ચીની એપ TikTokને ટક્કર આપવા માટે ભારતીય એપ ચિંગારીની પોપ્યુલારિટી ખૂબ ઝડપથી વધી રહી છે. ભારત સરકાર દ્વારા TikTok પર બેન લગાવ્યા બાદ ચિંગારી એપના ડાઉનલોડ્સમાં મોટો ઉછાળ આવ્યો છે. ચિંગારીના કો-ફાઉન્ડર અને ચીફ પ્રોડક્ટ ઓફિસર સુમિત ઘોષે પોતાના એક ટ્વીટમાં જણાવ્યું કે ચિંગારી એપ દર કલાકે એક લાખ વખત ડાઉનલોડ થઈ રહી છે. આટલું જ નહીં આ એપના વ્યૂઝ દર 30 મિનિટમાં 10 લાખ સુધી વધી રહ્યા છે. વધારે ડાઉનલોડ્સના કારણે ચિંગારી એપનું સર્વર ડાઉન થઈ ગયું જ્યાર બાદ એપના કો-ફાઉન્ડરે ટ્વિટર પર લોકોને ધીરજ રાખવા અપીલ કરી હતી.

TikTokનું દેશી વિકલ્પ છે ચિંગારી
ચિંગારી એપમાં વીડિયોને અપલોડ અને ડાઉનલોડ કરી શકાય છે. આ ઉપરાંત આ એપમાં ફ્રેન્ડ્સની સાથે ચેટ, નવા લોકો સાથે વાતચીત, ફીડ દ્વારા બ્રાઉજીંગની સાથે વોટ્સ્એપ સ્ટેટસ, વીડિયો, ઓડિયો ક્લિપ્સ, GIF સ્ટિકર્સ અને ફોટોઝની સાથે ક્રિએટિવિટી કરી શકાય છે.

100,000 downloads per hour, guys please be patient! we are working on the servers and getting things up and running asap! pic.twitter.com/h3lGCbe4yl
— Sumit Ghosh (@sumitgh85) June 29, 2020
ચાઈનીઝ એપ પર બેન બાદ વધ્યા ડાઉનલોડ્સ
ચિંગારી એપના ડાઉનલોડ્સમાં સરકાર દ્વારા 59 ચાઈનીઝ એપ્સ પર બેન લગાવવામાં આવ્યા બાદ ખૂબ વધારો નોંધવામાં આવ્યો છે. ભારત સરકારે ટિકટોક સહિત કુલ 59 ચીન એપ્સ પર બેન લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે પાછલા અમુક સમયથી સીમા વિવાદને લઈને તણાવની સ્થિતિ બનેલી છે.
25 લાખથી વધુ ડાઉનલોડ
ચિંગારી એપ અત્યાર સુધી પ્લે સ્ટોર પર 25 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચુકી છે. એપ લોન્ચ થવાની સાથે જ ખૂબ પોપ્યુલર થઈ ગઈ છે. શરૂઆતી 72 કલાકમાં આ એપ 5 લાખ વખત ડાઉનલોડ થઈ હતી. એપ અત્યારે અંગ્રેજી ઉપરાંત બીજી 9 ભાષામાં ઉપલબ્ધ છે. એપી હિન્દી,બાંગ્લા, ગુજરાતી, મરાઠી, કન્નડ, પંજાબી, મલયાલમ, તમિલ અને તેલગૂ ભાષા સપોર્ટ કરે છે.
TikTokનો વિકલ્પ
આ એપ ટિકટોકના દેસી વર્જનની રીતે લોન્ચ કરવામાં આવી હતી. તેને લોકોએ હાથો હાથ લીધા. હવે એક મહિનાની અંદર એપના ડાઉનલોડ્સની સંખ્યા 50 લાખની પાર પહોંચી ગઈ. આ એપને લઈને ભારતમાં ખૂબ ચર્ચા થઈ હતી. બાદમાં આ એપનું પાકિસ્તાની કનેક્શન પણ સામે આવ્યું હતું. ત્યાર બાદ આ એપને પ્લે સ્ટોરમાંથી હટાવી લેવામાં આવી હતી.
Read Also
- 9000 કરોડના કૌભાંડી વિજય માલ્યા મામલે મોદી સરકારના મોટા ખુલાસા, જાણી લો પ્રત્યાર્પણ માટે શું કરી રહી છે સરકાર?
- ઘર્ષણ/ બંગાળમાં BJPના રોડ શો પર પથ્થરમારો: ભાજપ પ્રમુખ દિલિપ ઘોષ માંડ માંડ બચ્યા, જોઈ લો આ વીડિયો
- હવે Dettolથી પણ તપાસી શકશો pregnancy test, જાણો કેવી રીતે જાણી શકાશે તેનું રિઝલ્ટ
- હોસ્પિટલના વોર્ડબોયનું કોરોના રસી લીધા બાદ મોત : સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો આ ખુલાસો, પરિવારનો વેક્સિનથી મોતનો આક્ષેપ
- અમદાવાદ: રસી લેનાર લાભાર્થીઓમાં ન મળી કોઈ આડઅસર, મેડિકલ કાઉન્સિલના પ્રમુખે કરી GSTV સાથે ખાસ વાત