GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

Chinese Apps Ban: ભારતમાં TikTok ‘શટડાઉન’, એપ્લીકેશન ઓપન કરતા જોવા મળે છે આ નોટિસ

ભારત સરકારે સોમવારે TikTok સહિત 59 ચીની એપ્સ બેન કરવાની જાહેરાત કરી હતી. આજે સવારથી જ આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી હટાવી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, હવે TikTok એ કામ કરવાનુ પણ બંધ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારતમાં જ્યારે TikTok ને બેન કરવામાં આવ્યુ હતુ ત્યારે યૂઝર્સના સ્માર્ટફોનમાં પહેલાથી ઈન્સોટલ્ડ એપ કામ કરી રહી હતી, પરંતુ આ વખતે સરકારે ટેલિકોમ કંપનીઓ અને ઈંટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ થકી તેને બ્લોક કરાવી દીધુ છે.

હોમ પેજ બ્લેંક થઈ ગયુ

હવે TikTok ઓપન કરવા પર એક નોટિસ જોવા મળી રહી છે. સાથે જ આઈફોનમાં TikTok એ કામ કરવાનુ પણ બંધ કરી દીધુ છે અને નવા વીડિયોઝ લોડ થઈ રહ્યા નથી. હોમ પેજ બ્લેંક થઈ ગયુ છે. જોકે, એંડ્રોયડ સ્માર્ટફોન્સમાં હજુ પણ તે કામ કરી રહ્યુ છે. TikTok ઓપન કરતાની સાથે જ જોવા મળતી નોટિસમાં લખ્યુ છે કે, અમે ભારત સરકાર દ્વારા 59 એપ્લીકેશનને બ્લોક કરવાનુ પાલન કરી રહી છે. બધા યૂઝર્સની પ્રાઈવેસી અને સિક્યોરિટી સુનિશ્વિત કરવ અમારી પ્રથમ પ્રાથમિકતા છે.

આ એપ્સ કરી રહી છે કામ

જોકે, TikTok સિવાય બીજી ચીની એપ્સ જેવી કેમ સ્કેનર, શેયર ઈટ અને UC જેવી એપ્સ હજુ પણ કામ કરી રહી છે. જેમાથી કેટલીક એપ્સ ડાઉનલોડ માટે પણ ઉપલબ્ધ છે.

59 ચીની એપ્સને બ્લોક કરવા માટે કહેવામાં આવ્યુ

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર્સ અને ઈંટરનેટ સર્વિસ પ્રોવાઈડરે આ 59 ચીની એપ્સને બ્લોક કરવા માટે કહેવામાં આવ્યુ છે. જો આ લાગુ થાય છે તો, TikTok ની જેમ તમામ 59 એપ્સ પણ સ્માર્ટફોન્માં કામ કરવાનુ બંધ કરી દેશે. જોકે, હજુ તે સ્પષ્ટ નથી થયુ કે, યૂઝર્સના જે ટિકટોક પર વીડિયો પહેલાથી છે તે, ડાઉનલોડ કરવામાં આવ્યા છે તેનું શું થશે.

READ ALSO

Related posts

પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું રિવા ખાતે એશિયાના સૌથી મોટા સૌર ઊર્જા પ્રોજેક્ટનું ઉદ્ધાટન, કહ્યું: “સૌર ઊર્જા શ્યોર, પ્યોર, સિક્યોર”

pratik shah

રાજસ્થાનમાં ‘સ્કૂલ નહિ તો ફી નહિ’, પણ ગુજરાત સરકારે નેવે મૂકી લાજશરમ

pratik shah

દુનિયામા Coronaના કેસની સંખ્યા 1.26 કરોડને પાર, 5.62 લાખના મોત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!