GSTV

ચીનને લાગશે મોટો ઝટકો, ભારત બાદ હવે આ દેશ બેન કરી શકે છે TikTok

TikTok

Last Updated on July 6, 2020 by Ankita Trada

ભારતમાં બેન થઈ ચૂકેલ ચીની એપ TikTok પર વધુ એક ખતરો મંડરાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં હવે TikTok બેન કરવાની માગ વધી રહી છે અને સંસદીય કમિટિ બેન પર વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી ઓસ્ટ્રેલિયા અને ચીનમાં તણાવ ખૂબ જ વધી ગયો છે. રાષ્ટ્રીય સુરક્ષાના ખતરા અને યૂઝર્સના ડેટાને ચીનની સાથે શેર કરવાના મુદ્દા પર ઓસ્ટ્રેલિયામાં TikTok બેન થઈ શકે છે. ચીની કંપની Bytedance ની એપ TikTokના ઓસ્ટ્રેલિયામાં 16 લાખથી પણ વધારે યૂઝર્સ છે.

દેશમાં TikTOk રડાર પર

ઓસ્ટ્રેલિયાના એક સાંસદે TikTok બેન કરવાની યોજના શેર કરી છે. ઓસ્ટ્રેલિયામાં તે પણ કહેવામાં આવી રહ્યુ છે કે, યૂઝર્સ ડેટાને ચીની સર્વર પર નાખવાથી ખતરો થઈ શકે છે. ડેલી મેલની રિપોર્ટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયાના એક સાંસદે કહ્યુ કે, તેમના દેશમાં TikTOk રડાર પર આવી ચુક્યુ છે. તેમણે કહ્યુ કે, તેને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી માટે ડેટા એકઠા કરવાના ટૂલ પર જોવુ જોઈએ.

મેસેજિંગ એપ વીચેટથી પણ મોટો ખતરો

Herald Sun સાથે વાતચીત કરતા ઓસ્ટ્રેલિયાના સાંસદે જણાવ્યુ કે, હજુ ઘણા સાંસદ એપ બેન કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, TikTok ચીની મેસેજિંગ એપ વીચેટથી પણ મોટો ખતરો હોઈ શકે છે. સીનેટર જેની મેકએલિસ્ટરએ કહ્યુ છે કે, TikTok કંપનીના વરિષ્ઠ અધિકારીને સીનેટ ઈન્ક્વાયરી માટે ઉપસ્થિત થવુ જોઈએ. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટજિક પોલિસી ઈંસ્ટીટ્યૂના એક્સપર્ટ ફર્ગસ રયાને કહ્યુ કે, TikTok પૂર્ણ રીતે પ્રોપેગેંડા અને માસ સર્વિલાંસ માટે છે. તેમણે કહ્યુ કે, ચીનની વિરુદ્ધ આપવામાં વિચારને એપ સેંસર કહેવામાં આવે છે અને આ બીજિંગને સીધી સૂચના મોકલી શકે છે.

પાર્ટીના સભ્ય કંપનીમાં છે

ફર્ગસ રયાને કહ્યુ છે કે, આ પર કોઈ પ્રશ્ન નથી કે, ચીની કમ્યુનીસ્ટ પાર્ટીનો ડેટા પર નિયંત્રણ નથી. કારણ કે, પાર્ટીના સભ્ય કંપનીમાં છે. બીજી તરફ વિદેશી હસ્તક્ષેપ કમિટીના સદસ્ય કિંબર્લી કિચિંગે કહ્યુ કે, ઓસ્ટ્રેલિયાના લોકો એ નહી સમજી શકે કે, TikTok તેની ખાનગી જાણકારીનો કેવી રીતે વપરાશ કરી શકે છે. ઓસ્ટ્રેલિયાના લિબરલ સાંસદ અને ઈંટેલિજેંસ એન્ડ સિક્યોરિટી કમેટીના ચેરમેન એન્ડ હેસ્ટીએ ફેબ્રુઆરીમાં જ દાવો કર્યો હતો કે, આ એપ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. તેમણે કહ્યુ કે, ચીનના નેશનલ ઈંટેલિજેંસ કાનૂન 2017માં તે પણ કહેવામાં આવ્યુ છે કે, ચીનની સરકાર કંપનીઓને જાણકારી શેર કરવા માટે કહી શકે છે.

READ ALSO

Related posts

પારાવાર મુસીબતોથી ઘેરાયેલુ હોય જીવન તો અમાસના દિવસે કરો આ અચૂક ઉપાય, બદલાઇ જશે તમારા ખરાબ દિવસો

Bansari

‘શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રાની પૂજા કરવી જોઈએ’, જાણો ‘ગંદી બાત’ ફેમ અભિનેત્રીએ કેમ કહ્યું આવું?

Vishvesh Dave

આતંકીસ્તાનને ભણાવવો પડશે પાઠ: યુએસ એજન્સીના રિપોર્ટમાં ચોંકાવનારો અહેવાલ, કુખ્યાત આંતકીસંગઠોના નિશાના પર ભારત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!