GSTV

આ ખતરનાક TikTok ચેલેન્જથી થયું 10 વર્ષીય બાળકીનું મોત, અહીંની સરકારે યુઝર્સને બ્લોક કરવા આપ્યો આદેશ

ઈટાલીની ડેટા પ્રાઈવેસીની રક્ષા કરતી ઓથોરિટીએ વીડિયો એપ TikTok ના અમુક યુઝર્સને બ્લોક કરવા આદેશ કર્યો છે. 10 વર્ષીય એક બાળકીના મોત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકીના મોત પાછળ TikTok પર ચાલતા એક ચેલેન્જને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. ઓથોરિટીએ જે યુઝર્સની ઉંમરની ખરાઈ ના થતી હોય તેમને બ્લોક કરી દેવા માટે આદેશ આપ્યો છે.

TikTok માને છે કે, 13 વર્ષથી નાની વયના બાળકોને તે આ એપ્લિકેશન વાપરવા દેશે નહીં પરંતુ આ નિયમનો ભંગ સરળતાથી કરી શકાય છે. આ જ કરાણે TikTokને આદેશ કરવામા આવ્યો છે કે, 15 ફેબ્રુઆરી સુધી એવા અકાઉન્ટ્સ બ્લોક કરી દેવામાં આવે જેમની ઉંમરની ખરાઈ કરી શકાતી નથી. TikTok ની પ્રવક્તાએ યુઝર્સની પ્રાઈવેસી અને સુરક્ષાને પ્રાથમિકતા આપવાની વાત કરતા આ મામલે તપાસની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે, TikTokના યુઝર્સમાં મોટાભાગે ટીનેજર્સ સામેલ છે.

આ રીતે થયું બાળકીનું મોત

10 વર્ષીય એક બાળકીનું મોત શ્વાંસ થંભી જવાને કારણે થયું હતું. આ કિસ્સાએ ઈટાલીમાં વાલીઓની ચિંતા વધારી દીધી છે. બાળકીએ બ્લેકઆઉટ ચેલેન્જમાં ભાગ લીધો હતો અને પોતાના ગળાની ચારેય બાજુ બેલ્ટ બાંધી લીધો હતો. તેણે આ માટે પોતાના ફોન પર રેકોર્ડિંગ પણ કર્યું પરંતુ આ કારણે તેના શ્વાંસ થંભી જતા મોત થયું હતું. બાળકીના પિતા એન્જેલો સિકૉમેરોએ જણાવ્યું કે, ટિકટૉક અને યુટ્યૂબ તેની જીંદગી હતા તે તેમાં જ પોતાનો મોટાભાગનો સમય પસાર કરતી હતી.

પોલીસે શરૂ કરી તપાસ

પોલીસે આ મામલે આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી હતી. આ સાથે જ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, બાળકીને આ ખતરનાક ચેલેન્જ માટે કોઈએ કહ્યું હતું કે નહીં. આ અગાઉ ડિસેમ્બરમાં પણ TikTok થકી વધતી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં સગીરોને નુકસાન પહોંચાડવામા આવી રહ્યું હતું.

READ ALSO

Related posts

શું સબ સલામત! ગુજરાતમાં ફિલ્મી ઢબે થઈ કરોડોના સોનાની લૂંટ, કારમાં સવાર શખ્સોએ બસ આંતરીને આંગડીયાના કર્મચારીઓને લૂંટ્યા

pratik shah

ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ

Bansari

ખાસ વાંચો / રેલ્વે યાત્રીઓને મોટો ઝટકો: રેલ્વેએ ભાડામાં કર્યો વધારો, જાણો તમારા ખીસ્સા પર થશે કેટલી અસર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!