્લા પર નિશાન સાહિબ ફરકાવનાર કોણ છે જુગરાજ? : માતા-પિતાએ ગામ છોડી ભાગવું પડ્યું, ગમમાં ફેરવાઈ ગયો આનંદ