ભારત સરકારે ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુક્યો છે. જેના કારણે ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટડાંસને ઘણુ મોટું નુકસાન થયું છે, કારણ ભારત એ ટિકટોક માટેનું સૌથી મોટું બજાર હતું. ટિકટોક પ્રતિબંધના કારણે કેટલાય લોકોની હાલત કફોડી બની છે. ભારતમાં ટિકટોકની આ દિવાનગીનો ફાયદો ઉઠાવવા માટે હેકર્સ મેદાનમાં આવી ગયા છે. ટિકટોકની વાઇરસ વાળી એપીકે ફાઇલ અને લિંક તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઇટ પર વાયરલ થઇ રહી છે.

TikTok Pro નામે ફરતી આ ફાઇલમાં એક પ્રકારનો વાઇરસ છે. જે તમને ચૂનો લગાવી શકે છે. TikTok Pro નામની લિંક વ્હોટ્સએપ પર ફરી રહી છે. આ ફાઇલ તમારા ફોન પરથી પર્સનલ ડેટા અને બેંકિંગ ડિટેઇલ ચોરી કરે છે.
TikTok Proને લઇને મહારાષ્ટ્ર પોલિસે પણ લોકોને એલર્ટ કર્યા છે. માહારાષ્ટ્ર સાયબર પોલિસે ટ્વિટ કરીને કહ્યુ કે બધા નાગરિકોને અનુરોધ છે કે ટિકટોકનું એક નવું સ્કેમ સામે આવ્યું છે. TikTok Pro ફાઇલને કોઇ પણ કિંમત પર ડાઉનલોડ ના કરવી. જો આવો કોઇ મેસેજ તમને મળ્યો હોય તો તરત ડિલિટ કરવો.
READ ALSO
- બદલાયા નિયમો/ જાહેરમાં સિગારેટ પીતાં પકડાયા તો 2000 રૂપિયા થશે દંડ : સ્મોકિંગ ઝોન રદ અને વેચવા માટે પણ લેવું પડશે લાયસન્સ
- કામના સમાચાર/ પાસપોર્ટ અને રેલવે ટીકિટની જેમ તત્કાલ મળશે ડ્રાઈવિંગ લાયસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ માટે પણ નહીં જવું પડે RTO
- ખાસ વાંચો/ ક્યાંક તમારી જૂની કાર ભંગાર તો નહીં થઈ જાય, સરકારે આ પોલિસીને આપી મંજૂરી
- મોટાભાગના ખેડૂતો નથી જાણતા કે શું છે નવા ત્રણ કૃષિ કાયદા, નહીંતર આખો દેશ ભડકી ઉઠે: વાયનાડથી બોલ્યા રાહુલ ગાંધી
- રિવરફ્રન્ટની વધશે રોનક/ સરકારે 49 પ્લોટ વેચાણ માટે મૂક્યા, હાઈરાઈઝ ઈમારતથી ઝળહળી ઉઠશે શહેરની સ્કાઈલાઈન