GSTV

આખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે Ban, આ કારણે પોતે જ નથી કરતું આ પ્લેટફોમનો ઉપયોગ

TikTok

દેશના યુઝર્સની પ્રાઈવસી અને ડેટાની સિક્યોરિટીના કારણે ભારત સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તેમાં TikTokનો પણ સમાવેશ થાય છે. શોર્ટ વીડિયો શેરિંગ એપ TikTokને ભારતમાં કરોડો લોકો યુઝ કરી રહ્યા છે પરંતુ આ ચાઈનીઝ એપ પોતાના જ દેશમાં બેન છે. બની શકે છે કે આ વાતથી તમને આશ્ચર્ય થાય પરંતુ આ વાત સાચી છે. ચાઈનીઝ નાગરિક ગ્લોબલ TikTok એપના ઉપયોગ નથી કરી શકતા અને તેમને આ એપ પર એકાઉન્ટ બનાવવાનું ઓપ્શન નથી મળતું.

ચીન પોતાના યુઝર્સની ઓનલાઈન એક્ટિવિટીને લઈને ખૂબ એલર્ટ

ચીન પોતાના યુઝર્સની ઓનલાઈન એક્ટિવિટીને લઈને ખૂબ એલર્ટ રહે છે અને ત્યાંના સાઈબર સ્પેસ પર ઢગલો લિમિટ્સ લગાવવામાં આવી છે. ચીનમાં ફેસબુકથી લઈને વોટ્સએપ અને ટિકટોક સુધી બધા ગ્લોબલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બેન છે. ચીનના યુઝર્સ ફેસબુકની જગ્યા પર Weibo, ગુગલની જગ્યા પર Baidu, યુટ્યુબની જગ્યા પર Youku અને વોટ્સએપની જગ્યા પર WeChatનો ઉપયોગ કરે છે. ગ્લોબલી કોરોડો યુઝર્સ વાળુ ટિકટોક પણ ચીનમાં હંમેશાથી બેન છે જ્યારે આ પોતે જ ચાઈનીઝ એપ છે.

TikTokની જગ્યા પર આ એપ

TikTokના વિકલ્પની રીતે ચીનના યુઝર્સ Douyin નામની એપનો ઉપયોગ કરે છે. આ એપમાં ટીકટોક જેવા જ ફિચર્સ જોવા મળે છે પરંતુ તેનો ચીનની બહાર ઉપયોગ નથી કરી શકાતો. ચાઈનીઝ કંપની ByteDanceનું  જ હોવા છતાં TikTokને ચીનમાં બેન કરવાનું કારણ એ છે કે સરકાર પોતાના નાગરિકોને વીડિયો ગ્લોબલ યુઝર્સની સાથે શેર નથી થવા દેવા માંગતા.

TikTok

ચાઈનીઝ એપ્સને પ્રોત્સાહન

જો ચીનમાં કોઈ યુઝર પોતાનું TikTok એકાઉન્ટ બનાવવા માંગે છે અથવા એપ યુઝ કરવા ઈચ્છે છો તે તેની પાસે ચીનની બહારનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો જોઈએ. આ રીતે જો ચીનની બહારનું કોઈ યુઝર Douyin એક્સેસ અથવા તેને યુઝ કરવા માંગે છે તો તેનો નંબર ચીનમાં રજીસ્ટર્ડ હોવો જોઈએ. જોકે ચીનમાં ગ્લોબલ એપ્સ અને સોશિયલ મીડિયા એક્સેસ કરવાથી સજાની જોગવાઈ નથી પરંતુ દેશનું સાઈબર સ્પેસ જ આ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે યુઝર્સ એપ્સનો જ ઉપયોગ ન કરી શકે.

TikTok

યુઝર્સને મર્યાદિત વિકલ્પ

પોતાના દેશના ડેટાને લઈને ચીન કોઈ બીજા દેશ કરતા કંઈક વધારે જ કડક છે. અહીં યુઝર્સ જે સોશિયલ મીડિયા એપ્સ અથવા તો સર્ચ એન્જીન્સનો ઉપયોગ કરે છે તે દરેક ચાઈનીઝ ભાષામાં છે. તે ઉપરાંત સોફ્ટવેર પણ ચાઈનીઝ ભાષામાં ઓફર કરવામાં આવે છે. આવામાં ભવે ચીન પોતાની ડેવલપ એપ્સ દુનિયાભરમાં ઓફર કરે છે પરંતુ ત્યાંના નાગરિકોને સીમિત વિકલ્પ જ આપવામાં આવે છે.

Read Also

Related posts

કામના સમાચાર/ પાસપોર્ટ અને રેલવે ટીકિટની જેમ તત્કાલ મળશે ડ્રાઈવિંગ લાયસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ માટે પણ નહીં જવું પડે RTO

Bansari

ખાસ વાંચો/ ક્યાંક તમારી જૂની કાર ભંગાર તો નહીં થઈ જાય, સરકારે આ પોલિસીને આપી મંજૂરી

Sejal Vibhani

રિવરફ્રન્ટની વધશે રોનક/ સરકારે 49 પ્લોટ વેચાણ માટે મૂક્યા, હાઈરાઈઝ ઈમારતથી ઝળહળી ઉઠશે શહેરની સ્કાઈલાઈન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!