GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

પ્રતિબંધિત 59 ચીની એપને ગૂગલ પ્લે-સ્ટોર પરથી તરત જ હટાવવાનો આદેશ, સરકારે 48 કલાકમાં માંગ્યો જવાબ

59

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદની અસર હવે બંને દેશોના સંબંધો પર પડવા લાગી છે. ભારત સરકારે સોમવારે દેશમાં કામ કરી રહેલી 59 ચીની એપ પર પ્રતિબંધ મૂકી દીધો. હવે આ કંપનીઓને 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે, જેમાં તે પોતાની તરફથી સ્પષ્ટતા રજૂ કરી શકે છે. સરકાર દ્વારા રચવામાં આવેલી એક કમિટી તમામ કમિટીઓની વાત સાંભળશે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર, સરકાર તરફથી એક કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં આઇટી, ગૃહ મંત્રાલય, સૂચના મંત્રાલય અને કાયદા મંત્રાલયના અધિકારી સામેલ થશે. તેમાં ડેટા ચોરીને લઇને કંપનીઓના સવાલ-જવાબ થશે.

સરકારે ગૂગલ પ્લે સ્ટોર પરથી 59 ચીની એપ હટાવવાના આપ્યાં આદેશ

સરકાર તરફથી ગૂગલ પ્લે સ્ટોરને આ 59 એપને હટાવવાના નિર્દેશ આપ્યાં છે. એટલે કે હવે આ તમામ એપ્સ આ પ્લેટફોર્મ પર નહી મળે અને કોઇ નવો યુઝર તેને ડાઉનલોડ નહી કરી શકે. આ બં કંપનીઓ ઉપરાંત સરકારે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને પણ આ એપ બ્લોક કરવા કહ્યું છે.

સરકારના સૂત્રોએ જણાવ્યું કે આ અંતિમ લિસ્ટ નથી. સરકાર તરફથી કેટલીક નવી એપ્સનાં નામ પણ તેમાં સામેલ થઇ શકે છે. એટલે કે સુરક્ષાની દ્રષ્ટિએ જે એપ્લિકેશનનો ખતરો હશે, તેને પણ બૅન કરવામાં આવી શકે છે.

ભારતનો 59 ચાઇનીઝ મોબાઇલ એપ પર પ્રતિબંધ

જણાવી દઇએ કે ભારત સરકારે મોબાઈલમાં અને મોબાઈલ સિવાયના જિડિટલ પ્લેટફોર્મ પર વપરાતી 59 ચાઇનિઝ એપ્લિકેશન (એપ) પર એક ઝાટકે પ્રતિબંધ મુકી દીધો છે. ચીન પર આ એક પ્રકારની ડિજિટલ સ્ટ્રાઈક છે.

પ્રતિબંધિત એપમાં ભારતમાં વ્યાપકણે વપરાતી ટિકટોક, વિચેટ, ઝેન્ડર, હેલો, યુસી બ્રાઉઝર વગેરેનો પણ સમાવેશ  થાય છે. એમાં પણ ટિકટોકને તો ભારતમાં  અસાધારણ લોકપ્રિયતા મળી છે. કેન્દ્રિય મિનિસ્ટરી ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનો સેક્શન 69-એ અંતર્ગત નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

સરકારી યાદીમાં જણાવાયું હતું કે વિવિધ ચાઈનિઝ એપ્લિકેશન વિશે વિવિધ ફરિયાદો મળતી હતી. એટલું જ નહીં કેટલીક એપ્લિકેશન દ્વારા યુઝર્સની માહિતી ચોરી થતી હોવાના પણ રિપોર્ટ વારંવાર પ્રગટ થયા હતા. સરકારે કહ્યું હતુ કે અમુક એેપ્સ તો દેશની એકતા  અને અખંડિતતા માટે પણ નુકસાનકારક હતી. આવી એપ્સ દ્વારા અનેક પ્રકારની માહિતી  એકઠી કરીને દેશની બહાર આવેલા સર્વરોમાં મોકલવામાં પણ આવતી હતી.

સરકારના આ નિર્ણય પછી જેમના મોબાઈલમાં પહેલેથી આ બધી ચાઇનિઝ એપ ડાઉનલોડ હશે એ કામ કરતી બંધ થશે અને ભવિષ્યમાં ડાઉનલોડ કરી નહીં શકાય. જોકે પ્રતિબંધ ક્યારથી લાગુ થશે તેની સરકારે હજુ સ્પષ્ટતા કરી નથી.

ચીન

સરકારે જણાવ્યું હતુ કે આ રીતે ભારતમાંથી માહિતી ભારત બહાર મોકલતા રહેવી એ દેશની સુરક્ષા માટે ખતરો છે. સરકારે આ નિર્ણયની જાણકારી ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટરને મોકલી આપી છે. જ્યાંથી આ એપ  પ્રતિબંધિત (બેન) કરવાની કાર્યવાહી થશે.

જોકે એપ તુરંત બંધ થશે કે થોડા દિવસો પછી તેની કોઈ જાણકારી સરકારે આપી ન હતી.  ચાઈનિઝ એપ્સ દ્વારા ભારતીય યુઝર્સના ડેટાનો દુરૂપયોગ થતો હોવાની વારંવાર ફરિયાદ ઉઠતી હતી. એ સંદર્ભે હવે સરકારે આ નિર્ણય લીધો હતો. ભારતમાં ચાઈનિઝ એપની લોકપ્રિયતા સતત વધી રહ હતી ત્યારે સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.

ભારત અત્યારે દુનિયાના સૌથી મોટા એપ માર્કેટ તરીકે વિકસી રહ્યું છે. 2017માં પ્લે સ્ટોરની પ્રથમ 100 એપમાં  18 ચાઈનિઝ એપ હતી, 2018માં અઢી ગણી વધીને 44 થઈ ગઈ હતી. હવે એ સંખ્યા તેનાથી પણ વધી ગઈ છે. લોકો પોતાના ફોનમાં અનેક એપ ડાઉનલોડ કરતાં હોય છે અને તેમને જાણ પણ હોતી નથી કે આ ચાઇનિઝ છે.

સોશિયલ મીડિયા ડે વખતે જ નિર્ણય

30મી જૂન વર્લ્ડ સોશિયલ મીડિયા ડે તરીકે ઉજવાય છે. તેની પૂર્વ સંધ્યાએ જ ભારત સરકારે આ નિર્ણય લીધો હતો. પરિણામે સોશિયલ મીડિયા પર ટાઈમપાસ કરતાં મોટા  વર્ગને આ એપ્સ વગર રહેવું પડશે. સાથે સાથે એપ્સ પાછળ બિનજરૂરી સમય બગાડનારા લોકો પોતાના સમયનો સદ્ઉપયોગ કરી શકશે.

ચીનને સાત હજાર કરોડનું નુકસાન

ભારત સરકારના આ નિર્ણયનો લાભ એપ્લિકેશન સેક્ટરમાં કામ કરતી હજારો ભારતીય કંપનીઓને થશે. કેમ કે અત્યાર સુધી સસ્તી અને ફોનમાં પહેલેથી જ ઈન્સ્ટોલ થઈને આવતી ચાઈનિઝ એપના કારણે ભારતમાં બનતી એપ વપરાતી ન હતી. પરંતુ હવે એવી એપની ડિમાન્ડ વધશે. એપ્લિકેશન સેક્ટરમાં કામ કરતાં હર્નિલ ઓઝાએ કહ્યું  હતું કે એકલા ટીકટોકની જ માર્કેટ વેલ્યુ અબજો ડૉલર છે. ભારતમાં તેના કરોડો વપરાશકારો છે. હવે સરકારના નિર્ણયના કારણે કંપનીના વેલ્યુએશનમાં ઘટાડો થશે અને તેનાથી ચીનને ઓછામાં ઓછો પાંચથી સાત હજોર કરોડનો ફટકો પડશે.

આર્મડ ફોર્સિસમાં તો 2017થી પ્રતિબંધ હતો

ભારતના સંરક્ષણ મંત્રાલયે ડિસેમ્બર 2017માં આર્મડ ફોર્સિસમાં એ વખતે ઘાતક ગણાતી 44 એપ્સ વાપરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. એ 42 એપ્સમાં કેટલીક એવી એપ્સ હતી જે અત્યારના લિસ્ટમાં પણ છે. ડિફેન્સ મિનિસ્ટરીના પ્રતિબંધ પછી એરફોર્સ, નેવી અને આર્મી ત્રણેય આર્મડ  ફોર્સિસમાં જ્યાં ક્યાંય વપરાતી હોય ત્યાં એ તમામ એપ્સ બંધ  કરી દેવાઈ હતી.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!