સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેજીથી ધમાલ મચાવતી વીડિયો એપ ટિક-ટોકનાં યુઝર્સ દિવસેને દિવસે વધી રહ્યા છે.આખી દુનિયામાં ટિકટોકનાં દોઢ અબજ જેટલાં યુઝર્સ થઈ ગયા છે. અને તેમાં પણ સૌથી વધારે ભારતનાં યુઝર્સ છે. એપ સ્ટોરની સાથે સાથે ગૂગલ પ્લે પર ટિકટોકને 1.5 અબજવાર ડાઉનલોડ કરવામાં આવી છે. જ્યારે 46.68 કરોડ વાર ફક્ત ભારતમાં એપને ડાઉનલોડ કરવામાં આવી છે, જે કુલ આંકડાઓનું લગભગ 31 ટકા છે.

મોબાઈલ ઈન્ટેલિજન્સ ફર્મ સેંસર ટાવર મુજબ, પાછલાં એક વર્ષની સરખામણીએ આ વર્ષે 6 ટકા વધારે 64.4 કરોડ લોકોએ એપને ડાઉનલોડ કરી છે. ભારતમાં 2019નાં લોકોએ તેનો ઉપયોગ તેજીથી કર્યો છે. આ વર્ષે 27.76 કરોડ લોકોએ તેને ડાઉનલોડ કરી છે. આ દુનિયામાં બધાજ ડાઉનલોડનાં આંકડાઓનું 45 ટકા છે. આ યાદીમાં ચીન 4.55 કરોડ ડાઉનલોડની સાથે બીજા સ્થાન પર છે. જે આંકડાઓનું 7.4 ટકા છે તેના સિવાય 3.76 કરોડ ડાઉનલોડની સાથે અમેરિકા ત્રીજા સ્થાન પર છે. જે આ વર્ષનાં આંકડાઓનું 6 ટકા છે.

સેંસર ટાવરે કહ્યુ છેકે, આ આંકડાઓમા દેશનાં ત્રીજા પક્ષમાં એન્ડ્રોઈડ સ્ટોરમાંથી ઈન્સ્ટોલ કરતાં આંકડાઓને સામેલ કરવામાં આવ્યા નથી. 61.4 કરોડ ડાઉનલોડની સાથે ટિકટોક વર્તમાનમાં વર્ષનાં ત્રીજી સૌથી વધારે ડાઉનલોડ કરાતી નોન-ગેમિંગ એપ છે. આ લિસ્ટમાં પહેલાં સ્થાન પર વ્હોટ્સએપ 70.74 કરોડ ઈન્સ્ટોલની સાથે છે. જ્યારે ફેસબુક મેસેન્જર 63.62 કરોડ ઈન્સ્ટોલની સાથે બીજા સ્થાન પર છે અને 58.7 કરોડ ડાઉન લોડની સાથે ફેસબુક ચોથા સ્થાને છે. ઈન્સ્ટાગ્રામ 37.62 કરોડ ડાઉનલોડની સાથે પાંચમાં સ્થાને છે.

ટિકટોક એકએવી એપ છે જેમાં યુઝર્સ વીડિયો બનાવીને શેર કરે છે.ભારતમાં આ સૌથી તેજીથી લોકપ્રિય થનારી વીડિયો મેકિંગ એપ છે. જેને એક વર્ષમાં લગભગ 27.76 કરોડ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે.
READ ALSO
- દેશને રોવડાવનારી મંદી અને ડુંગળી નિર્મલા સીતારમણને ન નડી, વિશ્વની શક્તિશાળી મહિલાઓમાં મળ્યું સ્થાન
- રોહિત શર્મા બન્યા La Liga ના બ્રાન્ડ એમ્બેસેડર, સાથે જણાવ્યું, આ ક્રિકેટર છે ટીમનો બેસ્ટ ફૂટબૉલર
- ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો, 3 વર્ષથી મોંઘવારી ઉચ્ચત્તમ સ્તરે
- 1 ફેબ્રુઆરીથી રેલવેમાં મુસાફરી મોંઘી થઇ જશે, ભાડામાં થશે આટલો વધારો
- સરકાર બદલવા જઈ રહી છે ગ્રેજ્યુટી સાથે જોડાયેલા કેટલાક નિયમો, કર્મચારીને થશે લાભ જ લાભ