GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી હટી ગયું TIKTOK, હવે યુઝર્સે ડાઉનલોડ કરવાનો શોધી લીધો નવો ઓપ્શન

ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં સૌથી લોકપ્રિય છે ટિકટોક. જેના ભારતમાં લાખો વપરાશકર્તાઓ છે. આ એપ્લિકેશનને હવે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે. આનો અર્થ એ કે એન્ડ્રોઇડ અને આઇફોન વપરાશકર્તાઓ હવે તેને સ્ટોરથી ડાઉનલોડ કરી શકશે નહીં. જો કે, આ એપ્લિકેશન યુઝર્સના સ્માર્ટફોનથી બ્લોક નથી કરવામાં આવ્યા. એટલું જ નહીં કેટલાય યુઝર્સ હજી પણ આ એપ્લિકેશનોને ડાઉનલોડ કરી રહ્યા છે. APK MIRROR જેવી થર્ડપાર્ટી વેબસાઈટ્સ પર આ એપ હજુ પણ ઉપલબ્ધ છે. જેને ડાઉનલોડ પણ કરી શકાય છે.

એપીકે મીરરમાં લાસ્ટ વીક સુધીની મળે છે અપડેટ

આ એપ્લિકેશન હજી પણ પહેલાની જેમ કાર્યરત છે અને લોકો તેના પર વિડિઓઝ અપલોડ અથવા ડાઉનલોડ કરી શકે છે. જો કે, જો એપ્લિકેશનને પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે આ સ્થિતિમાં આ એપથી ઓફિશિયલ અપડેટ નથી મળી રહ્યા. એપીકે મીરર વેબસાઇટમાં ગયા અઠવાડિયા સુધીની અપડેટ થયેલ એપ્લિકેશન છે. નોંધપાત્ર વાત એ છે કે, આ પહેલા પણ ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ હતો અને તે પછી પણ લોકો આ રીતે ડાઉનલોડ કરતા હતા. કરાણ કે આ એપ ત્યારે પણ લોકોના મોબાઈલમાં બ્લોક કરવામાં નહોતી આવી .

14 ભારતીય ભાષાઓ પ્રમાણે ટિકટોકની ડિઝાઈન હતી

હાલમાં સરકાર દ્વારા બેન લગાવ્યા બાદ ટીકટોક તરફથી સ્ટેટમેન્ટ પણ જાહેર કરાયું છે. કંપનીનું કહેવું છે કે અમને કેન્દ્ર સરકારે આ બાબતની ક્લેરિફિકેશન માટે બોલાવ્યા છે. ટિકટોક મુજબ TIKTOK પ્રાઈવસી અને સિક્યુરિટીને લઈને ભારતીય કાયદાઓનું પાલન કરતી રહી છે અને ભવિષ્યમાં પણ કરશે. ટીકટોકનો કોઈ પણ ડેટા ચીની સરકાર સાથે શેર નથી કર્યો અને આગળ પણ આવું કરશે નહીં. ટિકટોકે 14 ભારતીય ભાષાઓ, કરોડો યૂઝર્સ, આર્ટિસ્ટ, એડ ક્રિએટર્સ અને પરફોર્મર્સ સાથે ઈન્ટરનેટની ડિઝાઈન તૈયાર કરી હતી.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!